Pages

Recommended Jobs

Search This Website

Wednesday, October 19, 2022

ભોજન પછી તરત જ આ 1 દાણો બરાબર ચાવી ને ખાઈ લો અને જુવો પછી તેની કમાલ

 ભોજન પછી તરત જ આ 1 દાણો બરાબર ચાવી ને ખાઈ લો અને જુવો પછી તેની કમાલ

 
આજે અમે તમને એક એવી સરસ મજાની માહિતી આપવા માટે જઈ રહ્યા છીએ કે જેનો તમે ઉપયોગ કરશો એટલે તમને સારા એવા પ્રમાણમાં ફાયદાઓ કરશે. આજે મારે તમને એક એવા સુકા ફળ વિશે માહિતી આપવી છે કે જે આપણા બધાના રસોડામાં બહુ સરળતાથી મળી રહે છે. તે પણ સાવ સસ્તી કિંમતે મળે છે આપણે તેના ઉપયોગો વિશે જાણતા નથી તેથી તેનું મહત્વ પણ આપણે સમજતા નથી.


ઈલાયચીમાં જોવા મળતા મુખ્ય પોષકતત્વો : ઈલાયચીમાં ખાસ કરીને કાર્બોહાઈડ્રેટ, ડાયેટરી ફાઈબર, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન અને ફોસ્ફરસ સારા એવા પ્રમાણમાં મળી રહે છે.

ઈલાયચી

હવે તે સુકાફળ વિશે માહિતી મેળવી લઈએ આપણે સૌ ઈલાયચી વિશે તો જાણતા જ હોઈએ છીએ કે ઈલાયચીનો અલગ અલગ ઘણી બધી રીતે અને ઘણીબધી વસ્તુ બનાવવા માટે વાપરતા હોઈએ છીએ. ઈલાયચીને લગ્ન જીવન સુખી રાખવા માટે એક ઉત્તમ ઔષધી તરીકે માનવામાં આવે છે. ઈલાયચીમાં સારા એવા પ્રમાણમાં પોષકતત્વો મળી રહેતા હોવાથી તે તમને ખુબજ ફાયદો કરે છે. ઈલાયચીનું સેવન કરવાથી મગજ શાંત રહે છે.

ઈલાયચીને મસાલાઓની રાણી કહેવામાં આવે છે જો તમે તેનું સેવન કરશો તો તમને સ્વાસ્થ્યને લગતી કોઇપણ પ્રકારની સમસ્યા રહેતી નથી. આ ઉપરાંત ઈલાયચી પાચનશક્તિને મજબુત કરવાનું કામ કરે છે.

બ્લડ પ્રેશરને ઠીક કરે છે : જો તમે ઈલાયચીનું નિયમિતપણે સેવન કરશો તો બ્લડપ્રેશરની સમસ્યામાંથી સાવ છુટકારો મળે છે તથા જો તમને બ્લડપ્રેશર વધારે હશે તો તેને કંટ્રોલ કરશે અને બલ્ડપ્રેશર લો હશે તો તેને પણ કંટ્રોલ કરી દેશે.

નપુંસકતા દુર કરે છે : પુરુષોએ રાત્રે સુતા પહેલા જો આ રીતે દરરોજ ઈલાયચી ખાવાનું શરુ કરી દે તો તેમને નપુંસકતા ક્યારેય પણ આવતી નથી તથા જે પુરુષ નપુંસકતાથી પરેશાન છે અથવા તો તેનાથી પીડાઈ રહ્યા છે તો તેને રાહત પણ રાહત મળે છે.

વાળને લગતી સમસ્યા દુર કરે છે : એલચીના તેલને વાળની ચમક વધારવા માટે ઉત્તમ ગણવામાં આવે છે તે વાળને મુલાયમ અને રેશમી બનાવશે તમે તમારા માથામાં નાખવાના તેલને એક કલાક પહેલા તમારા વાળમાં એલચીના તેલથી માલીશ કરીને એક કલાક પહેલા તમારા માથાના વાળમાં લગાડવાથી માથામાં થઇ ગયેલા નિર્જળ વાળ મુલાયમ બને છે.

ફૂલેલા પેટને મટાડે છે : જો તમારું પેટ ફૂલી ગયું છે અને તેને તમે અંદર કરવા માંગો છો તો દરરોજ રાત્રે 2 એલચી ખાઈને ગરમ પાણી પીવાથી તથા તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામીન B1, તથા વિટામીન B6 અને વિટામીન C જેવા ફળો એલચી માંથી ભરપુર પ્રમાણમાં જોવા મળે છે.

માનસિક તણાવ દુર કરે છે : તમે દરરોજ ઇલાયસીનું સેવન કરશો તો તેનાથી તમને માનસિક તણાવ હશે તો તેને પણ દુર કરવા માટે ફાયદો અને ઉપયોગ થશે. તેના ઈલાજ માટે તમારે થોડું ગરમ પાણી કરવાનું છે અને તેમાં ઈલાયચીના દાણા નાખીને તે ઉકાળો જો તમે દરરોજ સવારે પીશો તો માનસિક બીમારીઓ સાવ દુર થાય છે.

