Pages

Recommended Jobs

Search This Website

Monday, October 24, 2022

ઓપરેશન વગર પથરી દૂર કરવાનો એકમાત્ર ઈલાજ છે આ ઉપાય

ઓપરેશન વગર પથરી દૂર કરવાનો એકમાત્ર ઈલાજ છે આ ઉપાય
 

પથરીએ અસહ્ય પીડાદાયક સમસ્યા છે. પથરીની પીડાને શબ્દોમાં વર્ણન કરવું અશક્ય છે. પથરી એક ક્રિસ્ટલ સ્ફટિકનો બનેલો નક્કર સમૂહ છે. જેને આપણે મુખ્યત્વે ક્ષાર કહીએ છીએ. ક્રિસ્ટલ મુખ્યત્વે ચાર પ્રકારના હોય છે. આમાં કેલ્શિયમ ઓક્ઝીલેટ સૌથી મુખ્ય છે.


પથરી માટે ઘણા બધા જવાબદાર કારણો હોય છે, જેમાં પહેલું અને મહત્વનું કારણ પાણી છે. પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં ન લેવાના લીધે જ મોટા ભાગના કિસ્સાઓમાં પથરી બનતી હોય છે. કારણ કે પાણી ઓછું પીવાય છે જેના લીધે પેશાબ ઘટ્ટ થાય છે અને જેમાં રહેલા ક્ષાર ધોવાઈને બહાર નીકળવાની જગ્યાએ કીડનીમાં અને કિડનીમાંથી બહાર નીકળતી પેશાબની નળીઓમાં જમાં થવા લાગે છે. ઘણા બધા ક્રિસ્ટલ ભેગા થઈને પથરીનું સ્વરૂપ લઈ લે છે.

કાળી કળથી

પથરી થવાનું બીજું કારણ છે વધુ પડતું ક્ષાર વાળું પાણી. એવું માનવામાં આવે છે કે જે પાણીમાં ક્ષારનું પ્રમાણ વધુ પડતું હોય તે પાણીના લીધે પણ પથરી થઇ શકે છે. મેદસ્વી પણ પથરીની સમસ્યામાં જવાબદાર ગણવામાં આવે છે. જે લોકોનું વજન વધારે હોય કે પેટની આજુબાજુ ચરબીનું પ્રમાણ ખુબ જ વધુ હોય તેવા લોકોને પથરી બનવાનું જોખમ ઘણું વધી જાય છે.

આ પથરીના ઈલાજ માટે કળથીનો પ્રયોગ ખુબ જ ઉપયોગી છે. કળથીનો ઉપયોગ કરીને પથરીને મટાડી શકાય છે. આપણે ત્યાં ત્રણ પ્રકારની કળથી મળે છે. જેમાં કાળી કળથી, સફેદ કળથી અને લાલ કળથી એમ ત્રણ પ્રકારની કળથી હોય છે. આ ત્રણેય કળથીમાં પથરીના ઇલાજમાં કાળી કળથી ખુબ જ ઉપયોગી છે.

પથરીના ઈલાજ માટે 50 ગ્રામ કાળી કળથી લેવી. રાત્રે સૂતી વખતે 50 ગ્રામ કાળી કળથી 800 મિલી પાણીની અંદર પલાળી દેવી. સવારે ઉઠીએ ત્યારે આ કળથીને બરાબર મસળી નાખવી. મસળી લીધા બાદ કળથીને કપડાથી ગાળી લેવી. આ પછી આ પાણીને પી લેવું. આમ આ પ્રયોગ બે મહિના સુધી કરવો. આ પ્રયોગથી ચોક્કસ પથરી મટી જાય છે. આ પ્રયોગ કરતા થોડો સમય જાય છે પરંતુ પથરી 100 ટકા મટી જાય છે.

જે લોકોને ગેસ્ટ્રીક બાયપાસ સર્જરી એટલે કે વજન ઘટાડવા માટેનું ઓપરેશન કરાવેલું હોય, તેવા લોકોને પણ પથરીની સમસ્યાનું જોખમ ઘણું વધી જાય છે. જે લોકોના પરિવારમાં ઘણા લોકોને પથરી થઇ હોય તેવા લોકો જો કાળજી ન લે તો તેમને પણ પથરી થઈ શકે છે. અમુક પ્રકારના ખોરાકથી પણ પથરીની સમસ્યા પેદા થઈ શકે છે.

