Pages

Recommended Jobs

Search This Website

Thursday, October 6, 2022

જો નીરોગી રહેવું હોય તો આસો પૂનમ થી કારતક પૂનમ સુધી આ એક ફળ રોજ ખાવુ

જો નીરોગી રહેવું હોય તો આસો પૂનમ થી કારતક પૂનમ સુધી આ એક ફળ રોજ ખાવુ..

મિત્રો આજે મારે તમને વાત કરવી છે એક એવા ફળ વિશે કે જે આસો સુદ પૂનમથી લઈને કારતક સુદ પૂનમ સુધી જો તમે આ ફળનું સેવન કરવાનું શરુ કરી દીધું તો તમને હાર્ટને લગતી કોઇપણ પ્રકારની તકલીફ જોવા મળશે નહિ જેવી કે હદય હુમલો, હદયની કોઇપણ નસ બ્લોકેજ થઇ જવી, હદયનું યોગ્ય રીતે પમ્પીંગ ન થવું, હદયના ધબકારા અચાનક વધી જવા, વગેરે જેવી હદયને લગતી સમસ્યા માંથી મળશે સાવ છુટકારો.


તો ચાલો વાત કરીએ તે આયુર્વેદિક ઝાડ વિશે તેનું નામ છે “વડ” તમે વડનું નામ તો સાંભળ્યું જ હશે અને વડ અત્યારે મોટા ભાગે બધી જ જગ્યાએ જોવા મળતું વૃક્ષ છે એવું ભાગ્યે જ ગામ કે શહેર હશે કે જ્યાં વડ નહિ હોય. આપણે ત્યાં આવતા ધાર્મિક તહેવારો જેવા કે વડ સાવિત્રી વ્રતનું ખુબજ હિદુ ધર્મમાં મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આ વડ સાવિત્રીના દિવસે બહેનો વડનું પૂંજન કરે છે તેની પાછળનું મુખ્ય એક જ કારણ છે વડનું પૂંજન કરવામાં આવે અને વડના ફળનું સેવન કરવામાં આવે તો પતિ પત્નીનું જે દાંપત્યજીવનની જે તંદુરસ્તી છે તે સારી રહેશે અને તમે જો વડના ફળનું કોઇપણ રીતે સેવન કરશો તો તમારું હદય પથ્થર જેવું મજબુત અને નીરોગી રહે છે. વડના ફળને આપણે સૌ “ટેટા” તરીકે ઓળખીએ છીએ. આ ફળ જયારે કાચું હોય છે ત્યારે તે લીલા રંગનું હોય છે અને તે જયારે પાકે છે ત્યારે તે લાલ રંગનું જોવા મળે છે.

વડ પિત્ત, દાહ, તરસ, જવર, શ્વાસ તથા ઉલ્ટીનો નાશ કરનાર છે. વડના પાંદડા યોની રોગ અને મુત્રદોષનો નાશ કરે છે. વડના ફળો ગ્રાહી ગુણ ધરાવે છે. વડના ફળ કફ, પિત્ત અને વાયુનો નાશ કરે છે. વડના પાન પેટ પર બાંધવાથી ફાયદો થાય છે. વડના વૃક્ષને ઝાડા અને મરડાનો શ્રેષ્ઠ માનવામાં આવે છે.

આસો સુદ પૂનમથી લઈને કારતક સુદ પૂનમ દરમિયાન વડ ઉપર સરસ મજાના ટેટા આવી ગયા હોય છે. આ પાકેલા ટેટાને તમે તોડી અને તેને બરાબર સ્વચ્છ પાણીથી ધોઈ અને તેને સાફ કરીને બાળકથી માંડીને છેક ઘરડાં સુધીના લોકોએ ધોઈને તેનું સેવન કરવામાં આવે તો તેને ખુબજ ફાયદો થાય છે આ ટેટાનું સેવન તમે ચા – નાસ્તો કરીને અથવા તો ભૂખ્યા પેટે ગમે ત્યારે કરી શકો છો.

મિત્રો હવે તમને સવાલ થશે કે જયારે વડ ઉપર ટેટા ન હોય ત્યારે શું કરવું ? તો તે સમયે તમારે શું કરવું જોઈએ તેની વાત કરી લઈએ તો તે સમયે તમારે એક પતાસું લેવાનું છે તે પતાસાની અંદર 4 થી 5 ટીપાં વડના દૂધના પાડી તે પતાસું તમારે ખાઈ જવાનું છે. આ પ્રયોગ જો તમે બારેય મહિના શરુ રાખવાથી આપણું જે હાર્ટ છે તેને ખુબજ ફાયદો થાય છે આપણા શરીરમાં છેલ્લા સેલ સુધી લોહીને પહોચાડવાનું કામ આપણું હદય કરે છે જે ટેટા ખાવાથી ખુબજ સારી રીતે કામ કરે છે.

મિત્રો હાર્ટ વિશે તો આયુર્વેદમાં પણ ઉલ્લેખ કરેલો છે કે જેનું હાર્ટ મજબુત તેનું આયુષ્ય પણ મજબુત, લાંબુ અને નીરોગી આયુષ્ય જીવી શકે છે. ઘણાને એવી ખોટી માન્યતા હોય છે કે સ્ત્રીઓ વડનો ઉપયોગ ન કરી શકે પરંતુ તે માન્યતા સાવ ખોટી જ છે કારણ કે આયુર્વેદ એ હાર્ટ ટોનિક છે માટે તેનો ઉપયોગ સ્ત્રી પુરુષ બાળક, વૃદ્ધ બધા જ તેનો ઉપયોગ કરી શકે છે.

વીર્ય રોગ: વડના ટેટા સ્વાદમાં મધુર અને તુરા હોય છે. વડના ટેટા સ્ત્રી અને પુરુષ ને બંને માટે ખાવા યોગ્ય છે. તે વીર્ય વર્ધક અને વીર્યશોધક છે. તેના દુધના ટીપા પતાસા ઉપર લઇ ખાવાથી સ્વપ્ન દોષ, વીર્ય પાતળું એટલે ધાતુનું પાતળું થવું વગેરે સમસ્યા મટી જાય છે. વડના દુધમાં અફીણ તથા જ્જાય્ફ્લ ઘૂંટી, ગોળીઓ બનાવીને લેવાથી વીર્યનું સ્તંભન થા છે. વડનું દૂધ તથા વડની છાલ વીર્ય સ્તંભક અને વીર્ય વર્ધક છે..

અત્યારે ખાસ કરીને વડની સીઝન ચાલે છે માટે તમે ઘરના બારણે અથવા તો ગામના જાપે જ્યાં તમે ટેટો જોવો તો દરરોજ એક ટેટો ખાવાનું રાખો તો તમને ફાયદો થાય છે. જો તમને ટેટો ન મળે તો તમે પતાસા નો અમે તમને પ્રયોગ બતાવ્યો છે તે ખાવાનું રાખશો તો તમને ફાયદો થાય છે અને તમને ભવિષ્યમાં પણ હાર્ટ એટેક, બ્લોકેજ વગેરે જેવા પ્રોબ્લેમ નહિ થાય તથા આ પ્રયોગ તમે કાયમ માટે કરશો એટલે તમને હાર્ટને લગતી કોઇપણ પ્રકારની સમસ્યા નહિ થાય.

આમ, અમે તમને આ માહિતી દ્વારા વડના વૃક્ષનું ફળ ખાવાથી શું શું ફાયદાઓ થાય છે તેના વિશે માહિતી આપી.

No comments:

Post a Comment

Recommended Jobs