શરીરના કોઇ પણ ભાગની બ્લોક નસ ખોલવા માટે બસ આટલું કરો

શરીરના કોઇ પણ ભાગની બ્લોક નસ ખોલવા માટે બસ આટલું કરો
 


કુદરતે આપણું શરીર એટલું બધું અદ્દભૂત અને એટલા બધા રહસ્યો સાથે બનાવ્યું છે કે જેમ જેમ તેના રહસ્યો ઉકેલાય છે તેમ તેમ બધું સરળ બની રહ્યું છે. આપણા શરીરમાં કેશવાહિનીઓ આવેલી છે જેની સંખ્યા બે હજાર કરોડ છે. આપણા શરીરમાં બે કાન, બે આંખ, બે નાક, બે ઝડબા, બે મગજ, બે હાથ, બે પગ, બે શુક્ર પીંડ, બે ફેફસા આમ બધા જ અંગો જોડી સ્વરૂપમાં છે.

જેના પાછળનું વિજ્ઞાન એવું છે કે સંજોગવાત કોઇપણ અકસ્માત થાય તો બેમાંથી કોઇપણ એક અંગ નુકશાન પામે તો બીજા અંગના સહારે આપણે આખી જિંદગી જીવી શકીએ છીએ. જેમાં એક કીડની બગડી હોય તો બીજી કિડનીના સહારે આપણે જીવી શકીએ છીએ.

આપણા શરીરમાં એક એવી કુદરતી જ વ્યવસ્થા મુકવામાં આવી છે કે જેને એન્જીયોજીનેસીસ સીસ્ટમ કહેવામાં આવે છે. આપણા શરીરમાં અબજોની સંખ્યામાં કેશવાહિનીઓ, ધમનીઓ, શિરાઓ વગેરે છે. આમાંથી આ બધી જ કેશવાહિની કે નસોનો વ્યાપ વધારે છે.

આ બધાની સંખ્યા આટલી બધી હોવાનું કારણ એ છે કે એની ઓટોમેટીક સીસ્ટમ એવી છે કે જ્યારે શરીરમાં કોઈ ગાંઠનું નિર્માણ થાય તો ત્યાથી અમુક કેશવાહીનીઓ અટકી જશે. તેનું કામકાજ બંધ થઈ જશે. જેના લીધે ગાંઠનું વધવાનું બંધ થઈ જશે.

શરીરના જે કોષો પોષણના અભાવે મરી રહ્યા છે, શરીરના જે કોષો પોષણના અભાવે સુકાઈ રહ્યા છે, જેમાં મગજના કોષો સુકાતા હોય, આંખોની નસો સુકાતી હોય, કાનની નસો સુકાતી હોય આવી રીતે શરીરમાં ઘણી બધી જગ્યાએ સુકારાઓ જોવા મળતા હોય છે. આવા સમયે જે કેશવાહીનો હોય છે તે આપોઆપ ઉદભવે છે અને એ સુકારાને નાથવા ત્યાં એકદમ નવું નિર્માણ થાય છે. આ ભાગમાં એટલા બધા પોષકતત્વો અને મળવા યોગ્ય બધી જ ચીજ વસ્તુઓ આ નસમાંથી એટલે કે આ કેશવાહિનીમાંથી શરીરને મળે છે.

હાર્ટ પેશન્ટ માટે તમને ખાસ એક ચૂર્ણ ની રીત આપવામાં આવી છે. આ માટે 1 ગ્રામ તજ, 10 ગ્રામ કાળા મરી, 10 ગ્રામ તમાલપત્ર, 10 ગ્રામ મગજ, 10 ગ્રામ સાકર(આખી), 10 ગ્રામ અખરોટ, 10 ગ્રામ અળસી કુલ બધુ મળીને 61 ગ્રામ વસ્તુ ભેગી કરો.

