Pages

Recommended Jobs

Search This Website

Saturday, October 22, 2022

ખાલી 2 જ દિવસમાં ફાટેલી એડી ને કરશે પહેલા જેવી મુલાયમ અને કોમળ

 ખાલી 2 જ દિવસમાં ફાટેલી એડી ને કરશે પહેલા જેવી મુલાયમ અને કોમળ

 
ઘણા લોકોને સતત પથરાળ જમીનમાં કામ કરવાથી, વધારે શિયાળામાં ખુલ્લા પગે રહેવાથી કે શરીરમાં ચપ્પલ વગેરે નહિ પહેરવાના કારણે એડીઓ ફાટી જાય છે. આ સમસ્યા ક્યારેક દુખાવો કે એડીઓમાં વાગવાથી ક્યારેક વધારે પ્રમાણમાં દુખાવો ઉત્પન્ન કરે છે. આ ફાટેલી એડીઓને કારણે ઘણા લોકોને ખુબ જ મુશ્કેલી પડે છે. આ ફાટેલી એડીઓને ઠીક કરવા માટે ખુબ જ ઉપયોગી ઘરેલું ઉપચાર છે.

ફાટેલી એડીઓને ઠીક કરવા માટે સૌપ્રથમ તમારા પગને સારી ધોઈ લેવા. પગને સરખી રીતે પાણીથી ધોઈને સાફ કરી નાખવા. આ પગની એડીઓને સાફ કરવા માટે પાણી ગરમ કરવું અને આ પાણીને કોઈ મોટા વાસણમાં ભરીને તેમાં પગને ડુબાડી રાખવા. આ પાણીમાં એક ચેમ્પું અને એક લીંબુનો રસ કાઢીને નાખવો. તેમજ તેમાં લગભગ 5 થી 10 મિનીટ સુધી પગને ડુબાડીને રાખવા. બાદમાં પગને યોગ્ય રૂમાલ કે બ્રશ સાથે પગને સરખી રીતે ઘસવા. આમ કરવાથી ગરમ પાણીમાં જુના કોષો હશે તે ધીરે ધીરે નીકળી જશે અને ખુબ જ ફાયદો થશે.

ગરમ પાણીથી આ રીતે પગને ધોવાથી લીંબુમાં જે બેક્ટેરિયા હોય છે તે નાશ પામે છે. ઘણી વખત બહારથી આવવાથી આપણા પગને આપણે ધોતા નથી અને તેમાં બેક્ટેરિયા કે કચરો ભરાઈ જાય છે જેનાથી એડીઓ ફાટવા લાગે છે. આ માટે પગને વ્યવસ્થિત સાફ કરી લેવા. આ રીતે એક્યુપ્રેસર સીસ્ટમ પણ કામ કરે છે જેના લીધે આખા શરીરમાં ખુબ જ ફાયદો થાય છે. ગરમ પાણીમાં પગને ડુબાડી રાખવાથી શરીર પરની સમગ્ર ચામડીમાં ફાયદો થાય છે. શરીર પર પડેલા કાળા ડાઘ દૂર થાય છે.

હવે ફાટેલી એડીઓનો ઈલાજ કરવા માટે સૌપ્રથમ એક ડીસ લેવી. આ ડીસમાં સફેદ કોલગેટ લઈને તેને એમાં નાખવી. આ માટે અડધી ચમચી જેટલી કોલગેટ લેવી. કોલગેટની જગ્યાએ બીજી સફેદ કલરની કોઈપણ ટુથપેસ્ટ વાપરી શકાય છે.

આ કોલગેટમાં ખુબ જ ઉપયોગી અને એવા ગુણકારી તત્વો હોય છે જે આપણી ફાટેલી એડીઓને સારી કરી શકે છે. આ બાદ કોલેગેટની અંદર વિટામીન ઈનું કેપ્સુલ ભેળવી દેવું. બજારમાં અલગ અલગ સાઈઝની કેપ્સુલ મળે છે. જેમાંથી કોઇપણ કેપ્સુલ લાવી શકાય છે. આમાં જો નાના કેપ્સુલ હોય તો બે કેપ્સૂલનો ઉપયોગ કરવો.

આ કેપ્સુલને ઉપરથી કાપીને તેની અંદરથી નીકળતો રસ કોલગેટમાં નાખવો અને કોલગેટને બરાબર મિક્સ કરી દેવી અને તેમાં લીંબુનો રસ બે થી ત્રણ ટીપા નાખવો. આ પેસ્ટ બરાબર મિક્સ કરી લેવો અને ફાટેલી એડીઓ પર લગાવવો. આ પેસ્ટને માલીશ કરતા હોઈએ એ રીતે વ્યવસ્થિત ઘસીને લગાડવો. સારી રીતે માલીશ કરવાથી લોહીનું પરિભ્રમણ તેજ થાય છે જેનાથી નવું લોહી જલ્દી આવે છે જેના લીધે ઘાવ ભરાય છે. જો એડીઓમાંથી વધારે પ્રમાણમાં લોહી નીકળતું હોય તો લીંબુનો ઉપયોગ કરવો નહિ.

