Pages

Recommended Jobs

Search This Website

Sunday, October 2, 2022

100થી વધુ રોગો ને દૂર કરી નાખે છે આ ઔષધીના પાન નો રસ

100થી વધુ રોગો ને દૂર કરી નાખે છે આ ઔષધીના પાન નો રસ..

અરડુસી એક એવી ઔષધી છે જે ભારત સહીત અનેક દેશોમાં થાય છે. જેને વસા, વસાકા કે અંગ્રેજીમાં  માલાબાર નટ કહેવામાં આવે છે. તેનું વિજ્ઞાનિક નામ Justicia Adhatoda છે. જેના ફૂલ, પાંદડા અને મુળિયાનો ઘણી બીમારીઓ ઉપયોગ કરવામાં આવે છે. અરડુચીમાં એન્ટી એલેર્જીક, એન્ટીઓક્સીડેન્ટ, એન્ટી અલ્સર અને જેના જેવા અનેક ઔષધીય ગુણ હોય છે. જેના લીધે બ્રોકાઈટીસ, કફ, ટાઢ, દમ જેવા અનેક રોગોના ઇલાજમાં ઉપયોગ કરવામાં આવે છે.


આ છોડ એક નાનો સદાબહાર છોડ છે અને તેની ઉંચાઈ 2.3 મીટર થી 3.5 મીટર સુધીની હોય છે. જેના ફૂલ સફેદ રંગના હોય છે.આ છોડને લીલાશ પડતી ભૂખરા રંગની અનેક શાખાઓ ફૂટે છે. અને તે ચારે તરફ ફેલાયેલી હોય છે. ચોમાસાની  ભીનાશ વાળી હવામાં કે ઝરમર ઝરમર વરસતા વરસાદમાં તેની શાખાઓ- ડાળીઓ કાપીને કટકા કલમની રીતે બીજે રોપવાથી અરડૂસીને નવા છોડ તૈયાર થાય છે.

અરડૂસીના પાન જામફળીના પાનને મળતા, ત્રણથી ચાર ઇંચ લાંબા, દોઢથી બે ઈંચ પહોળા અને અણીદાર હોય છે. તેના પન્માઆઆઆઆતિ સહેજ વાસ આવે છે. પાનનો રંગ લીલો અને સુકાય ત્યારેં પીળાશ પડતો હોય છે. અરડૂસીને તુલસીની મંજરીની પેઠે હારબંધ ફૂલો આવે છે. તેના ફૂલોનો રંગ ધોળો સફેદ હોય છે. જેમાં મુખ્યત્વે આ અરડૂસીની બે જાતો છે જેમાં ધોળી અનર કાળી એમ બે પ્રકારની અરડૂસી છે. ધોળી અરડૂસીનો છોડ લીલાશ પડતો અને કાળી અરડૂસીનો છોડ કાળાશ પડતો હોય છે. જેમાં ધોળી અરડૂસી ઉત્તમ ઔષધી છે, જયારે કાળી અરડૂસી ઓછી મળી આવે છે. અમે આ અરડૂસીનો ક્યા કયા રોગમાં ઉપયોગ કરી શકાય તે જણાવીશું.

કફ: અરડૂસીથી ચીકણો કફ પાતળો થઈને નીકળી જાય છે. જે કફને ઉદરસને મારફત બહાર કાઢે છે. નવા કફ કરતા જૂના કાયમી કફના ઈલાજ માટે અરડૂસી ખુબ જ ઉપયોગી છે. શ્વાસ સંબંધી બીમારીઓમાં અરડૂસી ખુબ જ ઉપયોગી છે.  અરડૂસીના રસમાં ફુલાવેલ તેલિયા ટંકણ ખારની 8 મિલીગ્રામ મધમાં નાખીને સવારે અને સાંજે ચાટવાથી ઉધરસ મટે છે. બાળકને શક્તિ પ્રમાણે ચટાડવાથી કફનો નાશ થાય છે.

