પુરુષોની આ 10 ટેવને મહિલાઓ કરે છે સખત નફરત, તેની આ ટેવથી સ્ત્રીઓ ભાગે છે દૂર

પુરુષોની આ 10 ટેવને મહિલાઓ કરે છે સખત નફરત, તેની આ ટેવથી સ્ત્રીઓ ભાગે છે દૂર.

આપણે ઘણી વાર સાંભળ્યું હશે કે અમારે તો ઘરનો બોવ મોટો બિજનેસ છે, વેલસેટ છીએ, રૂપિયાની કમી નથી છતાં છોકરીઓ અમારાથી નફરત કરે છે આવું કેમ ?. છોકરીઓ સામું જોવા પણ રાજી નથી, તો તમારે જાણવું જોઈએ કે આવું કે એવું તો વળી શું છે અમારા માં કે છોકરીઓ હમેશા અમારાથી દુર ભાગે છે. ઘરે મહિલાઓ પોતાના હસબન્ડની અમુક એવી આદતોને સખત નફરત કરતી હોય છે અને બધીવાર ઇગ્નોર કરવાની ટ્રાય કરે છે. ચાલો જાણીએ કે એવી કઈ ટેવ અથવા આદતો છે જેને મહિલાઓ સખત નફરત કરે છે.


બીજી સ્ત્રીઓ પ્રત્યે આકર્ષણ : ઘણા પુરુષો બીજી સ્ત્રીઓ પ્રત્યે આકર્ષણ ધરાવતા હોય છે જે સ્ત્રીઓને જરાય પસંદ હોતું નથી. જો તમારા લગ્ન થઇ ગયા હોય તો તમારે બીજી સ્ત્રીઓ સાથે આકર્ષણ ન રાખવું જોઈએ કારણ કે તમારી આ ટેવથી સ્ત્રીઓ ખુબ જ ચિડાતી હોય છે અને ઘણીવાર ન કરવાનું પણ કરી બેસે છે. માટે દરેક પુરુષોએ એકમેકને મળીને રહેવું જોઈએ.

દારુ પીવાની ટેવ : આજના આ સમય ઘણા પુરુષોને દારૂ પીવાની ટેવ જોવા મળતી હોય છે, એ લોકો દારૂનું સેવન પોતાની મોજ માટે પિતા હોય છે. પરંતુ આ ટેવથી મહિલાઓ દુર ભાગે છે અને તેના કારણે તેમના સંસારિક જીવનમાં પણ અડચણો ઉભી થતી હોય છે. લગ્ન જીવનમાં પતિ પત્નીથી ચોરી છુપીથી દારૂ પિતા હોય છે જે તેની પત્નીને ખબર પડતા આ વાત ઘણીવાર છૂટાછેડા સુધી પણ પહોચી જતી હોય છે. એટલા માટે જ એક ગીત બન્યું છે “બયરુ ગયુ પિયર ફ્રીજમાં પડ્યું બીયર.” માટે જો તમારે આવી ખરાબ આદત હોય તો તેની છોડી દેવી જોઈએ.

તંબાકુનું સેવન કરવું : તંબાકુમાં નિકોટીન નામનું ઝેરી તત્વ હોય છે શરીને ખુબ હાની પહોચાડે છે, જેનાથી કેન્સર, દાંત પીળા થવા જેવી સમસ્યાઓ પેદા થતી હોય છે. તંબાકુનું સેવન કરનાર વ્યક્તિ પાસે આવતી દુર્ગંધને સ્ત્રીઓ ખુબ જ નફરત કરતી હોય છે. આ દુર્ગંધથી તે ખુબ જ પરેશાન થઇ જાય છે અને પોતાના જીવનસાથીની પાસે આવવાનું તથા તેની સાથે અંગત પળો માણવાનું પણ છોડી શકે છે.

વાત વાતમાં નજરઅંદાજ કરવું : ઘણા પુરુષોને ટેવ હોય છે કે તેઓ હંમેશા મહિલાઓની વાતને ઇગ્નોર કરતા હોય છે અને તેને બકવાસ બંધ કરવાનું કહેતા હોય છે. જયારે સ્ત્રી કઈક કહેવા માંગે તો આમતેમ જોવા લાગે છે અને અવનવી કમેન્ટ પાસ કરતા હોય છે, આવી બાબત સ્ત્રીઓને બિલકુલ પસંદ હોતી નથી. માટે સ્ત્રીઓની વાત શાંતિથી સાંભળવી જોઈએ અને તેની જોડે સભ્યાતથી વર્તન કરવું જોઈએ.

