Pages

Recommended Jobs

Search This Website

Saturday, October 1, 2022

બારેમાસ મળતું આ શાક ફકત તમે એકવખત ખીચડીમાં નાખીને ખાશો તો કોઈ દિવસ બીમાર નહિ પડો

બારેમાસ મળતું આ શાક ફકત તમે એકવખત ખીચડીમાં નાખીને ખાશો તો કોઈ દિવસ બીમાર નહિ પડો.

મિત્રો આજે મારે તમને આ બારેમાસ મળતા શાકના ફળને જો તમે તમારા ઘરે બનાવેલી ખીચડીમાં નાખીને ખાઈ જશો તો તમને ખુબજ ફાયદો થશે.

ગલકુ અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે માટે તેમને ખુબજ સારા એવા પ્રમાણમાં મળી રહે છે પરંતુ ગલકુ તો તમને બારેમાસ પણ મળી રહેતું હોય છે ગલકુ એ પિત્ત નાશક છે અને તે વાયુનો પણ નાશ કરે છે કારણ કે ગલકુ ખુબજ ગુણકારી હોય છે.


મિત્રો ગુજરાતમાં વસતા ગુજરાતીનું એવું એકોઈ ઘર નહિ હોય કે જેમને ઘરે વધારેલી ખીચડી ન બનતી હોય દરેક ના ઘરે ખીચડી તો બનતી જ હોય છે હવે તમે આ ખીચડી બનાવો છો તેમાં તમારે બીજું કઈ નથી કરવાનું ફકત ગલકાના નાના નાના ટુકડા કરીને ખીચડી સાથે મિક્સ કરી દેવાના છે અને ત્યારબાદ આ બનાવેલી ગલકા વાળી ખીચડી ખાવાની છે.

ગલકું એ ત્રિદોષ શામક તો છે જ તે અને તેની સાથે સાથે તમારી ડાઈજેશન સીસ્ટમને રાખે છે સાવ નિયંત્રણમાં આ ઉપરાંત ગલકામાં સારા એવા પ્રમાણમાં ફાઈબર મળી રહે છે તથા રેસાનું પ્રમાણ પણ સારા એવા પ્રમાણમાં મળી રહેતું હોવાથી ખુબજ ફાયદો કરે છે. ગલકુ કબજીયાત ને પણ મટાડવાનું કામ કરે છે.

તમે મિત્રો આજ થી જ નક્કી કરી લ્યો કે વધારેલી ખીચડીમાં એક ગલકુ તો નાખવું જ તેનાથી તમારા સ્વાસ્થ્ય માટે તે ખુબજ ફાયદો કરે છે. આ આ પ્રયોગ કરવાથી તમારું પેટ થઇ જાય છે એકદમ સાફ. ગલકુ અમૃત સામન ગુણો ધરાવે છે પરંતુ આપણ ને સસ્તું મળતું હોવાથી તેની આપણે વેલ્યુ કરતા નથી.

તમે બની શકે તો બારે મહિના મળતા આ શાકનો ઉપયોગ કરો અને જેમ બને તેમ ગલકુ આપણા પેટમાં જાય એવા પ્રયત્નો કરો જેનાથી તમારા સ્વાસ્થ્ય ને સારો એવો ફાયદો થાય છે.

ગલકા તાવ મટાડે છે : મિત્રો જો તમને તાવ આવતો હોય તો તમે ગલકાનું સેવન કરશો તો તેનાથી તમારો તાવ એકદમ સારો થઇ જાય છે કારણ કે ગલકાનું સેવન કરવાથી તે શરીરના થતો પિત્તનો પ્રકોપ દુર કરે છે અને શરીરને ઠંડક આપે છે.

કફ મટાડે છે ગલકા : કફને લીધે હેરાન અને પરેશાન થતા લોકો દવાઓ લઈને થાકી ગયા હોવા છતાં પણ તેમને કફ સારો ન થતો હોય તો ગલકાનું તે નિયમિત સેવન કરવાનું શરુ દે તો ફેફસામાં જમા થયેલો કફ છુટો પડે છે અને બહાર નીકળી જાય છે અને તમે રાહત અનુભવો છો.

પિત્તનો પ્રકોપ દુર કરે છે ગલકા : જો તમારો કોઠો પિત્ત વાળો થઇ ગયો હોય અને સતત પિત્તને લીધે તમને રોગો ઉત્પન્ન થતા હોય તો તેને ઠીક કરવા માટે ફાયદો કરે છે ભાદરવા મહિનામાં સૌથી વધુ પિત્તનો પ્રકોપ થતો હોય છે અને તે પિત્ત સામે રાહત મેળવવા માટે ગલકાનું સેવન કરશો તો તેનાથી ફાયદો થાય છે.

વજન ઘટાડે છે ગલકા : જો તમે વધુ પડતા વજન વધવાથી પરેશાન છો તો ગલકાનું સેવન કરવાથી વધતા વજનમાં ઘટાડો થાય છે કારણ કે ગલકાનું ઝડપથી પાચન થતું હોય છે અને હોજરીને ફાયદો કરે છે

સોજા દુર કરે છે ગળાકાના લીલા પાન : જો તમને શરીરના કોઇપણ ભાગ ઉપર સોજો ચડી ગયો હોય તો તે સોજાવાળા ભાગ ઉપર ગલકાના પાનને વાટીને તેનો પેસ્ટ સોજાવાળા ભાગ ઉપર લગાડવાથી ફાયદો થાય છે અને સોજો દુર કરે છે.

આમ, અમે તમને આ લેખ દ્વારા જો તમે તમારા ઘરે બનતી ખીચડીમાં ગલકુ નાખીને તેનું સેવન કરશો તો તેનાથી શું શું ફાયદાઓ થાય છે તેના વિશે જરૂરી એવી તમને માહિતી આપી.

No comments:

Post a Comment

Recommended Jobs