Pages

Recommended Jobs

Search This Website

Tuesday, September 27, 2022

ઈંડા અને માસ કરતા 10 ગણી શક્તિશાળી છે આ સાત વસ્તુઓ

ઈંડા અને માસ કરતા 10 ગણી શક્તિશાળી છે આ સાત વસ્તુઓ.

હાલના સમયમાં લોકો શરીરમાં તાકાત અને સ્ફૂર્તિ જાળવી રાખવા માટે નોન વેજનો સહારો લેતા હોય  છે, પણ શાકાહારી લોકો માટે અહી એવી સાત પ્રકારની વસ્તુ આપવામાં આવી છે કે જેમાં પ્રોટીનનો ભંડાર છે તેમજ બોડી બનાવવા માંગતા લોકો માટે પણ આ વસ્તુ ખુબ જ ઉપયોગી સાબિત થતી હોય છે.

મગની દાળ: શાકાહારી લોકો માટે પ્રોટીનનો સૌથી સારો સ્ત્રોત છે મગની દાળ. મગની દાળ પ્રોટીન, આયર્ન અને પ્રોટીનથી ભરપુર હોય છે. દાળને ઉકાળ્યા બાદ તેમાં વિટામીન જળવાઈ રહે છે. દાળમાં એન્ટી ઓક્સીડેંટ હોય છે જેના પરિણામે રોગ પ્રતિકારક શક્તિ પણ ધરાવે છે. દાળના અડધા કપમાં 7.3 ગ્રામ પ્રોટીન હોય છે. જેમાં 100 ગ્રામ મગની દાળમાં 24 ગ્રામ પ્રોટીન હોય છે.


મગની દાળ પોષકતત્વો ધરાવે છે. આ માટે મગની દાળના સેવનથી શરીરમાં જરૂરી હોય તેવા તત્વોની ઉણપને નિવારી શકાય છે. મગની દાળ પલાળીને ગરમ કરીને પીવાથી શરીરમાં ખુબ જ ઉર્જા મળે છે. મગની દાળનું સેવન શરીર પરના વધતી ઉમરના લક્ષણો તેમજ કરચલીઓ મટાડે છે. મગની દાળ હ્રદયની રક્ષા કરે છે. બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખે છે. વજન ઓછુ કરે છે. કેન્સર સામે પણ લડવામાં મદદ કરે છે. રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.પાચન તંત્ર મજબુત બનાવે છે. આંખના રોગ સામે રક્ષણ આપે છે. વાળનું સ્વાસ્થ્ય જાળવી રાખે છે.

સોયાબીન: સોયાબીન અન્ય વનસ્પતિ કરતા સૌથી વધારે પ્રોટીન ધરાવતી વનસ્પતિ કઠોળ પાક છે. જેમાં મીટ અને ઈંડાથી વધારે પ્રોટીન હોય છે. સા સિવાય સોયાબીન 100 ગ્રામ સોયાબીનમાં 50 ગ્રામ પ્રોટીન હોય છે. પ્રોટીન સિવાય સોયાબીનમાં વિટામીન બી કોમ્પ્લેક્સ અને વિટામીન ઈ અને ખનીજ પદાર્થો હોય છે. 100 ગ્રામ સોયાબીનમાં 50 ગ્રામ પ્રોટીન હોય છે.

જેના લીધે તેને ઈંડા કરતા પણ શક્તિશાળી ગણવામાં આવે છે. સોયાબીનમાં ફાઈબર અને પોટેશિયમ સારી માત્રામાં હોય છે માટે તે પાચન માટે પણ ખુબ જ ઉપયોગી છે. સોયાબીનથી વ્યક્તિ  શારીરિક અને માનસિક રીતે પણ સ્વસ્થ રહે છે. સોયાબીનની અંદર ભરપુર માત્રામાં લોહ તત્વ હોય છે, જેના લીધે સોયાબીનનું સેવન કરવાથી એનીમિયા જેવા રોગ થતા નથી અને હિમોગ્લોબીન વધે છે તેમજ લોહીને પણ વધારે છે. લોહીના કોલેસ્ટ્રોલ ઘટાડીને લોહીના પરિભ્રમણને કન્ટ્રોલ કરે છે. તેમજ આંખો માટે પણ ઉત્તમ છે. કારણ કે તે વિટામીન ઈ ધરાવે છે.

સોયાબીનના તેલનો ઉપયોગ કરવાથી વેટ લોસ કરવામાં ફાયદો રહે છે. સોયાબીન માનસિક રોગો સામે રક્ષણ આપે છે, હ્રદય રોગના જોખમે ઓછુ કરે છે. કોલેસ્ટ્રોલ ઘટાડે છે. હાડકા મજબુત કરે છે. પેટના કૃમિનો નાશ કરે છે. ડાયાબીટીસ અને વાની તમામ તકલીફોમાં ખુબ જ ઉપયોગી થાય છે. આ સિવાય મૂત્ર રોગ તેમજ પ્રજનન તંત્ર રોગમાં પણ ફાયદો કરે છે.