બધી વસ્તુને મિક્સરમાં વાટીને પાવડર બનાવી લો અને 6-6 ગ્રામના પડીકા બનાવી લો. દરરોજ એક પડીકું સવારે ખાલી પેટ નવશેકા(કુણા) પાણી સાથે લેવુ. એક કલાક સુધી કંઈ જ ન ખાવું. ચા પી શકો છો. પગથી લઈને માથા સુધીની કોઈ પણ બંધ નસ ખુલી જશે. હાર્ટ પેશન્ટ જો આખા જીવન દરમિયાન આ ખોરાક લેતા રહેશે તો હાર્ટએટેક કે લકવો નહી થાય તેની ગેરંટી.

બીજો ઉપાય જોઈએ તો આ માટે રેડ જ્યુસ અને ગ્રીન જ્યુસ આ બે જ્યુસ શરીરમાં નાઈટ્રીક ઓક્સાઈડ પેદા કરે છે. રેડ જ્યુસમાં નાઈટ્રીક ઓક્સાઈડ બને તેવા ઉત્ચેસકો મુક્યા છે. દાખલા તરીકે બીટનો રસ પીવો અથવા જમવાના અડધો કલાક બીટનો રસ પીઓ કે બીટ કાચા સ્વરૂપે લો. આ સિવાય દાડમનો રસ લઈ શકો છો, તરબૂચનો રસ લઇ શકો છો, લાલ ટમેટાનો રસ લઇ શકો છો. આ બધાને મિક્સ કરીને તેનો રસ કરીને તેનું જ્યુસ બનાવી લો અને પીવો તો શરીરમાં નાઈટ્રીક ઓક્સાઈડ આપોઆપ બનવા લાગે છે. આ જ્યુસ આયુર્વેદ પ્રમાણે 90 દિવસ સુધી પીવામાં આવે તો તે પૂરો ફાયદો આપે છે.

જયારે લીલુ જ્યુસ બનાવવા માટે પાલક, ફુલેવરની ભાજીના પાંદડા, લીલી કોથમીર વગેરે લીલા રંગની કોઈપણ શાકભાજીના પાંદડા ભોજનના અડધો કલાક પહેલા લેવામાં આવે તો તેના ખુબ જ સારા પરિણામ મળે છે. આ જ્યુસ બનાવવા માટે લીલી કોથમીર, ફુદીનો, પાલક, કાકડી, નાગરવેલના પાન વગરેથી લીલુ વગેરે લેવા અને તેને મિક્સરમાં નાખીને જ્યુસ બનાવી લેવુ અને તેને પી લેવું. આ જ્યુસ પણ 90 દિવસ સુધી પીવું.

આ બંને જ્યુસથી શરીર ઉત્સેષકોની મદદથી નાઈટ્રીક ઓક્સાઈડ બનાવશે. આપણે આવા રંગ વાળા પદાર્થનું જ્યુસ બનાવીને પીવું જોઈએ. લીલા કલરના અને લાલ કલરના પદાર્થોથી સૂર્ય માંથી લાલ અને લીલો કલર સુચતા હોય છે જેના લીધે તે આપણા શરીરમાં નાઈટ્રીક ઓક્સાઈડ બનાવવાનું કાર્ય કરે છે.

જો આપે સવારે લાલ રંગ નુ જ્યુસ લીધુ છે તો તમારે સાંજે લીલા રંગ નુ જ્યુસ નુ સેવન કરવાનુ છે. અથવા તમે અઠવાડિયામા 3 દિવસ લાલ રંગ નુ જ્યુસ અને 3 દિવસ લીલા રંગ ના જ્યુસ નુ સેવન કરી શકો છો. આ લાલ કલરના વનસ્પતિના ફળથી અને લીલા પાંદડા વાળી શાકભાજીના પાંદડાથી બનાવેલા જ્યુસનું સેવન શરીરમાં નાઈટ્રીક ઓક્સાઈડ કુદરતી બનાવે છે. જે શરીરમાં ફરીને બધી જ નસોમાં સર્જાયેલ બ્લોકેજને ખોલવામાં ઉપયોગી છે.

