Pages

Recommended Jobs

Search This Website

Tuesday, October 11, 2022

ધાધર, ખરજવું અને ખંજવાળનો કાળ છે આ એક જડીબુટ્ટી જેવી વનસ્પતિ

ધાધર, ખરજવું અને ખંજવાળનો કાળ છે આ એક જડીબુટ્ટી જેવી વનસ્પતિ.

આજે અમે તમને આ લેખમાં એક એવી વનસ્પતિ વિશે માહિતી આપવાના છીએ કે જેનો તમે એક વખત ઉપયોગ કરશો એટલે વારંવાર તેનો ઉપયોગ કરતા રહેશો તેની ગેરંટી છે કારણ કે તેના ફાયદાઓ જ ખુબજ વધુ પ્રમાણમાં જોવા મળે છે. તો ચાલો વાત કરી લઈએ તે વનસ્પતિ વિશે.


આ વનસ્પતિ મુખ્ય ચોમાસાની ઋતુમાં ઉગી નીકળતી હોય છે જો તમને સોજા ચડી જતા હોય તથા ધાધરનો પ્રશ્ન છે તથા ખુબજ ખંજવાળ આવતી હોય તથા તમારા ઢોરને વારંવાર જીવાત પડતી હોય અને તે મરતી જ ન હોય માટે તેના ઈલાજ કરવા માટે આ વનસ્પતીનો ઉપયોગ થાય છે. અનેક રોગો ઉપર અમૃત જેવું કામ કરવા માટે આ વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવે છે.

તો ચાલો જાણી લઈએ આ વનસ્પતિના નામ વિશે તો તેનું નામ છે કીડામારી વનસ્પતિ. આ વનસ્પતિને સંસ્કૃતમાં ધુમ્રપત્રા વનસ્પતિ તરીકે કહેવામાં આવે છે કારણ કે આ વનસ્પતિના પાન ધુમાડા કલરના જોવા મળે છે, આ વનસ્પતિને મરાઠીમાં કીડામાર વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે.

આ છોડ ચોમાસાની ઋતુમાં પુષ્કળ પ્રમાણમાં ઉગી નીકળે છે તેના પાંદડા ગોળ અને ધુમાડો લાગ્યો હોય તેવા કાળાશ રંગના જોવા મળતા હોય છે. તેના ફૂલ કીરંજી જેવા રંગના દેખાય છે અને લાંબી લાંબી દાંડી વાળા દેખાય છે ફળના ડોડવા કદમાં નાના બોર જેવડા દેખાય છે તેના ફળમાં ઉભા આકા હોય છે. આ ફળ જયારે સુકાઈ જાય છે ત્યારે તેની અંદરથી કાળા રંગના બીજ નીકળતા હોય છે. આ વનસ્પતિના પાનનો રસ એકદમ કડવો અને વાસ તેની ઉગ્ર આવતી હોય છે.

કીડામારી વનસ્પતિના ઉપયોગો: આપણા પ્રાચીન આર્યભીષક ગ્રંથ પ્રમાણે વાત કરીએ તો જો નાના બાળકોને કબજીયાત જેવી સમસ્યા એટલે કે તેમને ઝાડો બરોબર ન આવતો હોય તો કીડામારીના પાનને ગરમ કરી લેવાનું છે અને નાના બાળકની નાભી પાસે આ પાન રાખી દેવાનું છે અથવા તો તેની પેડુ ઉપર આ પાન બાંધી દેવાનું છે. આ પ્રયોગ કરવાથી નાના બાળકને કુદરતી રીતે ઝાડો સાફ આવવા લાગશે.