માન મર્યાદા : મહિલાઓને સમ્માન આપવું એ સમાજના દરેક વ્યક્તિની ફરજ છે. સ્ત્રી સાથે વાત કરતી વખતે વાણી વિલાસ તથા તેના પ્રત્યે લાગણી જળવાઈ રહે તેવો વ્યવહાર કરવો જોઈએ. સ્ત્રીઓ હમેશા એવા વ્યક્તિને નફરત કરે છે જે વાત વાતમાં અભદ્ર વાણી બોલતો હોય, અસંવેદનશીલ વ્યવહાર કરતો હોય, વાત વાતમાં ગુસ્સે થઇ જતો હોય તેવા વ્યક્તિથી દુર ભાગે છે.

અસ્વચ્છતા અને ગંદુ રહેવું : અસ્વચ્છતાને મહિલાઓ સખત નફરત કરતી હોય છે, તે પુરુષોને વાત વાતમાં ટોકતી હોય છે કે તમે આમ કરો, આવી રીતે રહો વગેરે. મોટે ભાગે સ્ત્રીઓ સ્વચ્છતાને વધુ પ્રોત્સાહન આપતી હોય છે. જ્યારે તેમનો પતિ છીકતો હોય ત્યારે મોઢા પર રૂમાલ રાખવાનું કહે, સમયસર નહાવાનું, સ્વચ્છ કપડા પહેરવાના વગેરે જેવી ચોખ્ખાઈ સાથે જોડાયેલી બેદરકારીને સ્ત્રીઓ નફરત કરતી હોય છે.

સ્ત્રીઓની મર્યાદા ન રાખવી : આપણે ઘણી વાર સાંભળ્યું હશે કે સ્ત્રીઓ આવું બોલતી હોય છે કે મર્યાદામાં રહીને વાત કરજો નહિતર…મહિલાઓ મોટાભાગે પુરુષો સાથે સંતુલિત વ્યવહાર અને માર્યાદિત માત્રામાં મિત્રતા રાખવા માગતી હોય છે. જયારે પુરુષો તેની આ મર્યાદાને તોડે ત્યારે તેને આ બાબત ગમતી ન હોય. માટે સ્ત્રીઓને પસંદ હોય એટલી જ મિત્રતા રાખવી અને હમેશા તેનો આદર કરતા રહેવું જોઈએ.

વધારે પડતું પરફ્યુમ લગાવવું : જયારે આપણે સ્ટ્રોંગ અને સુગંધીદાર પરફ્યુમ લગાવીએ છીએ ત્યારે સ્ત્રીઓ કહેતી હોય છે કે કેટલું પર્ફ્યુંમાં લગાવ્યું એમ. કારણ કે સ્ત્રીઓને આવી પરફ્યુમ મોટાભાગે પસંદ હોતી નથી. માટે વધારે પડતું સ્ટ્રોંગ અને ખુબ જ સુગંધીદાર પરફ્યુમનો ઉપયોગ બને ત્યાં સુધી ટાળવું.

સ્ત્રીઓને શોપીંગ ન કરાવવી : મોટાભાગની સ્ત્રીઓને શોપિંગ કરવાનો ખુબ જ શોખ હોય છે. આપણે જોતા હોઈએ છીએ કે સ્ત્રીઓ બજારમાં જાય એટલે ઘણી બધી વસ્તુઓની ખરીદી કરી લે છે. પરંતુ જ્યારે તમે તેને જરૂરી રૂપિયા અથવા સાથ સહકાર ન આપો તો તે રિસાઈ જતી હોય છે. સ્ત્રીઓને સોંદર્ય પ્રસાધનો ખરીદવાનો વધારે શોખ હોય છે જે પુરુષો દ્વારા અણગમો દેખાતા તેને નફરત કરે છે.

કાળજી : પોતાની કાળજી રાખવાની ટેવ રાખનાર પુરુષ તેને ખુબ જ પસંદ હોય છે. જયારે તમે તેનું પુરતું ધ્યાન રાખો ત્યારે તેને ખુબ જ આનંદ થતો હોય છે અને પોતાને ખુબ જ લકી સમજે છે. પરંતુ જો તમે તેનું ધ્યાન રાખતા નથી તો તે પોતાને દોષ આપવાની સાથે તે પુરુષને ખુબ જ ધિક્કારે છે અને નફરત કરે છે.

આમ, આ બધી બાબતોનું ધ્યાન રાખીને તમે તમારા લગ્નજીવન તથા સંસારિક જીવનને સુખમય રીતે પસાર કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમને ખુબ પસંદ આવવી અને તમે પણ આ બધી ખરાબ આદતોને છોડીને તમારા જીવનનો ભરપુર આનંદ માણી શકો. આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરજો.

Post a Comment

0 Comments