કેન્સર થવાનું કારણ માત્ર વ્યસન જ નહી, પરંતુ ખોરાકમાં લેવાતી આ વસ્તુઓ પણ હોઈ શકે છે

કેન્સર થવાનું કારણ માત્ર વ્યસન જ નહી, પરંતુ ખોરાકમાં લેવાતી આ વસ્તુઓ પણ હોઈ શકે છે..

નમસ્કાર મિત્રો, આજના આ આર્ટીકલમાં વાત કરવાના છીએ કેન્સરનું કારણ બનતા અમુક ખોરાક વિષે. સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે દારૂ, સિગારેટ, તંબાકુ જેવી વસ્તુનું સેવન કરવાથી કેન્સર થવાની શક્યતા વધી જાય છે, અને આ બધી વસ્તુઓથી દુર રહેવાનું પણ કહેવામાં આવે છે. ઘણીવાર આપણા રોજીંદા આહારમાં લેવાતી કેટલીક વસ્તુઓ પણ કેન્સરનું કારણ બની શકે છે.


એક રિચર્ચ મુજબ 10 માંથી 1 વ્યક્તિને કેન્સર તેના ડાયટના કારણે થાય છે. એટલે કે તે વ્યક્તિ તંબાકુ, સિગારેટનું સેવન ન કરતી હોય તેમ છતાં કેન્સરનો ભોગ બની શકે છે, પરંતુ તેનું કારણ તેનો આહાર પણ હોઈ શકે છે. તો ચાલો જાણીએ કઈ કઈ વસ્તુ એવી છે જેનું સેવન કરવાથી કેન્સરનું જોખમ વધી શકે છે.

રેડ મીટ : રેડ મીટનું સેવન શરીરમાં કેન્સરનું જોખમ વધારી શકે છે. રેડ મીટમાં લીનોલીક એસીડ મળી આવે છે, જે લોકો દરરોજ માસ ખાય છે તેમના માટે આ આદત ખતરનાક સાબિત થઇ શકે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર એક સપ્તાહમાં 300 ગ્રામથી વધારે રેડ મીટ ખાવું જોઈએ નહી, જો વધારે માત્રામાં સેવન કરવામાં આવે તો તે ખતરનાક સાબિત થઇ શકે છે.

મેંદો : મેંદો સ્વાથ્ય માટે યોગ્ય ખોરાક નથી, મેંદામાં સેચ્યુરેટ ફેટ વધારે માત્રામાં હોય છે. આ સેચ્યુરેટ ફેટ કેન્સરનું જોખમ વધારે છે. મેંદામાં કેમિકલ અને ક્લોરીન પણ હોય છે જે શરીર પર ખરાબ અસર કરે છે. માટે મેંદાનું સેવન બને ત્યાં સુધી ઓછુ કરવું સ્વાથ્ય માટે હિતાવહ છે.

ડોનટ્સ : ડોનટ્સ કેન્સરનું થવાનું મોટું કારણ છે. ડોનટ્સમાં સફેદ લોટ, ખાંડ અને હાઈડ્રોજેનેટેડ ઓઈલ હોય છે જેના કારણે શરીરમાં ઇસુલીનનું પ્રમાણ પ્રભાવિત થાય છે અને સાથે જ કેન્સરની કોશિકાઓમાં વૃદ્ધિ થાય છે, માટે ડોનટ્સ જેવી વસ્તુ ખાવાની બંધ જ કરી દેવી જોઈએ.

ખાંડ : સ્વાથ્ય માટે વધારે પડતું ખાંડનું સેવન સારું નથી. ખાંડના સેવનથી ડાયાબીટીસ, વજન વધવું જેવી સમસ્યા પેદા થાય છે. ઘણીવાર ખાંડ પણ કેન્સરનું જોખમ વધારી શકે છે. ખાંડમાં જે આર્ટીફીશીયલ સ્વીટનર અને કેમિકલનો ઉપયોગ થાય છે તે માથાનો દુખાવો, યાદશક્તિ નબળી પડવી, ચક્કર આવવા જેવી બીમારી વધારવાની સાથે મગજનું કેન્સરનું કારણ બની શકે છે.

પોપકોર્ન : આપણને એક વાર વિચાર જરૂર આવે કે આ પોપકોર્ન પણ સ્વાથ્ય માટે હાનીકારક સાબિત થઇ શકે ખરું ? માઇક્રોવેવમાં 5 મીનીટમાં બની જતા પોપકોર્ન તમને ભાવતા હોય તો ચેતી જાજો. આ પોપકોર્નમાં જે કેમિકલ હોય છે તે સ્વાથ્ય માટે ખતરનાક સાબિત થઇ શકે છે. વધારે પડતા પોપકોર્ન ખાવાથી કીડની, મૂત્રાશય, લીવર અને આંતરડાના કેન્સરનું જોખમ વધી શકે છે.

આલ્કોહોલ : વધારે પડતું દારૂનું સેવન કરવાથી ડાયાબીટીસ, સ્થૂળતા, કેન્સર જેવી ગંભીર બીમારીઓ થઇ શકે છે. જે લોકો દારૂનું સેવન કરતા હોય તેમના જીવનમાં વંશાનુગત કેન્સર હોય છે. મહિલાઓમાં જો દારૂ પીવાની આદત હોય તો તેમને સ્તન કેન્સર થવાની શક્યતા ખુબ જ વધી જાય છે.

હોટડોગ્સ અને સોસ : હોટડોગ્સ અને સોસ બંને વસ્તુઓ વધારે નમક અને કેમિકલ યુક્ત હોય છે, માટે તેના કારણે કેન્સરની ઉત્પતિ વધારે થાય છે. જે લોકો નિયમિત રીતે આ વસ્તુઓનું સેવન કરે છે તેમને કેન્સર થવાનું જોખમ સામાન્ય લોકો કરતા વધારે હોય શકે છે.

આમ, ઘણીવાર વ્યસન ન કરતા હોવા છતાં અમુક ખોરાકનું વધુ પડતું સેવન કરવાથી કેન્સરનું જોખમ વધી શકે છે. મિત્રો આવા ખોરાકથી બને ત્યાં સુધી દુર રહેવું જ આપણા સ્વાથ્ય માટે સારું છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમે પણ વ્યસનમુક્ત થવાની સાથે આ ખોરાકથી પણ દુર રહો. આ ઉપયોગી માહિતીને જનહિત માટે જરૂર શેર કરવા વિનંતી.

Post a Comment

0 Comments