જે લોકોને દાદ, ધાધર, ખુજલી કે ખંજવાળનો પ્રશ્ન હોય તો તેને ઠીક કરવા માટે આ વનસ્પતિ એક અમૃત જેવું કામ કરે છે. જેના ઈલાજ માટે તમારે સૌ પહેલા આ કીડામારી વનસ્પતિના થોડા પાન લઇ લેવાના છે અને તેમાંથી તમારે રસ કાઢી લેવાનો છે આ કાઢેલા રસને તમને શરીરના જે ભાગ ઉપર ખંજવાળ આવતી હોય તે ભાગ ઉપર લગાડવાથી ફાયદો થાય છે કારણ કે આ રસ એ એકદમ કડવો અને ઉગ્ર વાસ ધરાવતો હોવાથી તે ઝડપથી આવતી ખંજવાળને સારી કરી દે છે. આ રસને તમારે સવારે નાઈ ધોઈને લગાડી દેવાનો છે તથા સાંજે એમ દિવસના 2 વખત લગાડવાથી ફાયદો થાય છે.

કીડામારીના છોડ વિશે એવું કહેવામાં આવે છે કે કોઈપણ જીવજંતુ તેમના છોડ નીચેથી જો પસાર થાય તો તે તરત મરી જાય છે તેમજ ઝેરી જીવજંતુ તેમના છોડની નજીક આવતા નથી. કીડામારી માંથી એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરીયલ ગુણો મળી આવવાથી તે ચામડીના રોગમાં ખુબજ ઉપયોગી છે.

તમારા ઘરે ઢોરાંને ચાંદી પડી હોય તો અથવા તો કોઈ જગ્યાએ ઘા વાગ્યો હોય અને તે જગ્યાએ જોવાત પડી હોય તો તે વખતે તમારે આ કીડામારીના પાનને એકઠા કરી તેને છુંદી લેવાના છે અને તેને એકદમ ચટણી જેવું બનાવી લેવાનું છે ત્યારબાદ તમારા ઘરે ઢોરાને જે જગ્યા ઉપર જીવડાં પડ્યા છે તે જગ્યાએ ફક્ત 2 દિવસ મુકવાથી બધા જ જીવડાંનો નાશ થાય છે અને સારામાં સારું પરિણામ મળે છે તથા જે-તે જગ્યાએ વાગેલો ઘા પણ સાવ રુઝાઈ જાય છે માટે જ આ વનસ્પતિ જીવડાને મારતી હોવાથી તેનું નામ કીડામારી વનસ્પતિ પાડવામાં આવ્યું છે.

જો તમને તાવ આવતો હોય અને તે સમયે થોડો લીંડીપીપરનો પાઉડર મિક્સ કરી દ્યો અને થોડો કીડામારીના બીજનો પાઉડર મિક્સ કરીને તેનું 2 થી ૩ ગ્રામ જેટલું સેવન કરવાથી તાવ મટી જાય છે તથા આ વનસ્પતિનો ઉપયોગ ચોરાસીસને મટાડવા માટે પણ કરવામાં આવે છે.

તમને શરીરના કોઇપણ ભાગ ઉપર સોજા પડી જતા હોય તો તેને ઠીક કરવા માટે તમારે કીડામારી વનસ્પતિના પાનનો રસ કાઢીને જે જગ્યાએ સોજા ચડ્યા હોય છે તે જગ્યાએ આ રસનું માલીસ કરવાથી ખુબજ ફાયદો થાય છે.

જે સ્ત્રીઓને માસિકને લીધે દુખાવો થતો હોય તો તે વખતે કીડામારીના પંચાગનો આડો બનાવી 20 થી 30 મિલીગ્રામ લેવાથી દુખાવો મટી જાય છે. કીડામારીની પ્રકુતિ ગરમ હોવાથી જે મહિલાઓ પ્રેગ્નન્ટ હોય છે તેમજ નાના બાળકો તેનો ઉપયોગ કરવો નહિ.

આમ, અમે તમને કીડામારી વનસ્પતિનો ઉપયોગ કરવાથી શું શું ફાયદાઓ થાય છે તેના વિશે જરૂરી એવી માહિતી આપી.

No comments:

Post a Comment

Recommended Jobs