Pages

Recommended Jobs

Search This Website

Thursday, September 22, 2022

જાત અનુભવ: કોઈપણ કસરત અને ડાયટીંગ વગર 21 દિવસમાં 4 કિલો જેટલું વજન ઘટાડો

 જાત અનુભવ: કોઈપણ કસરત અને ડાયટીંગ વગર 21 દિવસમાં 4 કિલો જેટલું વજન ઘટાડો

મિત્રો આજે અમે તમને આ આર્ટીકલમાં સૌથી વધુ સ્ત્રી અને પુરુષોમાં જોવા મળતી જો કોઈ સમસ્યા હોય તો તે છે વધુ પડતું વજન વધવાની તેમને દિવસે ને દિવસે વજન સતત વધી રહ્યું હોય છે તથા પેટ પણ ખુબજ બહાર વધી ગયું હોય છે અને કમર ફરતે ચરબીના થર જામી ગયા હોય છે. માટે આ સમસ્યાને કઈ રીતે દુર કરી અથવા તો કઈ રીતે ચરબીને ઓગળી શકાય તેના વિશે માહિતી મેળવી લઈએ.

RELATED POSTS

રસોડામાં રહેલા ત્રણ ખોરાકમાં ઢગલા મોઢે રહેલું છે વિટામિન બી12

ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, મોટાપો, કેન્સર માટે દવાની જેમ કામ કરે છે આ દાણા, ખાઈ લેવાથી 90% મળશે આરામ


બજારમાં ઘણીબધી વજન ઘટાડવા માટેની દવા અને પાવડર મળે છે, જે આપડા સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર પાડે છે તેમજ લાંબા ગાળે આપડા શરીરને નુકસાન કરતુ હોય છે. પણ અમે તમને જાત અનુભવ આધારે તૈયાર કરેલ દેશી ઓસડીયું બતાવીશું જેનો તમે 21 દિવસ ઉપયોગ કરશો તો 4 કિલો જેટલું વજન ઘટાડી શકશો.

આ ઉપરાંત તમારું પેટ બરાબર સાફ થતું ન હોય અથવા તો પેટને સાફ કરવા માટે પણ આ નુસકો ઉપયોગી થાય છે. પેટ નિયમિત સાફ ન થતું હોવાથી તમને મોટાપાની સમસ્યા થવાની શક્યતાઓ રહેલી છે.

વજન વધવાના કારણો : વજન વધવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે જો તમે બહારનું સતત ખાવાથી, મેંદાની બનાવેલી વસ્તુઓ ખાવાથી, વધુ પડતી ઊંઘ લેવાથી, જમીને તરત સુઈ જવાથી, સતત બેઠાડું જીવન થઇ જવાથી વગેરે કારણોસર વજન વધતો હોય છે.

કઈ રીતે બનાવવું વજન ઘટાડવા માટેનું ઓસડીયું: તમારે વધતો વજન ઘટાડવા માટેના આ ઓસડીયામાં મુખ્ય 5 વસ્તુઓ લાવવાની છે 1) 50 ગ્રામ અળસી 2) 50 ગ્રામ જેટલી વરીયાળી ૩) 25 ગ્રામ જેટલો અજમો 4) 25 ગ્રામ જેટલું જીરું અને 5) 25 ગ્રામ જેટલી નાની હરડે લેવાની છે.

