Pages

Recommended Jobs

Search This Website

Monday, October 17, 2022

ઝડપથી લોહીની ઉણપને દુર કરશે આ એક આયુર્વેદિક ઉપાય

 ઝડપથી લોહીની ઉણપને દુર કરશે આ એક આયુર્વેદિક ઉપાય

ઝડપથી લોહીની ઉણપને દુર કરશે આ એક આયુર્વેદિક ઉપાય

ઘણા લોકોને શરીરમાં લોહીના ટકા ઘટી જવાની સમસ્યાઓ થઇ હોવાનું તમે સાંભળ્યું જ હશે. આ સમસ્યા શરીરમાં કોઈ ઉણપ આવવાથી, કોઈ બીમારીના કારણે થાય છે. શરીરમાં હિમોગ્લોબીન કે લોહીનું પ્રમાણ ઘટી જવાથી પણ એનીમિયા જેવી બીમારીઓ ઉત્પન્ન થાય છે. માટે આવી બધી બીમારીઓથી બચવા માટે હિમોગ્લોબીન યોગ્ય માત્રામાં રહે તેવા ઉપાયો કરવા જોઈએ.

ઘણી વખત ખરાબ ખાનપાન અને આપણી લાપરવાહીના કારણે આપને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણી વખત શરીરમાં અમુક કારણોસર હિમોગ્લોબિન સ્તર સામાન્યત નીચે ચાલ્યું જાય છે. હિમોગ્લોબીન લાલ રક્ત કોશિકાઓમાં આવેલ આયર્ન યુક્ત પ્રોટીન છે, જે પુરા શરીરમાં ઓક્સીજન લઈ જવાનું કાર્ય કરે છે. હિમોગ્લોબીન ઓછુ હોવાના કારણ શરીરમાં આયર્ન ઉણપ છે.

ઉપાય 1: આ રીતે હિમોગ્લોબીન વધારવા માટે ડ્રાઈફ્રુટની દુકાનેથી અંજીર લાવવું. ઘણી વખત ડ્રાઈફ્રુટની દુકાને દોરી ઉપર લટકાવેલા અંજીર જોવા મળશે.તે અંજીરને દોરીમાં લગાડીને સુકાવે છે. આ માટે આવા અંજીર લાવીને તેમાંથી 3 અંજીર કાઢી લો. આ પછી તેને કોઈ વાટકામાં પલાળી દો. આ પછી તેને ઉપરથી ઢાંકીને રાખી દો. સવારે ઉઠીને આ પાણી પી લેવું અને આ અંજીરને ચાવીને ખાઈ લેવું. આ રીતે દરરોજ ખાલી પેટ આ રીતે અંજીર ખાઈને આ રીતે પ્રયોગ કરી શકાય છે. આ રીતે કરવાથી શરીરમાં કુદરતી રીતે લોહી બનવાનું શરુ થઈ જશે. આ ઉપાય કરવાથી માત્ર 15 દિવસમાં લોહીની સંપૂર્ણ ઉણપ પૂરી થઈ જશે. આ માટે તમે 15 દિવસ પછી રીપોર્ટ કરાવીને જોઈ શકો છો.

અંજીર

ઉપાય 2: આ પછી બીટનો પ્રયોગ કરીને પણ લોહીની ઉણપને પૂરી કરી શકાય છે. આ માટે બપોરે ભોજન કર્યા બાદ તેના પાંદડા સહીત બીટનું જ્યુસ કરી લેવું અને તેમાં એક લીંબુ નીચોવીને તેને આ જ્યુસમાં ઘોળીને પી જવું. આ રીતે દિવસમાં આ બે સમય આ પ્રયોગ કરીન લોહીની સંપૂર્ણ ઉણપને પૂરી કરી શકાય છે.બીટનું જ્યુસ

આ રક્તકણોના નિર્માણમાં આયર્ન, પ્રોટીન અને વિટામીન, ખાસ કરીને ફોલિક એસીડ અને વિટામીન બી12ની આગવી ભૂમિ રહે છે. આ રક્તકણોનું જીવન કાળ લગભગ ચાર માસનો હોય છે. આ પછી તે નષ્ટ પામે છે અને તેની જગ્યાએ નવા રક્તકણો આવે છે.

મનુષ્યના શરીરના લગભગ 100 ગ્રામ લોહીમાં લગભગ 15 ગ્રામ હિમોગ્લોબીન હોય છે. પ્રતિ મિલીલીટર લોહીમાં 5 મિલિયન રક્તકણ મૌજૂદ રહે છે. આપણા શરીરની મજ્જામાં રકતકણો છે અને દરરોજ લગભગ 100 મિલીલય રક્તકણ આ મજ્જામાં બને છે.

આપણા શરીરમાં લાલ રક્ત કણોની ઉણપ થાય ત્યારે આ સમસ્યા થાય છે. જેનાથી વ્યક્તિઓમાં ઘણા પ્રકારના રોગો વધવાનો ખતરો રહે છે. નાના બાળકોમાં લોહીની કમીને કારણ કે તેનો માનસિક અને શારીરીક વિકાસ યોગ્ય રીતે થઈ શકતો નથી

શરીરમાં લોહીની ઉણપના કારણે મનુષ્યમાં કમજોરી, થકાવટ, શકિતહીનતા અને ચક્કર જેવી ઘણી સમસ્યાઓ આવે છે. આવું વધારે શરીરમાં લોહીમાં આયર્નની ઉણપને કારણે થાય છે. જો તમારા પરિવારમાં કોઈને પણ આવી સમસ્યા છે તો આયર્નની ઉણપને પૂરી કરવા માટેના પ્રયત્નો કરવા જોઈએ.

