Pages

Recommended Jobs

Search This Website

Thursday, October 6, 2022

રોજ સાંજે માત્ર એક જ ચુટકી ખાવ, આંતરડા ગંદગી કરી નાખશે સાફ

રોજ સાંજે માત્ર એક જ ચુટકી ખાવ, આંતરડા ગંદગી કરી નાખશે સાફ..

આજે આ લેખમાં અમે એવી ટીપ્સ બતાવીશું કે જેનાથી નાના આંતરડામાં અને મોટા આંતરડામાં વર્ષો જુનો કાચો આમ એટલે કે આયુર્વેદ જેને કાચો આમ કહે છે અને એલોપથી વિજ્ઞાનમાં જેને ટોક્સિક કહે છે. આ કાચો આમ કે જે કચરો છે જેને ખેંચી ખેંચીને બહાર કાઢી આંતરડા કાચ જેવા, એટલે કે જન્મ સમયે જેવા આંતરડા હતા તેવા જ ચોખ્ખા આંતરડા બનાવવા માટેની એક ટીપ્સ અમે જણાવીશું.

પેટના કોઇપણ રોગ ગેસ, એસીડીટી, કબજીયાત, છાતીની બળતરા જેવા કોઇપણ પ્રકારના પાચન સંબંધિત કોઇપણ રોગની એક માત્ર દવા દેશી ઓસડીયાથી બનાવીને ઉપચાર કરી શકાય છે અને અસરકારક પરિણામ મેળવી શકાય છે.

આ માટે ઔષધિઓમાં 4 વસ્તુ લેવાની છે.  જેમાં વરીયાળી, જીરું, અજમો અને સંચળ લેવાનું છે. આ  બધી વસ્તુઓમાંથી બે ચમચી જીરું, બે ચમચી અજમો લઈને તેને ગેસ ઉપર ધીમી આંચથી ગરમ કરીને  શેકી નાખવાનો છે. જયારે તેમાંથી શેકાવાની સુગંધ આવે ત્યારે તેને આંચ પરથી લઈ લેવાનો છે. લગભગ બે મિનીટ જેટલા સમયમાં તે શેકાઈ જશે.

આ મિશ્રણમાં એક ચમચી વરીયાળી મિક્સ કરી લેવાની છે. ત્યાર બાદ તેમાં અડધી ચમચી સંચળ લઈને આ બધી જ વસ્તુને મિક્સ કરી લેવી. આ મિશ્રણ મિક્સ કરીને પછી તેને કોઈ મિક્સરમાં નાખીને બરાબર ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણ પાવડર જેવો બની જશે.

આ પાવડર દિવસમાં માત્ર એક વખત એટલે કે 24 કલાકમાં એક વખત માત્ર અડધી ચમચી જેટલો આ પાવડર હુંફાળું ગરમ પાણી કરીને તેને એક ગ્લાસમાં પાણીમાં લઈને આ પાવડર તેમાં નાખવો. આ પાવડર નાખ્યા બાદ પાણીમાં નાખીને હલાવીને મિક્સ કરી દેવો. આ મિશ્રણ વાળું પાણી ભોજન કર્યાના એક કલાક બાદ ગમે ત્યારે પી શકો છો.

આ પાણી પીવાથી ડાયજેશન સીસ્ટમ મજબુત બનશે, કબજિયાતની સમસ્યા દરરોજ આ પાણી પીવાથી ધીમે ધીમે નાબુદ થાય છે. પેટ સાફ થાય છે, પેટ ફૂલી જવાની સમસ્યા હોય તો તે મટે છે, એસીડીટી પણ આ ઈલાજ અપનાવવાથી મટે છે. આ પ્રયોગ કરવાથી 10 દિવસમાં તેનું પરિણામ મળી જાય છે.

આ પ્રયોગથી નાના આંતરડામાંથી અને મોટા આંતરડામાંથી ખેંચાય ખેંચાયને બહાર આવે છે. જેમ જેમ કચરો ખેંચાઈને બહાર નીકળતો જશે તેમ તેમ શરીરમાં સ્ફૂર્તિ આવશે. 10 થી 15 દિવસ પછી તમે જાતે જ અનુભવશો કે તમને પહેલાની જગ્યાએ વધારે તાજગી લાગશે, પહેલા કરતા વધારે સારી રીતે કામ કરી શકશો. આ પ્રયોગથી ગેસ, કબજિયાત, એસીડીટી જેવા પાચનતંત્ર સંબંધિત ભયંકર રોગોમાંથી મુક્તિ મેળવી શકશો.

આ સિવાય બીજો એક નુસખો છે જે અઠવાડિયામાં એક વખત જ કરવાનો છે. આ બંને નુસ્ખામાંથી કોઇપણ એક નુસખો જ અપનાવવો. જે કબજિયાતને દુર કરે છે. કબજિયાત 90 ટકા વાયુના કારણે થાય છે. પિત્તનું સ્થાન આપણી હોજરીમાં અને વાયુનું સ્થાન આપણા આંતરડામાં છે.

જયારે જયારે વાયુ પોતાના સ્થાન પરથી ચલિત થઈને પિત્ત થાય છે ત્યારે મોટા આંતરડામાં રહેલા મળમાં રહેલા પાણીને આ પિત્ત સુકવી નાખે છે. આને પરિણામે આંતરડામાં રહેલો મળ પથ્થર જેવો થઇ જાય છે. ખુબ જ કઠણ થઈ જાય છે.

