Pages

Recommended Jobs

Search This Website

Thursday, September 22, 2022

લોહીના ગ્રુપના આધારે નક્કી કરી શકાય માણસના લક્ષણો, જાણો ક્યાં ગ્રુપવાળાનો સ્વભાવ કેવો હોય

લોહીના ગ્રુપના આધારે નક્કી કરી શકાય માણસના લક્ષણો, જાણો ક્યાં ગ્રુપવાળાનો સ્વભાવ કેવો હોય

મિત્રો કદાસ તમે જાણતા નહિ હોવ કે લોહીના આધારે માણસના લક્ષણો કઈ રીતે નક્કી કરી શકાય તથા શું હોય છે આની પાછળનું રહસ્ય જાણો તેની સંપૂર્ણ માહિતી. તમે તમારી રાશી કે કુંડળી વિશે જોવો છો ત્યારે જે તે રાશી જોયા બાદ તમને માત્ર 2 જ વિચાર આવે છે ક્યાં તો તમે ખુશ થઇ જાવ છો અથવા ક્યાં તો તમે આચર્ય થઇ જતા હોવ છો કારણ કે તમે એવું વિચારતા હોવ છો કે જો તમારી રાશી સારી આવી હોય તો તમે ખુબજ ખુશ થાવ છો અને રાશી બરાબર સારી ન આવી હોય તો તમે એવું વિચારો છો કે આવું કઈ નો હોય આપણા જીવનમાં સારું મોળું એતો ભગવાનના હાથમાં હોય છે.



તમારા લોહીના આધારે તમારી પર્સનાલીટી અને રોજીંદા તમારા જીવનના ગુણોની ચકાસણી થઇ શકે છે. જેમાં તમારો સ્વભાવ, તમારો વિચાર, તમારી આવડત, બધું જ લોહીના આધારે હવે ટેસ્ટ થવા માંડ્યું છે. આ ટેસ્ટ સફળતા પૂર્વક સાબિત પણ થયા છે.

મિત્રો હવે જાપાન, સાઉથ કોરિયા અને ચીનના અમુક રાજ્યો હવે બીજા દેશના લોકોને તેમાં વસવું હોય તો તેની રાશી નહિ પરંતુ તેના બ્લડગ્રુપ વિશે પુછવામાં આવે છે અને જેને આધારે ત્યાં સરકાર નક્કી કરે છે કે તે લોકોને ત્યાં રહેવા દેવા કે ન રહેવા દેવા તથા ત્યાં તેને જોબ કે નોકરી કરવા દેવી કે ન કરવા દેવી તે લોહીની ટકાવારી ઉપરથી નક્કી કરવામાં આવે છે.

બીજા દેશો જેવા કે આફ્રિકા, ઇંગ્લેન્ડ, વેસ્ટઇન્ડીઝ વગેરે જેવા દેશોમાં પહેલા જે યુદ્ધો થતા તે ફક્ત કાળા ગોરા વર્ણના લીધે જ નહિ પરંતુ જે તે સમયે લોહીના આધારે પણ ઝઘડાઓ થતા હતા.

કદાસ તમને આ વાત સાચી નહિ લગતી હોય તો તમે એ પણ જાણો છો કે લોહીનો રંગ લાલ હોવાથી પણ બધાને બધાનું લોહી આપવામાં કે લેવામાં આવતું નહિ, લોહીમાં મુખ્ય બે પ્રકારના એન્ટીજન્સ હોય છે A અને B આ મુખ્ય બે એન્ટીજન્સનું હોવું કે ન હોવું તેના આધારે તેનું સાઈનસમાં વર્ગીકરણ કરવમાં આવે છે. જે આવી રીતે હોય છે A, B AB અને O એમાંથી ટાઇપ A માં A એન્ટીજન્સ જોવા મળે છે, ટાઇપ B માં B એન્ટીજન્સ જોવા મળે છે, ટાઇપ AB માં AB એટલે કે થોડા A અને થોડા B એન્ટીજન્સ જોવા મળે છે જયારે ટાઈપ O માં એકપણ એન્ટીજન્સ જોવા મળતો નથી.