જે લોકોને પથરી થઈ હોય તેઓને અસહ્ય દુખાવો થાય છે. પથરીનો દુખાવો પેટના નીચેના ભાગમા અથવા કમરના નીચેના ભાગમાં, ડાબી અથવા જમણી અથવા બંને બાજુ થઈ શકે છે. મોટા ભાગે પથરી જ્યારે તેની જગ્યાએથી ખચતી હોય ત્યારે અ દુખાવો ખુબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે. અમુક દર્દીને તો દુખાવો એટલો બધો અસહ્ય હોય છે કે દર્દી એક જગ્યાએ બેસી પણ નથી શકતો. અમુક દર્દીઓને ક્યારેક પથરીની એટલી બધી પીડા થાય છે કે જેના લીધે તેઓ જમીન પર આળોટતા હોય છે.

પથરીમાં કુદરતી રીતે લાલ અથવા કાળા કલરનો પેશાબ થવો. ઉલટી, ઉબકા અને ઠંડી લાગવી, વારંવાર પેશાબની ઈચ્છા થવી અને વારંવાર સંડાશ પણ લાગે છે. અમુક વખત પથરીને લીધે તાવ પણ આવી જાય છે.

અમુક પથરી જો મોટી હોય અને જો પેશાબની નળીને બ્લોક કરી દે તો કિડનીમાં દબાણ વધી જાય છે અને તેના લીધે કિડનીમાં દબાણ વધી જાય છે. આના લીધે ઘણી વખત કીડનીને પણ નુકશાન થઈ શકે છે.

પથરીના દર્દીને થોડી કાળજી પણ રાખવી જોઈએ. તેમાં પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું. પાણી દરેક પ્રકારના હાનીકારક દ્રવ્યોને પેશાબ દ્વારા બહાર કાઢવામાં ખુબ જ રીતે મદદ કર છે. માટે પાણી અને બીજા જ્યુસ જેવા કે લીંબુ સરબત, મોસંબી અને નારંગીના ફ્રેશ ઘરે બનાવેલા જ્યુસ વધારે પ્રમાણમાં પીવા જોઈએ. આ બાબતમાં જેટલા પ્રમાણમાં પાણી પીવામાં એટલા પ્રમાણમાં પેશાબ પણ કરવો જોઈએ.

ખોરાકમાં પણ થોડી કાળજી રાખવી. ખોરાકમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે લેવું. કેલ્શિયમથી ભરપુર ખોરાક જેવા કે દૂધ, દહીં, માખણ, ઘી, છાશ, લીલા શાકભાજી આ બધી જ વસ્તુઓ વધારે પ્રમાણમાં લેવી જોઈએ. પથરીના દર્દીએ માછલી, ઈંડા જેવી માંસાહારી વસ્તુઓ બંધ કરી દેવી જોઈએ. આ બધી જ વસ્તુઓના સેવનથી કિડનીમાં પથરી બનવાનું શરુ થઈ જાય છે. પથરીના દર્દીને તૈયાર બનાવેલા સોફ્ટ ડ્રીંક ઓછા લેવા જોઈએ. ખાંડ અને મીઠું પણ ઓછુ કરી દેવું જોઈએ. આ સિવાય પથરીના દર્દીને પાલક અને અન્ય ભાજીઓનું પ્રમાણ પણ ઓછુ કરવું જોઈએ. બીટ અને શક્કરીયા પણ ઓછા કરી દેવા જોઈએ.

દર્દ માટે ઘરગથ્થું ઉપાય તરીકે તુલસીના રસ અને મધને મિક્સ કરીને સેવન કરવું જોઈએ. આ ઉપા દુખાવો ઓછો કરે છે અને પથરીની સાઈઝ ઘટાડવા માટે પણ ઉપયોગી છે. દાડમનું જ્યુસ પણ પથરીના દર્દીને ખુબ જ મદદ કરી શકે છે.

આમ, પથરીના ઈલાજ માટે આ ઉપરોક્ત ઉપાય ખુબ જ ઉપયોગી છે અને પથરીને ચોક્કસ મટાડી શકે છે. આ ઉપચાર કરવાની કોઈ જ આડઅસર નથી અને શરીરના સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ઉપયોગી છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમને પથરીની સમસ્યામાંથી છુટકારો મળે

No comments:

Post a Comment

Recommended Jobs