જયારે શરીરની નસોમાંથી લોહી વહેતું હોય છે ત્યારે કોઈને કોઈ કારણે ત્યાં અંતરાયો ઉત્પન્ન થાય છે. કોલેસ્ટ્રોલના કારણે ત્યાં બ્લોકેજ ઉત્પન્ન થાય છે. કેલ્શિયમ બ્લોકેજના કારણે રક્ત અવરોધાય છે. મગજની ધોરી નસમાં પણ આ અટકાવ થાય તો મગજને લોહી મળવાનું ઓછું થઇ જાય છે. હ્રદયને લોહી મળવાનું ઓછું થઈ જાય છે.

પગમાં જે નસો લોહી પહોચાડે છે તે નસોમાં જો કોઈ વાલ્વ બ્લોકેજ થઈ ગયો કે ત્યાં લોહી અવરોધાય તો પગ આખો કાળો થઈ જાય છે. પગમાં સોજા આવે છે અને ડોક્ટરને બતાવીએ તો ડોક્ટર એવું કહે છે કે પગ કાપવો પડશે. આ બધું નસોના બ્લોકેજના કારણે થાય છે. પરંતુ આયુર્વેદિક ઔષધીયથી જ્યુસ બનાવીને પીવામાં આવે તો આ બ્લોકેજમાંથી અને આ રોગમાંથી પણ બચીને પગ કાપવાની સમસ્યા દુર રહે છે.

આ પ્રયોગો પ્રકૃતિને અનુરૂપ, શરીરની વ્યવસ્થાને અનુરૂપ, તાસીર અને આહારચર્યા, વિહારચર્યા અને ચિંતનને અનુરૂપ છે. આ બધા પર આ પ્રયોગ આધાર રાખે છે. આ બધાને આધારિત ઘણા બધા લોકોને ખુબ જ મોટા પ્રમાણમાં આ પ્રયોગથી ફાયદો થાય છે.

આ પ્રયોગ કરવામાં આવે તો શરીરમાં આ ઓટોમેટીક સીસ્ટમ છે જે આપોઆપ શરુ થઈ જશે. જ્યાં ગાંઠ બનવાનું શરુ થઈ રહ્યું છે ત્યાં આ સીસ્ટમ ચાલુ થઇ થઈ જશે અને ગાંઠ બનવાનું બંધ થઈ જશે. જ્યાં કોઇપણ જગ્યાએ નસો અવરોધાય છે, નસોનું સ્વાસ્થ્ય જોખમાયું છે તો આ બધા જ પ્રયોગમાં નાઈટ્રીક ઓક્સાઈડનું મૂલ્ય ખુબ મોટું હોય છે. નાઈટ્રીક ઓક્સાઈડનો પ્રયોગ જો તમે કરશો તો તે ખુબ જ ઉપયોગી થાય છે. આ નાઈટ્રીક ઓક્સાઈડ આપણા શરીરમાં આહાર દરમિયાન બને છે.

આપણે એવો આહાર લઈએ અને જો તે બને એ ગેસ એવો છે કે આખા શરીરની નસોની અંદરનું વાતાવરણ છે તેમાં ક્યાંય જો ઈજા થઈ હોય ત્યારે આ ગેસ બધી જ નસોમાં ફરીને બધું રીપેરીંગ કાર્ય કરીને ઠીક કરે છે.

જ્યાં જરૂર હોય તે પ્રમાણમાં આ નસોમાં સુકારો હોય, મગજ સુકાતું હોય, કાનની નસો સુકાતી હોય, જે વ્યક્તિ કોઈ કારણથી કોમામાં હોય, ઘણા વર્ષોથી કોમામાં હોય તો તે વ્યક્તિને પણ આ વાયુની મદદથી મદદરૂપ થઇ શકે છે.

આમ, તમે આ રીતે જ્યુસ બનાવીને શરીરમાં નસોમાં થયેલા બ્લોકેજને ખોલી શકાય છે. આ રીતે પ્રાકૃતિક રીતે જ નાઈટ્રીક ઓક્સાઈડ મેળવીને શરીરમાં દરેક નસોમાં ફાયદો મેળવી શકાય છે. અંગોમાં આવેલી અડચણને દુર કરી નાખે છે. અંગોમાં થયેલી ઈજાને રીપેર કરે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગ થાય.

Post a Comment

0 Comments