કાજુ: કાજુમાં ઘણા તત્વો હોય છે અને વજન વધારવા માટે ખુબ જ ઉપયોગી છે. કાજુમાં પ્રોટીન પણ ભરપુર માત્રામાં હોય છે. 100 ગ્રામ કાજુમાં લગભગ 553 કેલોરી અને 44 ગ્રામ ફેટ અને 18 ગ્રામ પ્રોટીન હોય છે. જેથી તે શરીર માટે ખુબ જ ઉપયોગી છે.

મગફળી: મગફળીમાં પ્રોટીન, ફાઈબર અને મેગ્નેશિયમ વધારે હોય છે. સંસોધનો બતાવે છે કે મગફળીથી વજન ઘટાડી શકાય છે. મગફળીના બટરમાં પણ પ્રોટીન વધારે પ્રમાણમાં હોય છે. આ પ્રોટીનના પરિણામે શરીરમાં ફાયદો મળે છે. 100 ગ્રામ મગફળી ખાવાથી આપણને 25 ગ્રામ પ્રોટીન મળે છે.

મગફળીના સેવનથી લોહીની ઉણપ રહેતી નથી, મગફળીના સેવનથી વધતી ઉમરના લક્ષણો અને કરચલીઓ દુર થાય છે. મગફળીના આવેલા વિટામીનથી હાડકાઓ મજબુત બને છે. મગફળીનું સેવન સ્ત્રીઓમાં ગર્ભમાં વિકસી રહેલા બાળકનો વિકાસ સારો થાય છે. મગફળ પાચનતંત્ર સંબંધી તમામ સમસ્યાઓને દુર કરે છે.

દૂધ: દૂધના સેવનથી ઘણા બધાં રોગ અટકે છે અને તે સિવાય દૂધનો ઉપયોગ દવા તરીકે કરવાથી પણ ઘણા સ્વાસ્થ્ય લાભો થાય છે. દુધમાં ઈંડામાં રહેલા કેલ્શિયમ કરતા વધારે પ્રમાણમાં કેલ્શિયમ આવેલું હોય છે. શરીરમાં દાંત અને હાડકા મજબુત કરવા તેમજ હાડકાના વિકાસ માટે દૂધનું સેવન કરવું જરૂરી છે. આહારમાં દૂધ લેવું આરોગ્ય માટે લાભપ્રદ છે.

દૂધનું સેવન કરવાથી પેટના દુખાવા ફાયદો થાય છે. ચામડી પરના લક્ષણો અને રોગો સામે દુધથી ફાયદો મળે છે. દૂધ શરીરમાં લોહીની શુદ્ધિ કરે છે, જેથી ચામડીના રોગ મટે છે. પાચન તંત્રમાં પણ દુધથી ફાયદો રહે છે. સ્ત્રીઓમાં માસિક સંબંધી સમસ્યામાં દૂધ ઉપયોગી છે. સાંધાના દુખાવાની સમસ્યામાં દૂધ ઉપયોગી છે. દૂધ ચહેરા પરની ગ્લો વધારે છે. દૂધના સેવનથી દમ કે અસ્થમાના રોગમાં રાહત રહે છે.

બદામ: બદામ ઉપલબ્ધ સ્વાસ્થ્યપ્રદ અનાજોમાથી એક છે. તે સ્વસ્થ ફાઈબર, મેગ્નેશિયમ, મેંગેનીઝ, થાયમીન (વિટામીન બી 1) અને ઘણા પોષક તત્વો પ્રદાન કરે છે.  બદામમાં ફેટની સાથે ભરપુર પ્રોટીન પણ હોય છે. લગભગ 100 ગ્રામ બદામમાં 21 ગ્રામ પ્રોટીન મળી આવે છે. જેનાથી બદામ દ્વારા તણાવ અને કબજિયાત જેવી સમસ્યાઓ માટે બદામ ફાયદો કરે છે.  બદામ કેન્સર, ગર્ભાવસ્થા, દાંતની નબળાઈ, કોલેસ્ટ્રોલ ઘટાડવા, પાચન તંત્ર સંબંધી સમસ્યાઓ, સ્નાયુ મજબુત બનાવવા, વૃધત્વના લક્ષણોને ઘટાડે છે. શરીર પરની તમામ કરચલીઓ દુર કરે છે.