આ લોહીની ઉણપ પેટમાં કોઈ ઈન્ફેકશનને કારણે, ખાવામાં પોષણની ઉણપને કારણે વધારે માત્રામાં શરીરમાંથી લોહી નીકળવાને કારણે તેમજ કોઈ ગંભીર રોગના કારણે શરીરમાં લોહી નહિ બનવાને આ સમસ્યા થાય છે. આયર્નની ઉણપને કારણે, વિટામીન B-12ની ઉણપને કારણે, ફોલેટની ઉણપને કારણે, ઘણી દવાઓના દુષ્પ્રભાવને કારણે, સમય પહેલા જ લાલ રક્તકણો નાશ પામે ત્યારે, ક્રોનિક રોગ જેવા કીડનીના રોગ અને કેન્સર, થેલેસેમિયા કે સિકલ સેલ એનીમિયા જેવા આનુવંશિક રોગ, ગર્ભાવસ્થા, બોનમેરોનું નાશ થવો કે બાધિત થવું, ધીમી ગતિથી રક્તસ્ત્રાવ થઈ જવો અને અચાનક રક્તની ભારે ઉણપ વગેરેને લીધે હિમોગ્લોબીનની ઉણપ થાય છે.

લોહીની ઉણપથી ઘણા લક્ષણો જોવા મળે છે. જલ્દી થાક લાગે છે, શરીરમાં કમજોરી આવે, ચામડીનો રંગ પીળો પડી જાય, ભૂખ ઓછી લાગે અને ન પણ લાગે, પગ અને હાથમાં સોજો આવી જાય. હિમોગ્લોબીનની ઉણપને કારણે વ્યક્તિ બીમાર પડવા લાગે છે. એક સ્વસ્થ માનવ શરીરમાં લગભગ 20 ગ્રામ આયર્ન હોવું જરૂરી છે. જેના લીધે જલ્દી થાક મહેસૂસ થાય, માથામાં દુખાવો થાય, ધ્યાન કેન્દ્રિત કરવામાં અને વિચારવામાં સમસ્યા થાય, ચીડિયાપણું, ભૂખની ઉણપ થાય, હાથ અને પગમાં ખાલી ચડે.

જયારે હિમોગ્લોબીન ઘટે ત્યારે આંખોનો સફેદ ભાગ લીલો દેખાવા લાગે, નખ નાજુક થઈ જાય, બરફ અને અન્ય નોન ફૂડ ખાવાની ઈચ્છા થાય, ચક્કર આવે, ચામડી પીળી પડવા લાગે, શારીરિક ગતિવિધિઓ સાથે આરામ કરવામાં શ્વાસની તકલીફ થાય, જીભમાં ચાંદા પડે, પુરુષોમાં યૌન ઈચ્છાની ઉણપ થાય. આવા બધા લક્ષણો લોહીની ઉણપને લીધે જોવા મળે છે.

આ લોહીની ઉણપ દુર કરવા માટે ઘણા પ્રયોગો છે કે તેની મદદથી ખુબ જ ઝડપથી લોહીની ઉણપને દૂર કરી શકાય. આ ઉણપને દૂર કરવા માટે અમે અહિયાં થોડા પ્રયોગો બતાવી રહ્યા છીએ કે જેનાથી હિમોગ્લોબીન વધારવામાં મદદ મળશે.

આ રીતે આ બંને નુસ્ખાઓ શરીરમાં લોહીની ઉણપ પૂરી કરવામાં ખુબ જ ઉપયોગી છે. આ રીતે બંને નુસ્ખાઓ શરીરમાં ખુબ જ ફાયદો કરે છે. જેની મદદ વડે ખુબ જ ઝડપથી લોહીમાં વધારો કરી શકાય છે.

આ સિવાય આયર્નની ઉણપને દૂર કરવા માટે ગળોના રસનું સેવન પણ ખુબ જ લાભકારી છે, જે લોહીની કમીને દૂર કરે છે. ગળોના ત્રણ પાંદડાઅને લગભગ 150 એમએલ પાણીમાં નાખીને જ્યાં સુધી ઉકાળો ને જયારે આ પાણીમાંથી માત્ર 80 એમએલ પાણી વધે. આ બાદ આ પાણીના ઠંડું કરીને ગાળી લો અને પછી તેને પી જાઓ. આ રીતે પ્રયોગ કરવાથી પણ લોહીનો વધારો થશે, લાલ રક્તકણોમાં વધારો થશે અને લોહીની ઉણપ દૂર થશે.

આમ, આ ઉપરોક્ત ત્રણ નુસ્ખાઓ જયારે શરીરમાં હિમોગ્લોબીનની ઉણપ સર્જાય, લોહીના ટકા ઘટી જાય ત્યારે કરી શકાય છે, જેનાથી શરીરમાં ખુબ જ ફાયદો થાય છે. આ રીતે કોઇપણ દવા લીધા વગર જ આપણે હિમોગ્લોબીન વધારી શકીએ છીએ. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થશે.

No comments:

Post a Comment

Recommended Jobs