ગળામાં આવેલો સોજો મટાડે છે : જો તમને ગળામાં કોઇપણ કારણોસર સોજો આવી ગયો હોય તો તેને ઠીક કરવા માટે ઈલાયચીનો ઉપયોગ કરવામાં આવે છે તમે થોડી ઈલાયચી લો અને તેના દાણા કાઢીને તેને વાટી લઈને તેના ભૂકાને મુળીના પાણીમાં નાખીને તેનું સેવન કરવાથી ખુબજ ફાયદો થાય છે.

આપણે ઘરે સેવ, ગરમાગરમ ચાઈ, માવો બનાવવા માટે, શીરો, રવો વગેરે વસ્તુ બનાવવા માટે આપણે ઈલાયચીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તમે જાણો જ છો કે ઈલાયચી વગરનો શીરો ખાવામાં બહુ સારો ન લાગે. ઈલાયચીને દરેક વસ્તુમાં સુગંધ વધારવા માટે ઉપયોગ કરવામાં આવે છે તેવું જરૂરી નથી પરંતુ ઈલાયચીમાં પાચકરસો ભરપુર પ્રમાણમાં હોવાથી તે શરીરમાં ખાધેલો ખોરાક પચાવવા માટે એક ઉત્તમ પ્રકારનું ઓસડીયુ સાબિત થાય છે.

ઉલટીમાં ફાયદો કરે છે : જો તમને ઉલ્ટી અથવા તો ઉબકા આવતા હોય તો 5 ગ્રામ જેટલી ઈલાયચી લઈને તેને અડધો લીટર જેટલા પાણીમાં ઉકાળીને ગરમ કરીને તેનું સેવન કરવાથી આવતી ઉલટી સાવ બંધ થઇ જાય છે.

તમે જમ્યા પછી મુખવાસમાં ઈલાયચીનું સેવન કરશો એટલે તે ખાધેલો ખોરાક પચાવવા માટે ખુબજ ફાયદો કરે છે. આપણે ત્યાં પણ ઘરે મહેમાન આવે એટલે તેને જમ્યા પછી મુખવાસ તરીકે ઈલાયચી, ધાણાદાળ, લવિંગ, વરીયાળી વગેરે વસ્તુ આપતા હોઈએ છીએ.

મોઢામાં આવતી દુર્ગંધ મટાડે છે : જો તમારા મોઢામાંથી દુર્ગંધ આવતી હોય તો તેને ઠીક કરવા માટે થોડા ઈલાયચીના દાણા તમે તમારા મોઢામાં મૂકી રાખશો તો તમને તેના લીધે ખુબજ ફાયદો થાય છે.

તમે જમ્યા પછી મુખવાસ તરીકે ગુટખા, માવો, તંબાકુ વગેરે વસ્તુનું સેવન કરતા હોવ પરંતુ એ સેવન કરવા કરતા ધાણાદાળ, વરીયાળી, ઈલાયચીનું સેવન કરશો તો ખુબજ ફાયદો થાય છે. તમે જમો છો ત્યારે ઈલાયચીનો એક એક કણ તમારે ચાવી ચાવીને ખાઈ જવાનો છે અથવા તો તે ઈલાયચીના દાણાને ગળી જશો તો પણ ચાલશે.

તમે જમ્યા પછી 1 એક ઈલાયચીનું સેવન કરશો એટલે તે એક પ્રકારે બુસ્ટરનું કામ કરશે માટે તે ખાધેલા ખોરાકને પચાવવા માટે કામ કરે છે. માટે તમારે બપોરે જમ્યા પછી અને રાત્રે જમ્યા પછી એક દાણો ઈલાયચીનો ખાઈ જવાથી ફાયદો કરે છે. તમે કાયમ માટે એક ઈલાયચીનો કણ ખાશો તો તમને ખુબજ ફાયદો કરે છે. તમે તમારા ઘરે રહેલા બાળકોમાં પણ આ રીતે એક ટેવ પાડી દ્યો કે તે પણ એક દાણો ઈલાયચીનો ખાઈ લેવાથી ક્યારેય પણ પાચનને લગતો પ્રશ્ન નહિ જોવા મળે.

આ પ્રયોગ તમે નિયમિત કરશો એટલે તમારી ઘડપણમાં પણ પાચન શક્તિ સારી રહેશે લાંબા સમય સુધી તમને પાચનને લગતા કોઇપણ પ્રકારના પ્રશ્નો નહિ થાય.

આમ, અમે તમને આ લેખ દ્વારા ઈલાયચીનું સેવન કરવાથી કેવા કેવા ફાયદાઓ થાય છે તેમજ મુખવાસ તરીકે ઈલાયચી શા માટે ખાવી જોઈએ ? તેના વિશે તમને જરૂરી એવી માહિતી આપી.

No comments:

Post a Comment

Recommended Jobs