A ગ્રુપ વાળા લોકો : જે લોકો બ્લડમાં A ગ્રુપ ધરાવે છે તે લોકો ખુબજ સ્માર્ટ, હોશિયાર, ભાવાવેશપૂર્ણ અને સ્વભાવથી ખુબજ સારા હોય છે, આ લોકો કોઇપણ કામ ખુબજ વિચારીને કરતા હોય છે તથા કોઇપણ કામ ખુબજ સારી રીતે કરવાનું પસંદ કરતા હોય છે. આ લોકો કોઇપણ વાતને સીરીયસલી ગણતા હોવાને કારણે ખુબજ માનસીક તણાવ અનુભવતા હોય છે. આ લોકો વિશ્વાસપાત્ર હોય છે તે ક્યારેય તેમના વચનને તુટવા દેતા નથી તમે આંખો બંધ કરીને વિશ્વાસ મૂકી શકો છો અને તે દોસ્ત ક્યારેય તમારો સાથ જિંદગીમાં નહિ છોડે.

ટાઈપ B વાળા લોકો : આ લોકો ટાઈપ A ના સંપૂર્ણ વિરુદ્ધાર્થી હોય છે આ લોકો નાની વાતથી લઈને મોટા નિર્ણય લેવાના હોય છે ત્યારે ઓછુ વિચારીને પગલા ભરતા હોય છે પરંતુ ઉતાવળિયો સ્વભાવ ક્યારેક સફળ બનાવે છે પરંતુ નિષ્ફળ સૌથી વધુ વખત બનાવતા હોય છે. આ લોકોનું મગજ સતત દોડતું રહેતું હોય છે જે બીજા લોકો કરતા હોય છે તેના કરતા આ લોકો કંઇક અલગ જ વિચારતા હોય છે. હરવા-ફરવાના શોખીન ક્રિએટીવીટી વાળા જોવા મળ્યા છે.

ટાઈપ AB વાળા લોકો : ગ્રુપ A અને B બંનેના કારણે પરિસ્થિતિ પ્રમાણે તેના અલગ અલગ રૂપો જોવા મળતા હોય છે આવા લોકોને કોઇપણ વ્યક્તિ બહુ સહેલાઇથી સમજી શકતું નથી. આવા લોકોને તમે ક્યારેય સમજી લેવાનો પ્રયાસ ન કરશો આવા લોકો જલ્દીથી સમજમાં નથી આવતા જ્યાં સુધી આવા લોકોને કોઈ નજીકથી ન સમજે ત્યાં સુધી આવા લોકો ઉપર વિશ્વાસ કે કોઈ તુક્કો લગાવી શકાતો નથી. આવા લોકો જલ્દીથી બધાને પોતાના મિત્રો બનાવી લેતા હોય છે.

ટાઈપ O વાળા વ્યક્તિ : આ ગ્રુપ વાળા લોકોનું લોહી મચ્છરોને પણ ખુબજ પસંદ હોય છે. આખા વિશ્વની વાત કરીએ તો સૌથી વધુ આ પ્રકારનું લોહી મળી આવતું હોય છે હવે આ લોહીના ગુણની વાત કરીએ તો આ લોકો સૌથી અલગ જ પ્રકૃતિના હોય છે આ લોકોમાં ટાઇપ A અને ટાઇપ B ક્વોલિટી હોતી નથી તેથી આ લોકો બધાથી કંઇક અલગ જ હોય છે જેનો મગજ ખુબજ સ્ટ્રોંગ અને થોડો જીદ્દી હોય છે આ લોકો શાંત સ્વભાવના હોય છે અને પોતાના આધારે રહેવા વાળા પણ હોય છે. આ લોકોને કોઈ ટાપુ ઉપર એકલા છોડી દેવામાં આવે તો તે શાંતિથી પોતાનું જીવન ગુજારી શકે છે. આ લોકો પોતાની કાર્યશૈલી પ્રમાણે એક નવો જ ઈતિહાસ બનાવે છે. આ લોકોને કોઈ સાથે પ્રેમ થયો હોય અથવા તો કોઈને વિસ્વાસ અપાવ્યો હોય તો તેનો સાથ ક્યારેય નથી છોડતા અને વિશ્વાસઘાત પણ ક્યારેય નથી કરતા.

મિત્રો તમે ખાસ ધ્યાનમાં રાખજો કે કેવળ લોહીના કારણે જ માણસનું ચારિત્ર્ય નિર્માણ નથી થતું પરંતુ કોઈપણ બ્લડ ગ્રુપનો માણસ સારા સત્સંગમાં બેચતો હશે, સારા સાધુ સંતો સાથે બેચતો હશો સારા વિચારો ધરાવતો હશે તો એ વાત તો નક્કી જ છે કે તેનું ચારિત્ર્ય નિર્માણ જોરદાર અને મહાન થવાનું છે.

No comments:

Post a Comment

Recommended Jobs