સાંજે સુતી વખતે માત્ર પાંચ ટીપા નાભિમાં નાખી જુવો અનેક રોગો ભાગશે દુર

સાંજે સુતી વખતે માત્ર પાંચ ટીપા નાભિમાં નાખી જુવો અનેક રોગો ભાગશે દુર.

આપણી નાભીમાંથી 72000 નાડીઓ નીકળે છે અને તેનું પોષણ પણ આ નાભીમાંથી જ થાય છે. 72000 નાડીઓ જે નાભી સાથે જોડાયેલો છે. જેનાથી નાભિમાં કોઈપણ પ્રોબ્લેમ થાય તો આપણને દુખે છે. પેસોટી ખસી જાય તો ગેસ થઈ જાય છે. જાડા થઈ જાય છે. આખા શરીર પર તેની અસર થાય છે.


નાભીને આયુર્વેદમાં પીસ્યુંટી કહેવામાં આવે છે આપણે ગામડાની દેશી ભાષામાં પેસોતી કહીએ છીએ. ઘણા લોકોને અંબોલી એટલે કે પેસોટી ખસી જતી હોય છે માટે તેને બેસાડવા માટે લોકો કોઈ એવા નિષ્ણાંત ગામના વૈધ પાસે જતા હોય છે. અંબોઈ ખસી જવાથી પેટમાં દુખાવો થાય, ઝાડા થઇ જાય, ઉબકા આવે, આ સમયે તમારા મમ્મી-પપ્પાએ કહ્યું હશે કે અંબોઈ ખસી ગઈ છે. દરેક ગામમાં અંબોઈ બેચાડવા વાળા નિષ્ણાંત હોય છે તે ઘરે આવીને અંબોઈ બેચાડતા હોય છે.

જ્યારે બાળક માતાના શરીરમાં હોય ત્યારે આ બાળકને બધું જ પોષણ અને શ્વાસ નાભિ  દ્વારા જ મળે છે. જ્યારે બાળક જન્મે છે ત્યારે નાભિ દ્વારા જ માતાના ગર્ભથી અલગ પડે છે. કહેવાય છે કે 72000 નાડીઓ નાભિ સાથે જોડાયેલી છે. જેનાથી નાભિ પર તેલ લગાવવાથી જેની સીધી અસર આપણા શરીરમાં થાય છે. બધી જ નાડીઓનું કેન્દ્ર નાભિ છે.

નાભીને કુંડળીની શક્તિ કહેવામાં આવે છે તમે જાણો છો કે આપણે જયારે માતાના ગર્ભમાં 9 મહિના રહીએ છીએ ત્યારે ત્યાં બાળકનું પોષણ નાભી દ્વારા થતું હોય છે બાળકની નાભી સાથે એક નાડ જોઈન્ટ હોય છે જે માતાની નાભી સાથે જોડાયેલી હોય છે અને ત્યાંથી બાળકનો વિકાસ થાય છે બાળકનું પોષણ થાય છે. આપણા આખા બોડીની નર્વસ સીસ્ટમ અને બધા જ અવયવોનું કેન્દ્ર બિંદુ એ આપણી નાભી હોય છે માટે તમે કદાસ જાણતા નહિ હો કે નાભીથી તમામ બીમારીઓનું નિરાકરણ લાવી શકાય છે.

ખીલની સમસ્યા મટાડે છે : મિત્રો 15 વર્ષથી લઈને 24 વર્ષની વયે યુવાનીઓને મોઢા ઉપર ખીલ થતા હોય છે તો તે ખીલ દુર કરવા માટે બજાર માંથી તમારે લીમડાનું તેલ લાવવાનું છે અને તેને તમારી નાભીએ મુકીને 20 મિનીટ સુધી ચત્તા સુઈ રહેવાનું છે આમ કરવાથી મોઢાના ખીલ મટી જાય છે અને ચહેરો બને છે એકદમ નિખાર અને ગોરો.

ચામડીના રોગો દુર છે : જો તમને ચામડીને લગતો કોઇપણ રોગ હોય જેમ કે ખસ, ખરજવું, ધાધર, ચોરાસીસ તથા અસહ્ય ખંજવાળ આવતી હોય તો તેને ઠીક કરવા માટે તમારે બજાર માંથી બદામનું તેલ લાવીને તમારી નાભીમાં મૂકી રાખવાથી આ બધી જ સમસ્યામાંથી છુટકારો મળે છે.

પેટની સમસ્યા માટે : જો તમને પેટની સમસ્યા હોય જેને લીધે પેટમાં ગેસ થવાનો ભય રહે છે, કબજિયાત રહેતી હોય, એસીડીટી થતી હોય, ઝાડા વગેરે જેવી સમસ્યાને દુર કરવા માટે એરંડિયાનું તેલના ઉપયોગ કરવામાં આવે છે આ તેલને તમે તમારી નાભીએ લગાડી દ્યો અને 20 મિનીટ સુધી રહેવા દ્યો એટલે આ સમસ્યામાંથી તમને છુટકારો મળે છે.

ફાટેલા હોઠ કે પગની એડી : આ રીતની તકલીફ શિયાળાની ઋતુ દરમિયાન સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે આ ઋતુ દરમિયાન ભાઈઓ અને બહેનોને પગના વાઢીયા પડી જતા હોય છે તથા હોઠ પણ સૌથી વધુ ફાટતા હોય છે. આ સ્થિતિમાં તમારે સરસવનું તેલ નાભીમાં મુકવાથી ફાયદો થાય છે.

વધુ વજન અને સાંધાના દુખાવા દુર કરે છે : જો તમને વધુ પડતો વજન હોય અને સાંધાને લગતા દુખાવાઓ થતા હોય તો તેને ઠીક કરવા માટે નાભીમાં ઓલીવ ઓઈલ એટલે કે જેતુરનું તેલ લગાડવાથી ફાયદો થાય છે.

સોફ્ટ સ્કીન : સોફ્ટ સ્કીન કરવા માટે તમે ગાયનું ઘી નાભીએ લગાડશો તો તમારી સ્કીન એકદમ સોફ્ટ અને દેખાવડી બને છે. આ પ્રયોગ કરવાથી જો તમારા વાળ સફેદ હશે તો તે પણ એકદમ કાળા અને ઘટ્ટ થઇ જશે.

તમે મોંઘી મોંઘી દવાઓનો ખોટો ખર્ચો કરો એના કરતા આ દેશી અને સૌથી સસ્તી ઔષધીનો ઉપયોગ કરશો તો તેનાથી ખુબજ ફાયદો અને રાહત થાય છે.

આ તેલનો ઉપયોગ તમે નાભી એ લગાડી દ્યો ત્યારબાદ 20 મિનીટ સુધી ફરજીયાત ચત્તા સુતા રહેવાનું છે તરત ઉભા થઇ જવાનું નથી નહીતર આનો કોઈ ફાયદો નહિ થાય. આ પ્રયોગ તમારે એક થી બે મહિના સુધી સતત દિવસે અને રાત્રે શરુ રાખવાનો છે.

આમ, અમે તમને આ લેખ દ્વારા નાભીએ કયું તેલ લગાડવાથી કઈ કઈ તકલીફોને દુર કરી શકાય છે તેના વિશે જરૂરી એવી માહિતી આપી.

Post a Comment

0 Comments