Pages

Recommended Jobs

Search This Website

Tuesday, September 20, 2022

શું તમારી સ્કિન બહુ ઓઇલી છે? મેળવવો છે આમાંથી છૂટકારો? તો દેશી ચણાનો આ ફેસ પેક છે જોરદાર અસરકારક, આ રીતે બનાવો ઘરે

 

શું તમારી સ્કિન બહુ ઓઇલી છે? મેળવવો છે આમાંથી છૂટકારો? તો દેશી ચણાનો આ ફેસ પેક છે જોરદાર અસરકારક, આ રીતે બનાવો ઘરે

ઘણા લોકોની ત્વચા સાવ સૂકી હોય છે તેનાથી તેમણે ઘણી સમસ્યા થવા લાગે છે. તેમાં પણ આ ઋતુમાં તો વધારે સૂકી ત્વચા થાય છે તેનાથી તમારી સમસ્યા વધવા લાગે છે. હવે ગરમી આવવા લાગી છે ત્યારે ઘણા લોકોને સૂકી ત્વચાને બદલે તૈલી ત્વચાની સમસ્યા થવા લાગશે. તેના લીધે આપણને ત્વચાને લગતી ઘણી સમસ્યાઓ પણ થઈ શકે છે. તેનાથી ખીલ, એકને જેવી સમસ્યા વધી જાય છે.

image source

યુવતીઓ તેની ત્વચાને મુલાયમ રાખવા માટે તે ચહેરા પર મોઈશ્ચરાઇઝર લગાવે છે. તેના લીધે તેમની ત્વચા પર ખીલ જેવી ઘણી સમસ્યાઓ થવા લાગે છે. તેનાથી ત્વચા કાળી પણ પડી જાય છે. તેથી તમારે તડકામાં બહાર નિકળવાનું પણ ટાળવું જોઈએ. તેનાથી આ સમસ્યા વધી શકે છે. તેના માટે આપણે આજે કેટલાક ઉપાય વિષે જાણીએ તેનાથી તમારી ત્વચા પર રહેલું વધારનું તેલ દૂર થશે અને તમારી ત્વચાને લગતી બધી સમસ્યા દૂર થઈ શકે છે.

તેના માટે જરૂરી વસ્તુઓ :

image source

તેના માટે તમારે સૌથી પહેલા બે ચમચી કાળા ચણા, એક લીંબુનો રસ, ગુલાબજળ અને મધ લેવાની જરૂર પડશે આ બધી વસ્તુ તમારા ઘરમાં સરળતાથી મળી જાય છે તેથી, તમારે આને ગોતવામા વધારે વાર નહીં લાગે.

તેને બનાવવાની રીત :

image source

તેના માટે તમારે થોડા કાળા ચણાને પાણીમાં સારી રીતે પલાળવા તે પછી તમારે તે પાણીને કાઢીને તેને સારી રીતે પીસી લો. તમે સવારે પાણી કાઢીને તેને પીસવું જોઈએ. લીંબુ, મધ, ગુલાબજળ તેમાં નાખીને સારી રીએ ભેળવી લેવું. તમારે તેને લગાવતા પગેલા ખાસ ધ્યાન રાખવું કે આને સારી રીતે ભેળવેળુ હોવું જોઈએ. આને તમારે ઘટ્ટ લેપ તૈયાર કરવાનો રહેશે. આને તમારે ભેળવીને થોડી વાર માટે બાજુમાં રાખવો જોઈએ.

તેને લગાવવાની રીત :

image source

આને લગાવતા પહેલા તમારે તમારા ચહેરાને સારી રીતે સાફ કરવું જોઈએ અને તે પછી જ તમારે તેને ચહેરા પર લગાવો. આ પછી તેને તમારે ૨૦ મિનિટ માટે લગાવીને રાખવું અને તેને તે પછી થોડું પાણી લગાવીને તેને હળવા હાથે મસાજ કરવા જોઈએ. તેને પાંચ મિનિટ માટે મસાજ કરવું અને તે પછી તમારે તેને પાણીથી સારી રીતે સાફ કરી લેવું જોઈએ.

મધ :

મધ એ પ્રકૃતિની સૌથી શ્રેષ્ઠ ત્વચા માટે ઉપાય છે. તેમાં એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટિ સેપ્ટિક રહેલું હોય છે. તે તૈલીય અને ખીલ વાળી ત્વચાને ફાયદો કરી શકે છે. મધ એ કુદરતી ઔષધિ પણ છે, તેથી તે ત્વચાને ભેજવાળી રાખવામાં મદદ કરે છે પરંતુ તેલયુક્ત નહીં. આ કારણ છે કે તેને બદલ્યા વિના ત્વચામાંથી ભેજ ખેંચે છે. ખીલ અને તેલયુક્ત ત્વચાની સારવાર માટે મધનો ઉપયોગ કરવા માટે, તમારા ચહેરા પર લગાવો તેને લગભગ ૧૦ મિનિટ સુધી સૂકવવા દો, અને ગરમ પાણીથી સારી રીતે ધોઈ નાખો.

એલોવેરા :

image source

આ વસ્તુ સુકી ત્વચાને દૂર કરવા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. ત્યાં સારા વૈજ્ઞાનિક પુરાવા છે કે તે ચીકણું પેચોને લીધે થેલી ત્વચાની સારવાર કરવામાં મદદ કરે છે. તૈલીય ત્વચાની સારવાર માટે ઘણા લોકો એલોવેરાનો ઉપયોગ કરે છે. તમે સૂવાના સમયે તમારા ચહેરા પર આને લગાવો. તેને સવાર સુધી ચાલુ રાખી શકો. એલોવેરા સંવેદનશીલ ત્વચા પર એલર્જીક પ્રતિક્રિયા પેદા કરવા માટે જાણીતું છે.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.


No comments:

Post a Comment

Recommended Jobs