Pages

Recommended Jobs

Search This Website

Saturday, October 1, 2022

સવારે ખાલી પેટ ખાય લ્યો માત્ર આ દાણાં, ક્યારેય નહિ થાય કેલ્શિયમની ઉણપ અને સાંધાના દુખાવા

સવારે ખાલી પેટ ખાય લ્યો માત્ર આ દાણાં, ક્યારેય નહિ થાય કેલ્શિયમની ઉણપ અને સાંધાના દુખાવા.

આપણે દરેક વ્યક્તિ સ્વસ્થ રહેવા ઈચ્છીએ છીએ અને દરેક વ્યક્તિને એવું હોય છે કે આપણે હંમેશા એક સ્વસ્થ જીવન જીવીએ. અમે આ લેખમાં એવી એક વસ્તુની વાત લઈને આવ્યા છીએ જેનો ઉપયોગ કરવાથી તમારું જીવન અને તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સ્વસ્થ રહેશે. આજે અમે વાત કરીશું મેથીના પાન અને મેથીના બીજની. મેથી એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ ભારતીય રસોડામાં ઘણા વર્ષોથી કરવામાં આવે છે અને તેનો ઉપયોગ ઘણી બધી સ્ત્રીઓ પોતાના રસોડામાં ખૂબ જ સારી રીતે કરતી હોય છે. મેથી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી પણ માનવામાં આવે છે.

મેથી દાણાના સેવનથી શરીરને થાય આ આદભૂત ફાયદા : મેથી દાણાના ફાયદાની વાત કરીએ તો મેથીમાં ઘણા બધા પ્રકારના ગુણ જોવા મળે છે. મેથીમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન અને એન્ટિઓક્સિડન્ટ જેવા અદભુત ગુણ રહેલા હોય છે. મેથી દાણાનું સેવન કરવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ વધતું નથી અને શરીરમાં રહેલી વધારાની ચરબીને પણ ઓગાળી શકાય છે.


મેથી દાણાનું સેવન કરવાથી ડાયાબિટીસને પણ નિયંત્રણમાં લાવી શકાય છે. મેથી દાણા નું સેવન કરવાથી તેમાં રહેલ હાઈપોગ્લાઈસેમિક ના કારણે આપણા શરીરમાં લોહીની અંદર રહેલ શર્કરાને ઓછી કરવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે.

કેન્સર જેવા ભયંકર રોગ માટે પણ મેથીના દાણા ખૂબ જ મદદરૂપ થાય છે મેથીના દાણા ના ફાયદા ખૂબ જ અદભુત છે તેમાં કેન્સર વિરોધી તત્વો હોય છે અને આમ તે કેન્સર ને આપણા શરીરમાંથી દૂર કરવાનું કામ કરે છે.

વજન ઓછું કરવા માટે મેથી દાણા ખૂબ જ કારગર ઉપાય છે. કારણ કે મેથીમાં ઘણા બધા પ્રકારના પોલિફેનોલ્સ જોવા મળે છે અને તેનાથી ચરબી આપણા શરીરમાં જમા થતી નથી અને વધારાની ચરબીને બાળવાનું કામ કરે છે. મેથીનુંમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે માત્રામાં હોવાથી તેનું સેવન કરવાથી શરીરના હાડકા મજબુત બને છે.

આ રીતે કરો મેથીના દાણા નો ઉપયોગ : સૌપ્રથમ એક ચમચી મેથીના દાણાને પાણીમાં પલાળો ત્યારબાદ તે મેથીને આખી રાત માટે પલળવા દો ત્યારબાદ બીજા દિવસે સવારે તે પાણી સાથે મેથીનું પણ સેવન કરો આમ પાણી તથા મેથીનું ખાલી પેટે સવારે સેવન કરી શકો છો.

મેથી દાણાનો બીજી ઘણી બધી રીતે ઉપયોગ કરી શકાય છે : મેથી દાણા નો ઉપયોગથી હર્બલ ચા બનાવી શકાય છે અને આ હર્બલ ચા બનાવવા માટે સૌપ્રથમ પાણીમાં મેથીના દાણા નાખો અને તેને ઉકળવા દો. મેથી નો કડવો સ્વાદ દૂર કરવા માટે તમે તેમાં લીંબુ અને મધ પણ ઉમેરી શકો છો પરંતુ તેને ગેસ પરથી નીચે ઉતારીને જ ઉમેરવું આમ તમે આ પીણા નું સેવન સવાર સાંજ કરી શકો છો.

