Pages

Recommended Jobs

Search This Website

Tuesday, September 27, 2022

વજન વધવા ન દેવું હોય તો ભૂલથી પણ આ 8 વસ્તુઓ ન ખાતા

વજન વધવા ન દેવું હોય તો ભૂલથી પણ આ 8 વસ્તુઓ ન ખાતા.

જો શરીરમાં ઘણા સમયથી મોટા ભાગના લોકોને જોવા મળતી સમસ્યા એટલે જાડા પણું અને મેદસ્વીતા. મેદસ્વીતા એટલે ઘણા લોકોને જોવા મળતી અને વજન વધવાની સમસ્યા. આ સમસ્યા જે લોકોમાં જોવા મળે છે તેઓ ચાલવામાં ખુબ જ તકલીફ અનુભવે છે. આ સમસ્યા પણ એવા જ લોકોને થતી હોય છે કે જે લોકો બેઠાડું જીવન જીવતા હોય. આ સમસ્યા થવાની સાથે શરીરમાં નાની મોટી બીમારીઓ લાગે છે. આ બીમારીઓ લાગવાથી જે લોકોમાં મોટા ભાગના પૈસા દવાઓમાં જ વપરાય છે. જેના લીધે આર્થિક સમસ્યાનો પણ સામનો કરવો પડે છે.

જે લોકોએ આં સમસ્યાથી છુટકારો મેળવવો હોય તો જીભને ચટાકા આવે તેવી વસ્તુઓને ત્યજી દેવી જોઈએ. આજના સમયમાં મોટાભાગના લોકો આવી વસ્તુઓ ખાવાથી ટેવાયેલા હોય છે. પરંતુ આવી વસ્તુઓ ખાવાને લીધે તતેમને રોગીષ્ઠ અને મેદસ્વી બનાવે છે. વધારે કેલરી અને ફેટ વાળો ખોરાક ખાવાથી ઘણા લોકોને શરીર સતત વધવા લાગે છે.

જે લોકોની ફાંદ સતત વધી રહી હોય અને વજન વધતું જતું હોય તેવા લોકોએ આવા વજન વધારનારા ફૂડનું સેવન ન કરવું જોઈએ. આ સિવાય અમે જે વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ તે ચિપ્સ, કુરકુરે અને પેકેટવાળો નાસ્તામાં ફેટ વધારે હોય છે. જે સ્વાસ્થ્યને નુકશાન કરે છે.

ઘણા બાળકોમાં અને યુવાનો આજે પડીકા વાળા ખોરાક ખાવાથી ટેવાયેલા હોય છે. જેનું ધ્યાન રાખવું જોઈએ. ઘણી જગ્યાએ  લોકો કામ અને સમયના હિસાને ફેટ્સ. શુગર કેલરી વાળો ખોરાક આરોગતા  હોય છે. જેમાં પેસ્ટ્રી પણ આવો જ એક ખોરાક છે. જે આપણા શરીરમાં એક્સ્ટ્રા ફેટ અને વજન વધારે છે.

રેડ મીટ્સમાં ખરાબ ફેટઅઅને કેલરી વધારે પ્રમાણમાં હોય છે. એ આપણા હ્રદય માટે હાનીકારક છે. જે શરીરમાં કોલેસ્ટ્રોલ વધારે છે. માટે આવા રેડમીટ્સનું સેવન ઓછા પ્રમાણમાં કરવું જોઈએ. આઈસ્ક્રીમ એક દૂધ અને ચરબી વવાળા પદાર્થમાંથી જ બને છે. જેમાં શુગર, ફેટ અને કેલરી વધારે પ્રમાણમાં હોય છે. જે ખાવાથી વજનમાં સતત વધારો જોવા મળે છે.

આજનાં સમયમાં શાક, રોટલી અને દાળ ભાતની જગ્યાએ ચીઝ, બર્ગર, પિત્ઝા જેમાં બટર વગેરે નાખવામાં આવે છે, જે પદાર્થોનું ઓછા પ્રમાણમાં સેવન કરવું જોઈએ. આ પદાર્થના સેવનથી શરીરમાં કેલરીના ઇન્ટેક વધી જાય છે. જે સ્વાસ્થ્યને નુકશાન કરે છે.

આ ઘણા લોકો આજના સમયમાં ભોજન સાથે કોલ્ડ્રીંકસ પીવાથી ટેવાયેલા છે. લોકો એવું માને છે કે આવા પદાર્થો જો શરીરમાં લેવામાં આવે તો ખોરાકનું પાચન જલ્દી થાય છે. પરંતુ તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા એક રીપોર્ટ મુજબ કોલ્ડ્રીકસથી આવા કોઈ જ પ્રકારના ખોરાકનું પાચન થતું નથી,. જે વધારાનું શરીરમાં ચરબી વધારે છે.

No comments:

Post a Comment

Recommended Jobs