અસ્થમા (દમ): અરડૂસીના પાનના રસમાં મધ કે સકર ભેળવીને પીવાથી અથવા તેના સુકા પાનનો ઉકાળો કરીને પીવાથી અથવા અરડૂસીના સુકા પાનનું ચૂર્ણ કરીને મધમાં ચાટવાથી કફથી થયેલી ખાંસી, દમ કે તાવમાં ખુબ જ રાહત થાય છે. અરડૂસીના રસ ને ગાયનું માખણ એકત્ર કરી તેમાં ત્રિફળા( હરડે,બહેડા કે આમળા)નું ચૂર્ણ ભેળવીને ચાટવાથી અસ્થમા મટે છે.  અરડૂસીના પાન, હળદર, ધાણા, ગળો, ભારંગમૂળ, પીપર, સૂંઠ અને ભોરીંગણી સમાન ભાગે લઈને તેનો ઉકાળો બનાવીને તેમાં 5 ગ્રામ તીખાનું ચૂર્ણ નાખીને પીવાથી અસ્થમા મટે છે.  અરડૂસીના પાનને સુકવીને તેના પાનની બીડી બનાવીને પીવાથી દમમાં રાહત થાય છે.

રક્તપિત્ત: અરડૂસીના પાનનો ઉકાળો પીવાથી રક્તપિત્ત મટે છે. અરડૂસીના ફૂલને છાયડે સુકવીને તેનું ચૂર્ણ કરી તેને મધ અને સાકર સાથે લેવાથી રક્તપિત મટે છે. .  અરડૂસીના પાન, દ્રાક્ષ અને હરડેના ઉકાળામાં મધ તથા સાકાર નખને પીવાથી ઉધરસ અને ખાંસી મટે છે.

ખાંસી, ઉધરસ: અરડૂસીના પાન 20 ગ્રામ વાટી મધમાં ભેળવીને પીવાથી ઉધરસ મટે છે. અરડૂસીના પાનનો રસ કાઢીને, મધમાં ભેળવીને લેવાથી ઉધરસ અને  આઆઆને તે રસમાં મધ તથા સિંધવ મીઠું ભેળવીને પીવાથી ખાંસી મટે છે.  અરડૂસીના પાન, દ્રાક્ષ અને હરડેના ઉકાળામાં મધ તથા સાકાર નખને પીવાથી ઉધરસ અને ખાંસી મટે છે.

માથાનો દુખાવો: તણાવથી ભરેલા જીવનમાં માથાનો દુખાવો એક સામાન્ય સમસ્યા છે. અરડૂસીના ફૂલને છાયડામાં સુકવીને 1 થી 2 ગ્રામ તેનું ચૂર્ણ બનાવીને તે ચૂર્ણના માપમાં ગોળ નાખીને ખાવાથી માથાનો દુખાવો મટે છે. અરડૂસીના પાંદડાને  છાયડામાં સુકવીને તેની ચા બનાવીને પીવાથી માથાનો દુખાવો મટે છે. આ ચામાં સ્વાદ માટે થોડુક મીઠું પણ નાખી શકો છો.

આંખનો દુખાવો: કોઈ બીમારીની આડ અસરથી કે મોબાઈલ, ટીવી કે કોમ્પ્યુટરની સામે બેસી રહેવાથી આંખનો દુખાવો મટે છે.  અરડૂસીમાં એવા ઔષધિય ગુણ હોય છે જેના લીધે આંખનો સોજો પણ દુર થાય છે.  અરડૂસીના 3 થી 4  તાજા ફૂલોને ગરમ કરીને આંખ પર બાંધવાથી આંખની બીમારી અને આંખનો સોજો દુર થાય છે.

