માત્ર ૨ જ ટીપામાં કાન નો બધો મેલ બહાર નીકળી જશે

માત્ર ૨ જ ટીપામાં કાન નો બધો મેલ બહાર નીકળી જશે.

મિત્રો અમે તમને આજે એક એવા અને બધા જ લોકોને ઉપયોગી અને ફાયદો કરે છે તેવા વિષય ઉપર વાત કરવાના છીએ કે જો તમને કાનમાં મેલ ભરાઈ ગયો હોય તો તેને કઈ રીતે સાવ દેશી પદ્ધતિથી બહાર કાઢી શકાય તેના વિશે વાત કરવી છે.

અત્યારે ઘણા ખરા લોકો કે જેમને ખબર નથી હોતી એ લોકો તેમના કાનમાં મેલ ભરાઈ ગયો હોય તો તે લોકો આ મેલને દુર કરવા માટે સેફટી પીન કે દીવાસળી લેતા હોય છે આ પ્રયોગ તમારે બિલકુલ કરવો જોઈએ નહિ તે હંમેશા કાનને નુકશાન પહોચાડે છે, તમે દીવાસળી વડે કાનમાંથી મેલ કાઢો છો ત્યારે ક્યારેક દીવાસળી તમારા કાનમાં ભાંગી જવાની શક્યતાઓ રહેલી હોય છે.

કાનનો મેલ કાઢવાનો દેશી ઈલાજ: તમારે સૌથી પ્રથમ બજારમાંથી થોડું સરસવનું તેલ લઇ આવવાનું રહેશે પછી તે તેલને ગેસ કે ચુલા ઉપર ગરમ કરી નાખવું અને તે તેલ ગરમ કરીને જેવું ઠંડુ પડે એટલે રાત્રે સુતા પહેલા તમે બે ટીપા એક કાનમાં નાખો અને 10 મિનીટ સુધી સુતા રહ્યો અને પછી તે કાનમાં રૂ મૂકી દેવું. ત્યારબાદ તમે બીજા કાનમાં પણ આ રીતે કરો બે ટીપા તેલના નાખો અને 10 મિનીટ સુધી સુઈ જાવ અને રૂ નું પોતું મૂકી દ્યો.

ત્યારબાદ તમારે બંને કાનમાં રૂ મુકીને આખી રાત સુધી સુઈ જવાનું. તમે જ્યારે સવારે ઉઠો એટલે જે સ્ટ્રીક આવે છે કાનનો મેલ કાઢવા માટે તેને લઈને કાનમાંથી ધીમે ધીમે મેલ કાઢવાથી આ સમસ્યામાંથી છુટકારો મળે છે.

આ પ્રયોગ કરવાથી કાનમાં જેટલો મેલ હશે તે બધો જ મેલ નીકળીને રૂ સાથે ચોટી જાય છે અને બહાર નીકળી જાય છે તથા આ પ્રયોગ તમારે મહિનામાં બે વખત કરવાથી તમાર કાન થઇ જશે એકદમ ચોખ્ખા કાચ જેવા. તમે આ ઉપાય અજમાવશો એટલે તમને કાનમાં સારામાં સારું સંભળાતું પણ થઇ જશે.

આમ, અમે તમને આ આર્ટીકલ દ્વારા કાનમાં ભરાયેલો મેલ દેશી ઓહડીયાની મદદથી કઈ રીતે કાઢવો તેના વિશે તમને જરૂરી એવી માહિતી આપી.

Post a Comment

0 Comments