Pages

Recommended Jobs

Search This Website

Tuesday, September 27, 2022

આ પાનનો લેપ લગાવાથી દુર થશે માથાનો દુખાવો અને આંખોની સમસ્યા

આ પાનનો લેપ લગાવાથી દુર થશે માથાનો દુખાવો અને આંખોની સમસ્યા...

બીલીપત્ર આપણે શંકર ભગવાનને અર્પણ કરીએ છે. સાથે તેના પર લાગતા બીલીના ફળનું જ્યુસનું સેવન કરીએ છીએ, બીલના ઉપયોગથી સ્વાસ્થ્યને લગતી ઘણી બધી સમસ્યાઓ દૂર થઇ શકે છે. પરંતુ આજે અમે વાત કરી રહ્યા છીએ બીલીના પાન અને તેના જડની. બીલીના પાન અને તેની જડથી બનેલો લેપ સ્વાસ્થ્યની ઘણી બધી સમસ્યાને દૂર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે.

તમને જણાવી દઈએ કે બિલીની અંદર પ્રોટીન, મિનરલ, ફાઇબર, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, વિટામિન-C જેવા તત્વો જોવા મળે છે જે ઘણી બધી સમસ્યાઓને દૂર કરી શકે છે. તમે તેનો ઉપયોગ જ્યુસના રૂપમાં અથવા શરબતના સ્વરૂપમાં કરી શકો છો. પરંતુ અમે વાત કરી રહ્યા છે બીલના લેપની. બિલીના લેપથી સ્વાસ્થ્યની ઘણી બધી સમસ્યા દૂર કરી શકાય છે. આજે અમે આ લેખ પણ જણાવીશું કે કઈ સમસ્યાઓને દૂર કરી શકો છો અને તેનો ઉપયોગ કરવાથી કયા કયા ફાયદા થાય છે, તથા તેની ઉપયોગ કરવાની રીત વિશે પણ જાણીશું

માથાના દુખાવાની સમસ્યા દૂર કરે : જ્યારે પણ આપણને માથાનો દુખાવો થાય ત્યારે આપણને કઈ જ ગમતું નથી. માથાના દુખાવાની સમસ્યાને દૂર કરવા માટે બીલી તમને ખૂબ જ કામ આવી શકે છે. તેની માટે તમારે બિલીની સુકાઈ ગયેલી જડને યોગ્ય રીતે ધુવો, ત્યારબાદ પાણીની સાથે તેની એક જાડી પેસ્ટ બનાવો, હવે આ પેસ્ટને માથા ઉપર લગાવો. જ્યારે આ પેસ્ટ સુકાઈ જાય ત્યારે તેને પાણીથી ધુઓ, આમ કરવાથી માથાનો દુખાવો દૂર થઇ જશે, તે સિવાય કોટનના કપડામાં બીલીના પાનનો રસને નાખીને તેને માથા ઉપર મૂકવામાં આવે તો માથાના દુખાવાની સમસ્યામાં રાહત મળે છે.

આંખોની સમસ્યા દૂર કરે : આંખોને લગતી કોઈપણ સમસ્યાને દૂર કરવા માટે બિલી તમારા ખૂબ જ કામ આવી શકે છે. તેની માટે બીલીના પાન ઉપર ઘી લગાવો અને તેને આંખો ઉપર મૂકો. આમ કરવાથી આંખોને ઠંડક મળે છે. તમે તમારી આંખોને એક પટ્ટીથી બાંધી પણ શકો છો, જેનાથી પાન તમારી આંખોથી ખસી ન જાય. તે સિવાય જો તમે બીલના પાનનો રસ આંખોમાં નાખશો અથવા લેપ લગાવશો તો પણ આંખોની સમસ્યા દૂર થઈ શકે છે. પરંતુ આ લેપ નો ઉપયોગ ડોક્ટરની સલાહ લઈને જ કરવો જોઈએ

સોજાને દૂર કરે : સોજાની સમસ્યાને દૂર કરવા માટે બીલીના પાન આપણને ખૂબ જ કામ લાગી શકે છે. બીલીના પાનનો રસ ગરમ કરો અને તે ગરમ થયેલા લેપને પ્રભાવિત સ્થાન ઉપર લગાવો. આમ કરવાથી સોજાની સમસ્યા દૂર થઈ જશે અને સોજાના કારણે થતા દુખાવામાં પણ રાહત મળશે.

ડેન્ડ્રફની સમસ્યા દૂર થાય : આજના સમયમાં લોકો ડેન્ડ્રફની સમસ્યાથી ખૂબ જ પરેશાન થાય છે, ત્યારે તમને જણાવી દઈએ કે બિલી તમારી સમસ્યાને દૂર કરી શકે છે. બિલીની અંદર ઝીંક જોવા મળે છે જે વાળમાં થતાં ડેન્ડ્રફની સમસ્યામાંથી છુટકારો અપાવે છે. તેની માટે તમારે બીલની અંદરના ગર્ભમાં લીંબુ અથવા મધ ઉમેરીને પ્રભાવી સ્થાન ઉપર લગાવો, અને જ્યારે આ પેસ્ટ સુકાઈ જાય ત્યારે તમારા વાળને શેમ્પૂથી ધુઓ આમ કરવાથી ડેન્ડ્રફની સમસ્યામાંથી રાહત મળશે.

પાંડુરોગની સમસ્યા દૂર કરે : જ્યારે પણ તમને ત્વચા સંબંધી કોઈપણ સમસ્યા થાય ત્યારે તેને પાંડુ રોગ કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ સમસ્યામાં વ્યક્તિની ત્વચાનો રંગ ઉડવા લાગે છે. ત્યારે તમે બીલીનો જ્યુસ પ્રભાવિત સ્થાન ઉપર લગાવો. આમ કરવાથી પાંડુરોગની સમસ્યામાં રાહત મળી શકે છે અને તે ત્વચાની ઘણી બધી સમસ્યાને દૂર કરવા માટે પણ ઉપયોગી છે.

નોંધ : ઉપર જણાવેલા ઉપાયોથી જાણકારી મળે છે કે બીલીના ઉપયોગથી સ્વાસ્થ્યની ઘણી બધી સમસ્યાઓને દૂર કરી શકાય છે. પરંતુ તેનો લેપ લગાવતી વખતે જો ત્વચા ઉપર કોઈપણ પ્રકારની એલર્જીનો અનુભવ થાય તો એક વખત ડોક્ટરની સલાહ જરૂર લેવી.

આમ, બીલીપત્રના લેપનો ઘરેલું ઉપયોગ કરીને તમે ઘણી બધી બીમારીઓને દુર કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમને પસંદ આવી. આ ઉપયોગી અને સાચવવા જેવી માહિતીને જરૂરથી શેર કરજો.

No comments:

Post a Comment

Recommended Jobs