Pages

Recommended Jobs

Search This Website

Friday, September 23, 2022

દાંતનો દુખાવો, દાંત કળવા, દાંતમાં સડો, મોઢામાં દુર્ગંધ ઉપાય

દાંતનો દુખાવો, દાંત કળવા, દાંતમાં સડો, મોઢામાં દુર્ગંધ ઉપાય.



મિત્રો અમે તમને આજે એક દાંત માટેનો સૌથી સસ્તો અને સારામાં સારો ઉપાય બતાવી દેશું. આ પ્રયોગમાં તમારે દરરોજનો 1 રૂપિયો ખર્ચ થાય તેવો આ પ્રયોગ છે. આ પ્રયોગ કરવામાં તમારે એવી કોઈ મોંઘી વસ્તુઓ લાવવાની જરૂર નથી. તમે જાણો જ છો કે આજથી ૧૫૦ થી 200 વર્ષ પહેલા કોઈ દાંતના ડોકટરો નહોતા. ત્યારે કોઈ દાંતની ટુથપેસ્ટ પણ નહોતી. તેમ છતાં પણ તે વખતે છત્રપતિ શિવાજી, મહારાણા પ્રતાપ, ચાણક્ય, મોર્ય વંશજો થઇ ગયા પરંતુ તેમને કોઇપણ પ્રકારની દાંતની તકલીફો નહોતી. તે લોકોના 100 વર્ષ સુધી પથ્થર જેવા મજબુત દાંત રહેતા હતા.

RELATED POSTS

જયારે સમય મળે ત્યારે તમારા પરિવારના આ 7 ટેસ્ટ કરાવી લેજો

સૌ પ્રથમ તમારે બજારમાંથી સિંધવ મીઠું જેને આપણે સેંધા નમક કહીએ છીએ, તથા સરસવ નું તેલ બજાર માંથી લાવવાનું છે. ત્યારબાદ એક વાટકી લેવાની છે અને તેમાં થોડું સિંધવ મીઠું નાખવાનું છે પછી બરાબર મિક્સ થઇ જાય એટલું સરસવનું તેલ નાખવાનું છે. હવે તમારી આંગળીની મદદથી તેને બરાબર મિક્સ કરીને એક સરસ મજાની પેસ્ટ બનાવવાની છે. આ પેસ્ટ બનાવતી વખતે તેમાં તેલ વધુ પ્રમાણમાં દેખાય તો થોડું મીઠું મિક્સ કરવાનું છે અને મીઠું વધારે દેખાય તો તેમાં થોડું તેલ નાખવાનું છે.

પેસ્ટ લગાડવાની ઉત્તમ રીત : આ તૈયાર થયેલી પેસ્ટને દરરોજ સવાર – સાંજ બે ટાઈમ આંગળી વડે દાંતના પેઢામાં ઘસવાની છે જો તમને આંગળી ન ફાવે તો તમે દાંતે ઘસવાની બ્રશનો ઉપયોગ કરી શકો છો. 4 થી 5 મિનીટ આ રીતે દરરોજ સવારે અને સાંજે બ્રશ ઘસશો એટલે તમને ખુબજ ફાયદો થાય છે.

હવે તમારે એક ગ્લાસ પાણી લેવાનું છે અને ગ્લાસ પાણીમાં બજારમાંથી કે કોઈ ગાંધીની દુકાનેથી તમને 20 રૂપિયામાં 1 કિલો ફટકડી મળશે. તમારે ફટકડીનો એક ટુકડો લેવાનો છે અને તે ટુકડાને તમારે પાણીમાં નાખીને ઓગાળી દેવાનો છે ત્યારબાદ ઓછામાં ઓછી એક મિનીટ અને વધુમાં વધુ દોઢ મિનીટ સુધી આ ફટકડીના ટુકડાને પાણીમાં ઓગાળવાનો છે. એક મિનીટ સુધીમાં જેટલો ટુકડો પાણીમાં ઓગળે એટલો ટુકડો પાણીમાં ઓગળવાનો છે અને જેવી એક મિનીટ પૂરી થાય એટલે તે ઓગળવામાં બાકી રહેલો ટુકડો પાણીમાંથી બહાર કાઢી લેવાનો છે.

હવે તમારે આ ફટકડીવાળા પાણીની મદદથી કોગળા કરવાના છે. 4 થી 5 કોગળા કરવાના છે જે લોકોને દાંતની સમસ્યા છે દાંતમાં સડો આવી ગયો છે, દાંત હલતા હોય, દાઢમાં દુખાવો થયો હોય, દાંત પીળા પડી ગયા હોય વગેરે જેવી દાંતને લગતી સમસ્યા હોય તો તમારે દિવસમાં ૩ થી 4 વખત આ પ્રયોગ કરવાથી ફાયદો થાય છે અને ફટકડી વાળા પાણીની મદદથી કોગળા કરવા. આ પ્રયોગ માત્રને માત્ર 4 જ દિવસ સુધી કરશો તો તમને કોઇપણ પ્રકારનો દાંત કે દાઢ નો દુખાવો થશે નહિ.

આમ, અમે તમને ઘરે બેઠા કરી રીતે દાંત કે દાઢને લગતા દુખાવાનો સરળ રીતે ઈલાજ કરી શકાય તેના વિશે જરૂરી એવી માહિતી આપી.

ખાસ નોંધ:- અમારો ઉદેશ્ય તમારા સુધી સારી માહિતી પહોંચાડવા નો છે. તમારી તાસીર અને ડોક્ટરની સલાહ મુજબ ઉપયોગ કરવો


No comments:

Post a Comment

Recommended Jobs