Pages

Recommended Jobs

Search This Website

Sunday, October 16, 2022

દિવાળીની રાતે ચુપચાપ ઘરમાં આ જગ્યાએ ૧ દીવો પ્રગટાવી દો

દિવાળીની રાતે ચુપચાપ ઘરમાં આ જગ્યાએ ૧ દીવો પ્રગટાવી દો




દિવાળીમાં દીવા નો જગમગાટ કરવાથી સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે. આ ખાસ દિવસ અધર્મ ઉપર ધર્મના વિજયનો પર્વ, અસત્ય પર સત્યની સાશ્વત વિજયનો પર્વ છે. દીવો પ્રગટાવવાનાં મહત્વને ધર્મગ્રંથોમાં જણાવવામાં આવેલ છે. આજે અમે તમને અહીંયા જણાવીશું કે દિવાળીના ખાસ અવસર પર આપણે બધા પોતાના ઘરના દરેક ખુણામાં દિવાસા માટે પ્રગટાવતા હોઈએ છીએ. દીવા નાં મહત્વને હિન્દુ ધર્મના પ્રાચીન ગ્રંથોમાં દર્શાવવામાં આવે છે.

ઋગ્વેદ અનુસાર દિવા માં દેવતાઓનો તે જ રહે છે, એટલા માટે કોઈ શુભ આયોજન પર સકરાત્મક ઊર્જાનો સંચાર કરવા માટે ઘી અથવા તેલનો દીવો પ્રગટાવવાનું વિધાન છે. ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામના અયોધ્યાથી પરત ફરવા અને દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા નરકાસુરનો વધ કરવા પર લોકોએ ખુશીઓના દીવા પ્રગટાવ્યા હતા અને દિવાળીની ઉજવણી કરી હતી.

શું તમે જાણો છો કે દિવાળી ઉપર પણ દીવા પ્રગટાવવાનો નિયમ હોય છે. જો તમે નિયમોને ધ્યાનમાં રાખીને દીવા પ્રગટાવશો નહીં તો માતા લક્ષ્મી રિસાઈ જાય છે. તો ચાલો આજે અમે તમને દિવાળી ઉપર દીવો પ્રગટાવવાનાં નિયમ વિશે જણાવીએ. સાથોસાથ લક્ષ્મી પુજન બાદ દિવાળી ઉપર એક ખાસ જગ્યાએ દીવો પ્રગટાવવાથી અઢળક ધન પ્રાપ્ત થાય છે. દિવાળી ખાસ કરીને રોશની નો તહેવાર હોય છે. આ દિવસે ચારોતરફ દીવા પ્રગટી રહ્યા હોય છે. દિવાળી પર ઘર ઘરમાં દીવા નો જગમગાટ જોવા મળે છે. તો ચાલો જાણીએ દિવાળી ઉપર કઈ ખાસ જગ્યાએ દીવો પ્રગટાવવાથી કરોડપતિ બની શકાય છે.

દિવાળીનાં પાવન અવસર પર સૌથી પહેલા ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો જોઈએ. લક્ષ્મી પુજન કરતાં સમયે તેમની સમક્ષ અખંડ દીવો જરૂરથી પ્રગટાવવો જોઈએ. ધ્યાન રાખો કે આ દીવો આખી રાત શરૂ રહેવો જોઈએ અને ક્યારે પણ બુજાઈ જવો જોઈએ નહીં.

દિવાળીનાં દિવસે તમારે પોતાના પિતૃઓ માટે પણ દીવો પ્રગટાવવો જોઈએ. જો શક્ય હોય તો પોતાના કુળદેવતા અથવા કુળદેવીના સ્થાન ઉપર દીવો અવશ્ય પ્રગટાવીને રાખો. દિવાળીના દિવસે પુજા કરી લીધા બાદ સૌથી પહેલા ઘરના મુખ્ય દરવાજાની બંને તરફ દીવો પ્રગટાવવો જોઈએ. માતા લક્ષ્મી તમારી ધનની બધી જ ઈચ્છા પુરી કરે તેના માટે તમારે ઘરના બહાર એટલે કે મુખ્ય દરવાજા ઉપર રોશની કરવી જોઈએ.

જે જગ્યાએ તમે પાણી રાખો છો તે સ્થાન દિવાળીના દિવસે એક દીવો જરૂરથી પ્રગટાવો. ઘરમાં નળની પાસે દીવો રાખવો શુભ માનવામાં આવે છે. આવું કરવાથી તમારા ઘરમાં અન્નનાં ભંડાર ભરેલા રહે છે. જો શક્ય હોય તો તુલસીનો પુજન આવશ્યક કરો અને ઘરમાં તુલસીની ચારોતરફ દીવા પ્રગટાવીને રાખો. આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ નો વાસ થાય છે.

દિવાળીનાં દિવસે પીપળાના વૃક્ષની નીચે દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ. કહેવામાં આવે છે કે દિવાળીનાં દિવસે પીપળાની નીચે દીવો પ્રગટાવવો શુભ ફળદાયક હોય છે. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારે દીવો પ્રગટાવી લીધા બાદ પાછળ વળીને જોવું જોઈએ નહીં. આ ઉપાય તમારી પ્રગતિના બધા જ રસ્તા ખોલી નાખશે.

જો તમારા ઘરની આસપાસ કોઈ ચાર રસ્તા હોય તો તે જગ્યાએ પણ એક દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ. જો તમે આવું કરો છો તો ઘરમાં રહેલી નકારાત્મક શક્તિ દુર થાય છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે. દિવાળીનાં પુજન બાદ તમારે બીલીપત્રનાં વૃક્ષની નીચે દીવો પ્રગટાવી દેવો જોઈએ. તેનાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. તેની સાથે જ આર્થિક પરેશાનીઓ પણ દુર થઈ જાય છે. દિવાળી પર લક્ષ્મી પુજન બાદ એક દીવો પાડોશીના ઘરમાં રાખી આવવો જોઈએ. તેનાથી કોઈપણ પ્રકારના મતભેદ હોય તો તે દુર થઈ જાય છે.

No comments:

Post a Comment

Recommended Jobs