મોઢામાં ચાંદી અને સોજો: મોઢામાં પડેલી ચાંદીને દુર કરવા માટે અરડૂસી ખુબ જ ઉપયોગી છે. આયુર્વેદ મુજબ અરડૂસી ઠંડક ધરાવતી અને ગરમી શાંત કરનારી છે. જેના મોઢામાં ચાંદી પડી હોય તો તેના લક્ષણો ઓછા કરે છે. કોઈ ઈન્ફેકશનના કારણે મોઢામાં ચાંદી પડી હોય અને સોજો રહેતો હોય તો અરડૂસીના 2 થી 3 પાંદડા ચાવીને તેનો રસ મોઢામાં રાખવાથી મોઢાની ચાંદી અને સોજો મટે છે.  અરડૂસીની નાની સડાળીઓનો દાતણમાં ઉપયોગ કરવાથી મોઢાનો રોગ દુર થાય છે.

દાંતના પેઢાના રોગ: પેઢામાં દુખાવો થઇ રહ્યો હોય અને સોજો આવી ગયો હોય તો એના ઈલાજ તરીકે અરડૂસીના ઉપયોગથી આ રોગમાં અને દુખાવામાં છુટકારો મેળવી શકાય છે. અરડૂસીમાં કષાય રસ હોય કે જે દુખાવો અને સોજો અઆવેલો હોય છે જે દુર કરે છે. આ અનુસાર અરડૂસીના ચૂર્ણને દાંત પર ઘસવાથી પાયોરિયા જેવો રોગ પણ નાબુદ થાય છે.

ટીબી (ક્ષય):  ટીબી જેવા ભયંકર રોગમાં પણ અરડૂસી ખુબ જ ઉપયોગી અને તેનો નાશ કરે છે.  ટીબીનો નાશ અને કાયમી નાશ કરવા માટે અરડૂસીના પાનનો 20 ગ્રામ રસ હંમેશા પીવો જોઈએ.  અરડૂસીના પાંદડાનો 20 થી 30 મિલી ઉકાળામાં નાની પીપરનું ચૂર્ણ મેળવીને ભેળવીને પીવાથી ટીબી દુર થાય છે.

તાવ: અસંતુલિત ભોજનના લીધે ઘણી બીમારીઓ થાય છે, જેમા એસીડીટી અને અપચો જેવી સમસ્યાઓનો સમાવેશ થાય છે.  જેમાંથી છુટકારો મેળવવો હોય તો અરડૂસીનું સેવન કરવું જરૂરી છે. અરડૂસીની છાલનું ચૂર્ણ 1 ભાગ, અજમાનું ચૂર્ણ ચોથા ભાગનું, અને આઠમાં ભાગનું સિંધવ મીઠું લીંબુના રસમાં વ્યવસ્થિત વાટીને 1-1 ગ્રામ ગોળીઓ બનાવીને સેવન કરવાથી સવારે અને સાંજે 1 થી 3 ગોળીઓ સવારે અને સાંજે સેવન કરવાથી તાવ મટે છે.

ઝાડા: મસાલેદાર ભોજન લેવાથી અને તળેલું ખાવાથી શરીરમાં ઝાડાની સમસ્યા સર્જાય છે. જો આ ઝાડાની સમસ્યા દુર  થતી હોય તો અરડૂસીના પાંદડાનો 10 થી 20 મિલી  કાઢીને પીવાથી ઝાડાની સમસ્યામાંથી છુટકારો મળે છે. જૂની ઝાડાની સમસ્યા કાયમી રહે છે અરડૂસીના પાનનું ચૂર્ણ સેવન કરવાથી ઝાડા મટી જાય છે.

પેટનો ફૂલાવાનો રોગ જળોદર: પેટમાં પાણી થવા પ્રોટીન દ્રવ્ય વધી જવાને કારણે પેટ ફૂલી જવાની સમસ્યા સર્જાતી હોય છે. આ દર્દ થતું હોય ત્યારે અને પેટ ફૂલી જતું હોય ત્યારે અરડૂસીના પાંદડાનો રસ 10 થી 20 મિલી દિવસમાં 2 થી 3 વખત સેવન કરવાથી પેટની ફૂલી જવાની સમસ્યા દુર થાય છે. પેટમાં વાયુ અથવા ગેસ નાબુદ કરવાના ગુણ અરડૂસી ધરાવે છે. જે ગેસ નાબુદ થતા અને તેને શરીરમાંથી બહાર કાઢતા આ સમસ્યા દુર થાય છે.

