Pages

Recommended Jobs

Search This Website

Tuesday, September 27, 2022

શું તમારા બાળકને મોબાઈલ જોતા જોતા જમવાની આદત છે, તો થઇ જાવ સાવધાન

શું તમારા બાળકને મોબાઈલ જોતા જોતા જમવાની આદત છે, તો થઇ જાવ સાવધાન.

નમસ્કાર મિત્રો, આજના આ આર્ટીકલમાં વાત કરવાના છીએ બાળકને મોબાઈલ જોવાની આદતથી શું થાય છે અને કેવી રીતે આ આદતને છોડાવવી તેના વિષે. આજના આ વ્યસ્તતા ભરેલા યુગમાં પેરેન્ટ્સ પાસે એટલો સમય નથી કે બાળકને લાડ લડાવીને ભોજન કરાવે. માં-બાપના પ્રેમ અને લાડની જગ્યા મોબાઈલે લઇ લીધી છે. આજના પેરેન્ટ્સ પોતાની શાંતિ માટે બાળકને મોબાઇલ આપી દે છે જેથી બાળક કોઈ પણ નખરા કે તોફાન કર્યા વગર ચુપ ચાપ મોબાઇલ જોતા જોતા જામી લે છે જે અમુક સમયે ખુબ જ ખતરનાક સાબિત થઇ શકે છે.


જાણો મોબાઈલની લત બાળકો માટે કેટલી છે જોખમી ? : જયારે બાળક મોબાઈલમાં જોતા જોતા ભોજન કરે છે ત્યારે તેને ભોજનની ઓળખ જ રહેતી નથી અને જરૂરિયાત કરતા ઓછુ અથવા વધારે ભોજન આરોગી શકે છે. ઘણી વાર બાળકને મોબાઈલ ન મળતા ભોજન પણ નથી કરતુ અને ચીડિયું પણ બની જાય છે.

મોબાઈલમાં જોતા જોતા જમવાની આદત બાળકની બોલવાની ક્ષમતાને પ્રભવિત કરે છે. મૂંગા મોઢે બાળક ભોજન કરતુ હોવાથી તેની બોલવાની ક્ષમતા પ્રભાવિત થાય છે. જયારે બાળક આખો દિવસ મોબાઈલ જોયા કરે ત્યારે તેની ઉત્સુકતા ઓછી થઇ જાય છે કારણ કે તેના મનમાં ઉદ્ભવતા સવાલોના જવાબ મળી શકતા નથી.

જયારે બાળક નિરંતર લાંબા સમય સુધી મોબાઈલ જોયા કરે છે ત્યારે તેની આંખોમાંથી પાણી નીકળે છે અને દ્રષ્ટી નબળી પડવાની સાથે ડ્રાયનેસ ની સમસ્યા રહે છે. બાળક મોબાઈલમાં વ્યસ્ત હોવાને કારણે યાદશક્તિ નબળી પાડવા લાગે છે અને રમત ગમત માં ઓછુ ધ્યાન આપવાની સાથે ચીડિયું બની જાય છે. જયારે વધારે પડતી મોબાઈલ જોવાની આદત પડી જાય છે ત્યારે તે તેના પર કંટ્રોલ પણ કરી શકતું નથી અને ઊંઘ પણ ઓછી લે છે.

બાળકોને મોબાઈલની આ ટેવ માટે માતા-પિતા જ જવાબદાર છે : આજ કાલના સમયમાં માતા પિતા બંને નોકરી કરતા હોય છે અને બાળક પર ધ્યાન આપી શકતા નથી. જયારે પહેલાના સમયમાં બાળકોને દાદા-દાદી વાર્તા સંભળાવી લાડ લડાવીને જમાડતા અને બાળકને પ્યાર આપતા પરંતુ આ બધાની જગ્યા હવે મોબાઇલે લઇ લીધી છે. મોબાઈલમાં બાળકો એટલા વ્યસ્ત થઇ ગયા છે કે તેમને એ પણ ભાન નથી રહેતું કે તેને શું પીરસાઈ રહ્યું છે.

આજના આ સમસ્યામાં માતા-પિતા એટલા વ્યસ્ત બની ગયા છે કે તે બાળકને ભોજન કરાવવાની જવાબદારી છે એવું નહિ પણ તેને પોતાની ડ્યુટી સમજી રહ્યા છે. જયારે બાળક જમતું નથી ત્યારે માતા-પિતા જ બાળકને અન્ય કોઈ વાત કહેવાને બદલે મોબાઈલ આપીને ચુપ કરાવી જમાડે છે. જેથી બાળકને સમય જતા મોબાઈલની આદત પડી જાય છે અને મોબાઈલ વગર કોઈ પણ એક્ટીવીટી કરતુ નથી. જે બાળક પર ખુબ જ ગંભીર અસર પાડે છે.

આ રીતે તમારા બાળકોને મોબાઈલથી રાખો દુર : એક માં-બાપ હોવાના નાતે તમે ગમે તેટલા વ્યસ્ત હોવ પરંતુ બાળકને જમવા માટે મોબાઈલના ભરોસે ક્યારેય ન રહો અને પોતાના હાથથી જ બાળકને ભોજન કરાવો. બાળક જમતું ન હોય તો તેને વાર્તા સંભળાવી ભોજન કરાવો જેથી તેની જીજ્ઞાસા જળવાઈ રહે અને બાળક પ્રેમથી ભોજન કરશે.

બાળક સાથે દિવસ દરમિયાન હંમેશાં થોડો ટાઇમ કાઢીને પસાર કરો, તેની સાથે વાતો કરો, તેને આનંદ કરાવો, તેની સાથે બાળક બનીને રમો, મસ્તી કરો જેનથી તેની મોબાઈલ પ્રત્યેનો લગાવ ઘટશે. અને હા બાળક સામે પેરેન્ટ્સે પણ બને એટલો મોબાઈલનો ઉપયોગ ઓછો કરવો જેથી તે પણ મોબાઈલની જીદ નહિ કરે. બાળકને નવી નવી વાતો શીખવાડવા માટે ગેજેટ્સને બદલે પુસ્તકની મદદ લેવી વધારે લાભદાયી બનશે.

આમ, તમારા બાળકને જમતા જમતા મોબાઈલની આદત છોડાવી શકો છો. બાળકના મોબાઈલના વધારે પડતા ઉપયોગને પણ ઘટાડી શકો છો અને બીજી અન્ય એક્ટીવીટીમાં ધ્યાન અપાવી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમારું બાળક મોબાઈલ વધારે પડતા ઉપયોગથી દુર રહે. આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનંતી.

No comments:

Post a Comment

Recommended Jobs