Pages

Recommended Jobs

Search This Website

Tuesday, October 11, 2022

ફક્ત 2 જ મિનીટમાં ગમે તેવો દાંતનો દુઃખાવો થઇ જશે દુર

ફક્ત 2 જ મિનીટમાં ગમે તેવો દાંતનો દુઃખાવો થઇ જશે દુર..

અત્યારે મોટાથી લઈને નાની ઉંમરનાં કોઈપણ વ્યક્તિને દાંત ની સમસ્યા થતી હોય છે દાંતની સમસ્યા જેવી કે દાંતમાં સડો થવો , દાંત પોલા પડી જવા , દાંતમાં દુખાવો થવો તથા દાંત હળવા વગેરે જેવી દાંતને લગતી બીમારી હોય તો તેને મટાડવા માટે અમે તમને આજ દેશી ઉપાયો બતાવી દઈએ જેનાથી તમને દાંતને લગતી તમામ સમસ્યાનો હલ થાય છે અને તામ્ર દાંત પણ એકદમ મજબુત બને છે.

જેમને પણ દાંત નો દુખાવો થતો હોય તેમને જ ખ્યાલ હશે કે કેટલી પીડા થતી હોય છે , દાંત ના દુખાવા ને લીધે તમે વધુ પડતું ઠંડુ કે વધુ પડતું ગરમ પણ તમે ખાઈ શકતા નથી તથા વધુ પડતું ખાટુ કે વધુ પડતું ગળ્યું પણ તમે ખાઈ ના શકો તો આવી બધી સમસ્યાને દુર કરવા માટે અમુક દેશી ઉપાયો વિશે અમે તમને માહિતીગાર કરીએ .

ઉપાય નંબર ૧ : થોડું મીઠું અને મરીના ચૂર્ણ ને ભેગા કરીને તેને પાણી સાથે પીવાથી દાંતના દુખાવા માટે ખુબજ કામ આપે છે . આ બનાવેલા મિશ્રણમાં એન્ટીબેક્ટેરીયલ , એન્ટીઇન્ફ્લામેટરી જેવા ગુણો તેમાં ભરપુર પ્રમાણમાં મળી રહેતા હોય છે . આ બંને પેસ્ટ ને દરરોજ સેવન કરવાથી દાંતની સમસ્યા મટી જાય છે . આ પેસ્ટનો ઉપયોગ કરવાથી પણ દાંતના દુખાવામાં રાહત થાય છે .

ઉપાય નંબર ૨ : લવિંગનું તેલ : જયારે પણ તમને દાંતનો દુખાવો થતો હોય ત્યારે તમારે થોડું લવિંગનું તેલ કાઢી ને જે ભાગ ઉપર અસહ્ય દુખાવો થતો હોય તે ભાગ ઉપર લવિંગ નું તેલ એક રૂના પોતામાં બોળીને પસી દુખાવા વાળા ભાગ ઉપર પોતું મુકવાથી દુખાવો મટી જાય છે અને તમને એક્દમ રાહત થાય છે . એવું કહેવાય છે કે લવિંગનું તેલ એ આયુર્વેદમાં જડીબુટ્ટી સમાન ગણવામાં આવે છે . તથા લવિંગના તેલના થોડા ટીપા એક ગ્લાસ પાણીમાં નાખવાથી અને પસી તેને બરાબર મિક્સ કરીને તેનું સેવન કરવાથી દાંતનો દુખાવો મટી જાય છે અને તમને પીડા સાવ ઓછી થઇ જાય છે .

ઉપાય નંબર ૩ : મીઠાવાળું પાણી : તમને જો સતત દાંતનો દુખાવો થતો હોય તો તેના યોગ્ય ઈલાજ માટે તમારે એક ગ્લાસ પાણીમાં થોડું મીઠું નાખવું અને તેને ગરમ પણ કરવું ત્યારબાદ તે ગરમ કરેલા મીઠાના પાણીથી કોગળા કરવાથી ખુબજ ફાયદો થાય છે તેમજ તમને દાંતનો દુખાવો થતો હોય તો તે પણ જડપથી મટી જાય છે .

દાંતના દુખાવા ને દુર કરવા માટે અલગ અલગ ઘણાબધા ઉપાયો જવાબદાર હોય છે . તમે અમુક ઠંડા પદાર્થોનું સેવન કરશો તો તમને દાંતમાં દુખાવો થવાનું શરુ થઇ જશે .  આ ઉપાયો અજમાવવાથી તમારા દાંતનો દુખાવો સાવ મટી જાય છે .

No comments:

Post a Comment

Recommended Jobs