જો એડી થોડી ફાટી હોય તો લીંબુનો રસ નાખી શકાય છે, જે તેજીથી હિલીંગનું કામ કરે છે. લીંબુમાં વિટામીન સી હોય છે જે આ એડીઓ માટે ખુબ જ ફાયદાકારક છે. જયારે કેપ્સૂલમાં રહેલું વિટામીન ઈ એડીઓને સારી કરે છે અને ઘાવને ભરવામાં સહાયક રહે છે. આ પેસ્ટને રાત્રિ દરમિયાન લગાડવો વધારે ફાયદાકારક છે. રાત્રે આ પેસ્ટ લગાવી દીધા બાદ કોઈ પોલીથીન પહેરી લેવું અને ઉપર કોઈ મોજા પહેરી લેવા. આ ઉપાય કરવાથી માત્ર એક જ રાત્રીમાં ફાટેલી એડી ઠીક થાય છે. આ ઈલાજ ખુબ જ ઉપયોગી છે.

આ સિવાય ફાટેલી એડીઓને સારી કરવા માટે દિવસમાં વધારેમાં વધારે પ્રમાણમાં પાણી પીવું. કોઇપણ રોગને મટાડવા માટે આપણા શરીરને હાઈડ્રેટ રાખવું જરૂરી છે. ઘણી વખત પાણીની ઉણપથી પણ એડીઓ ફાટે છે. ઠંડીની ઋતુમાં આપણે ઓછું પાણી પીએ છીએ એટલા માટે શિયાળામાં વધારે પ્રમાણમાં એડીઓ ફાટે છે.

ઉનાળામાં અને ચોમાંચામાં આપણે ગરમીને લીધે ભરપુર માત્રામાં પાણી પીએ છીએ જેના લીધે એડીઓ ફાટતી નથી અને બીજા રોગ પણ ઠીક થાય છે. જયારે શિયાળામાં શરીરમાં ઓછું પાણી પીવાથી જરૂરીયાત કરતા ઓછું પાણી શરીરને મળે છે જેના લીધે તેની અસર આપણા શરીર પર પડે છે. જેના લીધે શરીરમાં સુકું પડે છે અને શરીર પરની ચામડી સૂકી પડે છે. જેના લીધે ડ્રાઈનેશના કારણે પણ એડીઓ ફાટવા લાગે છે. એટલા માટે ભરપૂર માત્રામાં પાણી પીવું જોઈએ.

આ સિવાય બટેટા દ્વારા પણ ફાટેલી એડીને ઠીક કરી શકાય છે. આ માટે પહેલા એક બટાકું લેવું અને તેની ઉપરની છાલ કોઈ ચપ્પુ વડે ઉખાડી લેવી. આ પછી બટાકાનો છૂંદો કરી લેવો. તેને બરાબર વાટીને બરાબર કપડામાં લપેટીને રસ કાઢી લેવો. આ રસમાં થોડો લીંબુનો રસ ભેળવી દેવો અને બરાબર મિક્સ કરી લેવો. જેમાં પણ કોલગેટ નાખી શકાય છે. આ રસને લીંબુના ફાડાની મદદથી ફાટેલી એડીઓ પર લગાવી દેવો. લગભગ 20 મિનીટ સુધી ઓછામાં ઓછો આ રસ રહેવા દેવો.

આ ઉપાયથી પણ એડીઓ ઠીક થાય છે. ધીમે ધીમે જુના કોષ નાશ પામે છે અને તેની જગ્યાએ નવા કોષનું નિર્માણ થાય છે. આ ઉપાય કરવાથી એડીમાં ખુબ જ ફાયદો થાય છે અને એડી ઠીક થાય છે. આ ઉપાય ખુબ જ કારગર છે અને ખુબ જ અસરકારક રીતે એડીને ઠીક કરે છે. આ ઉપાય

આમ, આ ઉપાયથી ફાટેલી એડીઓ ઠીક કરી શકાય છે. આ ખુબ જ ઉપયોગી અને સરળ આસાન નુસ્ખો છે. આ ઉપાય વધારે પડતી ફાટેલી એડીઓને ઠીક કરવામાં ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે. આ ઉપાય શરીરમાં એડીઓના દુખાવામાં પણ રાહત આપે છે. આ ઉપાય એવી રીતે ઉપયોગી છે કે એક જ રાત્રીમાં એડીની સમસ્યાને ઠીક કરી શકે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

2 comments:

Recommended Jobs