જેના પરિણામે આપણું પેટ રોજેરોજ સાફ થતું નથી. મોટું આંતરડું બ્લોક થાય છે. જેની નાના આંતરડાને સીધી જ અસર થાય છે. તેની પેરેસ્ટાઈલિંગ મુવમેન્ટ ડાઉન થાય છે. જેમાંથી જે ગેસ થાય તે ગેસ રીટર્ન થાય, એટલે ઉપર હોજરીમાં આવે. આવી ઘણી બધી સમસ્યાઓ ઉદ્ભવે છે.

નાના આંતરડાની આંકોચન, સંકોચન પ્રક્રિયા હોય છે, જેમાં ખોરાકને આગળ ધકેલવાનું કાર્ય કરે છે જે વાયુ કરે છે. વાયુ બરાબર ન હોય, વાયુ પિત્ત થયેલો હોય તો પેરેસ્ટાઈલિંગ મુવમેન્ટ બરાબર થતી નથી. તે ધીમી પડી જાય છે.

મોટા આંતરડામાં વાયુ કુપિત થતો હોય તો પાણી સુકાય છે. જેના લીધે મળ ઢીલો બનવો જોઈએ તે  કઠણ થઈ જાય છે. શરીરમાં 24 કલાકમાં નાના આંતરડા અને મોટા આંતરડાનો કચરો સાફ થઈ જવો જોઈએ, તો શરીરનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે.

આજના સમયે ઘણા લોકો કબજીયાતથી પીડાતા હોય છે. વર્ષોથી ધીમે ધીમે આંતરડાની દીવાલો પર જુનો મળ જમા થાય અને જેનાથી આપણા આંતરડા નબળા પડી જાય છે. આંતરડામાં જુનો કચરો વર્ષોથી ફસાયેલો હોય, દીવાલો અને છીદ્રો બ્લોક થઈ ગયેલા હોય તેના માટે આપણે આયુર્વેદથી કચરો સાફ કરી શકીએ છીએ.

આ માટે ગરમ દૂધ લેવાનું છે, બની શકે તો દૂધમાંથી મલાઈ કાઢી લેવી. ફ્રીજમાં મુકવાનું અને મલાઈ કાઢી લેવાની છે. મલાઈ વગરનું ગરમ કરેલું એક કફ દૂધ એટલે કે અડધા ગ્લાસ જેટલું દૂધ લેવાનું અને આ દુધમાં શુદ્ધ એરંડિયું લઈને તેની એક ચમચી ગરમ કરેલા દુધમાં નાખવી.

સવારે એરંડિયું નાખેલા ગરમ કરેલા દુધને સવારે ખાલી પેટ પેટ પી જવું. 30 મીનીટની અંદર તેનો જુલાબ આવશે. આવા  ચારથી પાંચ જુલાબ થશે તેના લીધે કચરો ધીમે ધીમે બહાર નીકળી જશે. જેમાં દીવાલો પર ચોટેલો કચરો પણ ખેંચાય ખેંચાઈને બહાર નીકળશે. આ પ્રયોગ અઠવાડિયામાં માત્ર એક જ વખત કરવો.

આ પ્રયોગમાં ઝાડા ખુબ જ લાગે છે માટે અઠવાડિયામાં રજાના દિવસે જ કરવો. જે લોકો દૂધ નથી ખાતા જેમના માટે પણ એક અગત્યનો પ્રયોગ છે, જેમાં બજારમાંથી ત્રિફળાચૂર્ણ લાવીને તેને એક ગ્લાસ પાણી ગરમ કરીને તેમાં એક ચમચી ત્રિફળાનું ચૂર્ણ નાખવું.

આ પાણીને ગરમ કરતા તેમાંથી અડધું પાણી બચે ત્યારે તેને ગરણીથી ગાળી લેવું. આ પાણીમાં એક ચમચી એરંડિયું નાખી દેવું. આ પાણીમાં હલાવીને સવારે નરણા કોઠે આ મિશ્રણ પી જવું. આ પ્રયોગથી અડધા જ કલાકમાં અસર થશે અને બધા જ આંતરડા સાફ થઈ જશે. આ પ્રયોગમાં આ પ્રયોગ કાળજી એ રાખવી કે જે દિવસે આ પ્રયોગ કરવાના હો તેના આગળના દિવસે હળવો ખોરાક લેવો. જે દિવસે પ્રયોગ કરવાનો હોય ત્યારે આખો દિવસ ફ્રુટ લેવું. અને માત્ર સાંજે જ જમવું.

આ પ્રયોગ કરવાથી અલ્સર, મોલાઈટીસ, આંતરડાનું કેન્સર જેવા રોગોથી બચી  શકાય છે. આ સિવાય પણ ઘણા ઘરેલું નુસખાઓ છે જેનાથી કબજિયાત મટાડી શકાય છે. લગભગ 8 થી 10 ગ્રામ સુકી દ્રાક્ષ લઈને તેમાંથી બીજ અધીને તેને દુધમાં ઉકાળીને ખાઓ. અને દુધને પી જવું જેનાથી કબજિયાત મટે છે.

આમ, આ રીતે કબજિયાત જેવા રોગોને મટાડી શકાય છે, આંતરડાને સાફ કરી શકાય છે. આ ઉપરોકત ઉપચાર કરવાથી આંતરડા કાચ જેવા સાફ થઈ જાય છે. આંતરડા શુદ્ધ રહેવાથી બીજી બીમારીઓ દુર રહે છે. કોઈ રોગ થતો નથી. જેનાથી આપણે સ્વસ્થ રહી શકીએ છીએ. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

No comments:

Post a Comment

Recommended Jobs