બ્રોકલી-કોબીજ: બ્રોકલીમાં ખુબ જ પોષણ હોય છે, તેમાં વિટામીન સી, ફાઈબર અને પ્રોટીનથી  ભરપુર હોય છે. બીજ  શાકભાજીની સરખામણીએ વધારે પ્રોટીન ધરાવે છે. એક કપ બ્રોક્લીમાં 3 ગામ પ્રોટીન હોય છે. માટે બ્રોકલી ખુબ જ ઉપયોગી શક્તિનો સ્ત્રોત છે.

ચણા: ઈંડાની સરખામણીએ વધુ ફાયદો કરે છે. શાકાહારી માટે ચણા સારો પ્રોટીનનો સ્ત્રોત છે. પ્રોટીન સિવાય પણ તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફોલેટ જેવા ન્યુટ્રીએન્ટ હોય છે જે હ્રદયની બીમારીમાં અને લોહીના દબાણને નિયંત્રિત કરે છે, ચણાનું સેવન કરવાથી પેશાબ સરળતાથી આવે છે અને બળતરા પણ થતી નથી. ચણાનું સેવન કરતા પહેલા પાણીમાં પલાળતા તેની ગુણવત્તા વધે છે. આ પલાળેલા ચણાનું સેવન કરતા શરીરમાં શક્તિ મળે છે.

શરીરને સ્ફુર્તીવાળું અને તાકાતવાન બનાવવા માટે ચણા ખુબ જ ઉપયોગી છે. ચણામાં આવતા લોહ તત્વ અને પ્રોટીનથી શરીરને ઉર્જા મળે છે, સાથે તેનાથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ પ્રદાન કરતા તત્વો મળી રહે છે. આવા ઉપયોગી તત્વો અને ખનીજો મળતા શરીરની કમજોરી દુર થાય છે. જેના લીધે શરીરમાં હ્રદય રોગનું જોખમ ઘટી જાય છે.

ચણા શરીર માટે ખુબ જ ઉપયોગી છે. ચણા લોહીની ઉણપ ઘટાડે છે, ડાયાબીટીસ કાબુમાં રાખે છે. હ્રદયને તંદુરસ્ત રાખે છે, કિડનીના રોગોથી બચાવે છે. રોગ શક્તિ આપે છે જેથી શરદી અને તાવ સામે રક્ષણ મળે છે. વીર્યમાં વધારો કરે છે, મૂત્રના રોગ મટે છે. વજન વધારી શકાય છે. કબજિયાત અને પાચન તંત્રની સમસ્યા મટાડી શકાય છે.

પનીર: પનીરમાં પણ પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય કે. તેમાં લગભગ 100 ગ્રામ પનીરમાં 16 થી 20 ગ્રામ પ્રોટીન હોય છે. સાથે તેમાં ફેટ પણ ખુબ જ હોય છે. 100 ગ્રામ પનીર ખાવાથી 400 કેલોરી મળે છે. સાથે કેલ્સિયમ અને વિટામીન એ પણ પનીરમાં વધારે હોય છે. જેથી તે હાડકા અને આંખોના રોગોમાં પણ ખુબ જ ઉપયોગી છે. સાથે મેગ્નેશિયમ અને આયર્ન પણ હોય છે. વજન વધારવા માંગતા લોકો માટે પનીર ખુબ જ ઉપયોગી છે.

કોળું: કોળામાં પણ પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે. સાથે પ્રોટીન સાથે- સાથે એન્ટી ઓક્સીડેન્ટ, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા ખુબ જ સારા એવા શરીરને ઉપયોગી તત્વો હોય છે, જેના લીધે શરીરમાં ફાયદો મળે છે.

કોળું ઉર્જાનો ભંડાર છે અને શરીરમાં તેમાં મળી આવતા તત્વોને લીધે તાકાત મળે છે. પ્રોટીનના લીધે કોળું ખાવાથી હાડકા મજબુત થાય છે, શરીરમાં તાકાત મળે છે. તેમજ મગજને શાંતિ મળે છે. માનસિક રોગો, વાઈ અને ગાંડપણ જેવા રોગોમાં કોળું ઉપયોગી થાય છે.

આમ, આ ઉપરોક્ત ખોરાક શરીરમાં ઈંડા કરતા પણ વધારે શક્તિ પૂરી પાડે છે. આ તમામ વસ્તુઓનું સેવન કરવાથી અનેક સમસ્યાઓ દુર થાય છે. તેમજ અનેક જીવલેણ બીમારીઓ પણ દુર થાય છે. આ બધી જ ચીજો શરીરમાં ખુબ જ ઉપયોગી થાય છે. આશા રાખી કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી છે અને આ માહિતીના આધાર પર તમે ઈંડા અને માંસનું સેવન કરવાની જગ્યાએ તેની કરતા વધારે ગુણકારી ખાદ્ય પદાર્થોનું સેવન શરુ કરી દેશો.


No comments:

Post a Comment

Recommended Jobs