બીજી અલગ રીતે મેથીના દાણા નો ઉપયોગ કરવા માટે સૌપ્રથમ મેથીના દાણાને ધીમી આંચ ઉપર તવા ઉપર શેકો ત્યારબાદ તમે આ મેથીદાણા નો ઉપયોગ સલાડ પર અથવા તો બીજી કોઈપણ રીતે કરી શકો છો.

ભોજન બનાવવા માટે પણ તમે મેથી દાણાનો ઉપયોગ કરી શકો છો. તેની માટે સૌપ્રથમ મેથી દાણાને સંપૂર્ણ રાત પાણીમાં પલાળો અને જ્યારે મેથી પલળી જાય ત્યારબાદ તે મેથી દાણાને એક કપડામાં બાંધો, અને જ્યારે તે મેથીના દાણા અંકુરિત થઈ જાય ત્યારબાદ તમે તે મેથી દાણા નું શાક પણ બનાવી શકો છો અથવા તો રોટલી અને પરાઠામાં પણ તેને ખાઈ શકો છો.

આમ, મેથી દાણાના સેવનથી ઘણા ફાયદા થાય છે, પરંતુ જોગ્ય માત્રામાં તેનું હમેશા સેવન કરવું. વધારે માત્રામાં મેથી દાણાના સેવનથી ઘણીવાર શરીરને નુકશાન પણ થઇ શકે છે. ચાલો જાણીએ..આપણે મેથી દાણાના ફાયદાની વાત તો જાણી પરંતુ મેથી દાણાનો વધુ પડતું સેવન કરવાથી આપણને નુકસાન થાય છે મેથી દાણા આપણા પાચનતંત્ર માટે ખૂબ જ અદભુત હોય છે પરંતુ ઘણી બધી વખત તેનું સેવન કરવાથી ઝાડા પણ થઈ જાય છે અને પેટમાં ગડબડ જેવી સમસ્યા ઊભી થઈ જાય છે.

નાના બાળકોને સ્તનપાન કરાવતી મહિલાઓએ પણ મેથી દાણાનું સેવન વધુ કરવું જોઈએ નહીં, તેનાથી માતાનું પેટ ખરાબ થાય છે અને સાથે સાથે બાળકને પણ ઝાડાની સમસ્યા થાય છે.

મેથીમાં એક કુમરીન નામનું તત્વ આવેલું હોય છે અને તે આપણા લોહીને પાતળું કરવાનું કામ કરે છે તેથીજો કોઈ વ્યક્તિના શરીરમાં પહેલેથી જ પાતળું લોહી હોય અને તેઓ જો વધુ પડતું મેથીનું સેવન કરે છે ત્યારે તેમના શરીરમાંથી લોહી વધુ વહી જાય છે.

જે સ્ત્રીઓને ડીલેવરી નો સમયગાળો ખૂબ જ નજીક આવતો હોય તેઓને મેથીનું પાણી પીવડાવવામાં આવે છે અને જેનાથી તેઓને ડીલેવરીનો દુખાવો થાય અને ગર્ભાશયમાં સંકોચન આવી શકે પરંતુ દરેક માતાઓએ ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ કે મેથીનુ વધુ પડતું સેવન કરવાથી ગર્ભપાત પણ થઈ શકે છે. તેથી હંમેશા ડોક્ટરની સલાહ લઈને જ મેથીનું સેવન કરવું જોઈએ.

ઘણા બધા કિસ્સાઓમાં જોવા મળે છે કે તેઓને મેથીનું સેવન કરવાથી એલર્જી થાય છે. આમ આ એલર્જી તેઓને ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. જેમ કે, તેમનો ચહેરો ફૂલી જાય છે અને અલગ અલગ જગ્યાએ સોજા આવી જાય છે. અને આ પ્રકારની પરિસ્થિતિમાં અમુક વખત તેઓ બેભાન પણ થઈ જાય છે, અને તેમને શ્વાસની પણ તકલીફ ઊભી થઈ જાય છે. તેથી ડોક્ટરની સલાહ લઈને તથા સાવચેતી પૂર્વક મેથીનું સેવન કરવું જોઈએ.

No comments:

Post a Comment

Recommended Jobs