Pages

Recommended Jobs

Search This Website

Wednesday, October 5, 2022

રસોડાના આ મસાલામાંથી બનાવેલો પાવડરના સેવનથી ઝડપથી ઘટવા લાગશે શરીરનું વજન

રસોડાના આ મસાલામાંથી બનાવેલો પાવડરના સેવનથી ઝડપથી ઘટવા લાગશે શરીરનું વજન..

નમસ્કાર મિત્રો, આજના આર્ટીકલમાં વાત કરવાના છીએ શરીરનું વજન ઘટાડવાના બેસ્ટ મસાલા પાવડર વિષે, જેનો ઉપયોગ કરીને તમે તમારું વજન આસાનીથી ઘટાડી શકો છો. આજના આ સમયમાં વધતું વજનથી મોટા ભાગના લોકો પરેશાન છે. વિશ્વમાં દર ત્રીજો વ્યક્તિ વધતા વજનની સમસ્યાથી પીડિત છે. શરીરનું વજન વધવું એટલે અનેક સમસ્યાનું આગમન થવું, વજન વધવાની શરીરને ઘણી વધી તકલીફો પડી શકે છે.

વજન વધવા પાછળનું મુખ્ય કારણ તમારી ખોરાકની અનિયમિતતા અને ખરાબ લાઈફ સ્ટાઇલને જવાબદાર માનવામાં આવે છે. વધતું વજન શરીરને ઘણી બધી મુશ્કેલીઓને નિમંત્રિત કરી શકે છે. વજન વધવાથી  શરીરમાં ઘણી બધી બીમારીઓ થવાનું જોખમ રહે છે જેમ કે ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હૃદયરોગ વેગેરે.

વજન વધવાના કારણો : મોટાભાગે વજન વધવા પાછળ જવાદાર કારણો હોય તો એ છે સતત એક જગ્યાએ બેસીએ કામ કરવું, બહારનું ફાસ્ટ ફૂડનું સેવન કરવું, એક્સરસાઈઝનો અભાવ, વધારે પડતું સ્ટ્રેસ લેવાથી, ખરાબ ખાણી-પીણી, વધારે પડતું કોલ્ડ ડ્રીન્કસ પીવું, વધારે પડતી મેડીસીન લેવાથી વગેરે જેવી આદતો વજન વધવા પાછળ જવાબદાર હોઈ શકે છે. વજન ઘટાડવા માટે આજે અમે એક અસરકારક આયુર્વેદિક ઈલાજ વિષે જણાવવાના છીએ જેનાથી તમે તમારું વજન સહેલાઈથી ઘટાડી શકો છો.

વજન ઘટાડવા માટે તમે રસોડામાં હાજર આ મસાલાનો પાવડર બનાવીને તેનું સેવન કરીને તમારું વજન ઓછુ કરી શકો છો. જીરું, અજમો, વરીયાળી અને હિંગના પાવડરનું સેવન કરીને વજન ઘટાડી શકાય છે. આયુર્વેદમાં પણ જીરું, અજમો, વરીયાળી અને હિંગનો ઉપયોગ ઔષધી તરીકે કરવામાં આવે છે. આ બધી વસ્તુનો પાવડર બનાવીને તમે સેવન કરી શકો છો.

આ રીતે બનાવો વજન ઘટાડવાનો મસાલા પાવડર : આ પાવડર બનાવવ માટે સૌપ્રથમ જીરું, અજમો, વરીયાળી અને હિંગને બરાબર સાફ કરીને સમાન માત્રામાં એકત્રિત કરો. ત્યારબાદ હળવી આંચ ઉપર શેકી લો, અને મિક્સરમાં તેનો પાવડર બનાવી લો. બરાબર પાવડર કર્યા પછી તેને એક હવાચુસ્ત ડબ્બામાં ભરીને મૂકી દો, જેથી ભેજ ન લાગે. આયુર્વેદ અનુસાર આ ઘટકોથી બનાવેલો પાવડર ઉત્તમ માનવામાં આવે છે, પરંતુ તેનું હંમેશા યોગ્ય માત્રામાં સેવન કરવું જ ફાયદાકારક બની શકે છે.

આ મસાલા પાવડરને ગરમ પાણી સાથે દરરોજ એક ચમચી સેવન કરવાથી જરૂર ફાયદો થશે. સવારે ખાલી પેટ તેનું સેવન કરવું વજન ઘડવા માટે વધારે ફાયદાકારક માનવામાં આવે છે. તમે આ પાવડરને અનુકુળતા અનુસાર સલાડમાં મસાલા તરીકે પણ ઉપયોગ કરી શકો છો.

આ મસાલા પાવડરનું સેવન ગેસ્ટ્રીક સમસ્યાથી પણ છુટકારો અપાવી શકે છે. પાચનતંત્રને સ્વસ્થ રાખવા અને કબજીયાતની સમસ્યાને દુર કરવા માટે પણ આ મસલા પાવડરનું સેવન ફાયદાકારક બને છે.

જીરું, વરીયાળી, અજમો અને હિંગના આ પાવડરનું સેવન કરવાથી શરીરનું મેટાબોલીઝમ બરાબર રહેવાની સાથે ચયાપચયને યોગ્ય રાખે છે જેથી તમારું વજન સંતુલિત રહે છે. આ પાવડરનું સેવન કરવાથી શરીરની વધારાની ચરબી દુર થાય છે.

ડાયાબીટીસના કારણે શરીરમાં ઘણી બધી સમસ્યાઓ ઉતપન્ન થવા લાગે છે તેવી પરિસ્થિતિમાં આ મસાલા પાવડરનું સેવન કરવાથી ફાયદો થાય છે અને બ્લડ શુગરનું પ્રમાણ પણ ઘટી શકે છે.

આ પાવડરનું સેવન કરતા પહેલા એક વાતનું ધ્યાન રાખવું કે જો તમે અન્ય કોઈ દવા લેતા હોવ અથવા તમને ડાયાબિટીસ, બ્લડપ્રેશર અથવા ખોરાક સંબધિત સમસ્યા હોય તો તેનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. આ પાવડરમાં અજમો ગરમ પ્રકૃતિ ધરાવો હોવાથી તેનું પણ યોગ્ય માત્રામાં સેવન કરવું ખુબ જ જરૂરી છે

આમ, આ મસાલા પાવડરનું સેવન કરવાથી તમારું વજન ઘટી શકે છે. આશા રાખીએ કે આ માહિતી તમને પસંદ આવી અને તમારું વજન ઘટાડવા ઉપયોગી સાબિત થઇ શકે. આ ઉપયોગી અને સાચવવા જેવી માહિતીને જરૂર મિત્રો જોડે શેર કરવા વિનંતી.

No comments:

Post a Comment

Recommended Jobs