ધાધર: ઘણી ચામડીને અને લોહીને ખરાબ કરે તેવી ઝેરી વસ્તુ ખાવાથી અને બીજાના વસ્ત્રો, ક વારંવાર શરીર સંપર્ક કે પથારીનો ઉપયોગ કરવાથી ધાધર જેવી બીમારી લાગે છે.ધાધર એક ફૂગના જીવાણુઓથી થતો રોગ છે. આ રોગને અરડૂસી દ્વારા નાબુદ કરી શકાય છે. અરડૂસીના 10 થી 13 કોમળ તાજા પાંદડા અને 2 થી 5 ગ્રામ હળદર સાથે ગોમૂત્ર અનેં વાટીને લેપ બનાવીને ધાધર પર લગાવવાથી ધાધર મટે છે.

શરીરની દુર્ગંધ: ઘણા લોકોને શરીરમાંથી અસહ્ય દુર્ગંધ આવતી હોય છે, જે વ્યક્તિ પોતાને વાસ આવતી નથી પરંતુ તેની નજીક આવનારી કોઈ વ્યક્તિને દુર્ગંધ આવે છે જેથી તે દુર રહે છે, જયારે વારંવાર નહાવાથી પણ આ સમસ્યા દુર નથી થતી અને તે દુર્ગંધ કે વાસ કુદરતી હોય ત્યારે અરડૂસીના પાંદડાના રસમાં થોડુક શંખચૂર્ણ નાખીને શરીર પર ચોપડવાથી આ  દુર્ગંધ દુર થાય છે.

ટાઈફોડ: અરડૂસી ટાયફોડ દુર કરવાના પણ ગુણધર્મ ધરાવે છે. જેના લીધે ટાયફોડમાંથી રાહત મેળવવા માટે 3 થી 6 ગ્રામ જેટલું અરડૂસીના મૂળનું ચૂર્ણ સેવન કરવાથી ટાઈફોડમાંથી રાહત અપાવે છે. અરડૂસીના પાનનો રસ મધ સાથે પીવાથી પણ ટાઈફોડમાં રાહત અપાવે છે.

ઓરી અછબડા: ઓરીની સમસ્યા થઈ હોય તો અરડૂસીનું 1 પાંદડું લઈને તેમાં મુલેઠી ૩ ગ્રામ બંનેનો ઉકાળો બનાવીને પીવાથી ઓરી અને અછબડા મટે છે, જો ફોડલા નાબુદ ના થઇ રહ્યા હોય તો આ અરડૂસીના પાંદડાને પાણી સાથેં વાટીને લેપ કરવાથી ફોડલાઓ સુકાઈ જાય છે. જો શરૂઆત જ થઇ હોય તો તરત જ સુકાઈ જાય છે અને દુખાવો થતો નથી.

આમ, તાવ, ઉલટી, ડાયાબીટીસ, કોઢ, કમળો, શીળસ, અરુચિ, તરસ,પ્રસવ પીડા, મૂત્ર અને કીડનીના રોગ,  વગેરે રોગ માટે પણ અરડૂસીના પાનના રસનો અને તેના ફૂલના રસનો ઉપયોગ કરવાથી આ રોગમાંથી છુટકારો મળે છે.  આ રીતે આ ઔષધી અનેક રીતે ઉપયોગી છે. આશા રાખીએ કે અરડૂસીના આટલા બધાં મહત્વના ગુણો અને ફાયદા વિશેની આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને જેના લીધે તમને જે પણ સમસ્યા થઇ હોય તેમાંથી છુટકારો મેળવી શકો.

No comments:

Post a Comment

Recommended Jobs