સૌથી પહેલા તમારે એક વાટકીમાં 50 ગ્રામ જેટલી અળસી લેવાની છે અળસીમાં સારા એવા પ્રમાણમાં ફાઈબરનું પ્રમાણ હોય છે તથા ઓમેગા ૩ ફેટી એસીડ હોવાથી તે ડાઈજેશનની સમસ્યા માંથી છુટકારો અપાવે છે તથા વધી રહેલા કોલેસ્ટ્રોલના પ્રમાણને પણ નિયંત્રણમાં લાવી દેશે. ત્યારબાદ તમારે 50 ગ્રામ વરીયાળી લેવાની છે તે પણ ડાયજેશન માટે ઉપયોગી થાય છે તથા વધુ પડતી ચરબી ઓગાળી દે છે, બોડીમાં વધી રહેલા ટોક્સીનને દુર કરે છે. ત્યારબાદ 25 ગ્રામ જેટલા તમારે અજમા લેવાના છે. અજમા પેટના દર્દને ઠીક કરવા માટે ફાયદાકારક છે તથા ડાયજેશન માટે પણ અજમા ઉપયોગી થાય છે, શરીરની તમામ ગંદકી ને બહાર કાઢવા માટે ફાયદો કરે છે, પેટની ચરબી અને કમર ફરતે જમા થયેલી ચરબીને ઓગળવા માટે પણ ફાયદો કરે છે અજમા. ત્યારબાદ 25 ગ્રામ જેટલું તમારે જીરું લેવાનું છે જીરામાં આયર્નનું પ્રમાણ સારા એવા પ્રમાણના મળતું હોવાથી ડાયજેશન અને ફેટ કટિંગ માટે એક ઉત્તમ ઔષધી તરીકે ઓળખવામાં આવે છે. હવે તમારે 25 ગ્રામ જેટલી નાની હરડે લેવાની છે બજારમાંથી તમને બે પ્રકારની હરડે મળી રહેશે એક નાની હરડે અને બીજી મોટી હરડે એમાંથી તમારે નાની હરડે લેવાની છે, હરડેને અનેક રોગો દુર કરવા માટે ફાયદાકારક ગણવામાં આવે છે. હરડેને ઔષધીઓની માતા તરીકે પણ ઓળખવામાં આવે છે.

હવે આ પાંચેય ઔષધીઓનું મિક્સરની મદદથી એકદમ બારીક ચૂર્ણ બનાવી લેવાનું છે પરંતુ તેના પહેલા તમારે એક તવી લેવાની છે અને તેમા હરડે નાખીને ગરમ કરવાની છે કારણ કે હરડે ખુબજ કડક હોય છે તેથી તે થોડી ગરમ થઇ જવાથી મિક્સરમાં સરળતાથી પેસ્ટ બનાવવા મદદરૂપ થશે. હવે તમારે અળસી ગરમ થવા નાખવાની છે, ત્યારબાદ વરીયાળી નાખી દ્યો , ત્યારબાદ અજમો નાખો અને જીરું પણ નાખી દ્યો.

આ પાંચેયને બરાબર હલાવીને મિક્સ કરી દ્યો તે ગરમ થઇ જાય એટલે તેને તવી ઉપરથી નીચે ઉતારીને થોડી વાર ઠંડી થઇ જવા દ્યો ત્યારબાદ આ પાંચેયને મિક્સરમાં નાખી તેનું ચૂર્ણ બનાવી લેવાનું છે.

આ બનાવેલા ચૂર્ણનું સેવન કરવાની રીત: આ પાંચેયના બનાવેલા પાઉડરને તમારે થોડો ઠંડો થઇ જાય એટલે એક ડબામાં ભરીને સ્ટોર પણ કરી શકાય છે,  હવે તમારે એક ગ્લાસ ભરીને ગરમ પાણીમાં એક ચમસી પાઉડર નાખીને બરાબર મિક્સ કરી દેવું ત્યારબાદ રાત્રે તમે જમી લીધા પછી એક કલાક બાદ આ મિશ્રણનું સેવન કરવું અને સતત 21 થી 30 દિવસ સુધી સતત આ ચૂર્ણ વાળા પાણીનું સેવન કરવાથી વજનમાં ખુબજ ફાયદો થાય છે. તેમજ કમર અને પેટ ફરતે જમા થયેલી ચરબી સાવ ઓગળી જાય છે.

આમ, અમે તમને આ આર્ટીકલમાં વજન ઘટાડવા માટે એક ઉપાય બતાવ્યો છે એ મુજબ તમે કરશો એટલે ખુબજ ફાયદો થાય છે.

ખાસ નોંધ:- અમારો ઉદેશ્ય તમારા સુધી સારી માહિતી પહોંચાડવા નો છે. તમારી તાસીર અને ડોક્ટરની સલાહ મુજબ ઉપયોગ કરવો


No comments:

Post a Comment

Recommended Jobs