Pages

Recommended Jobs

Search This Website

Monday, September 26, 2022

વિટામીન-B12ની ઉણપને દવા કે ટેબ્લેટ લીધા વગર કરો દુર, આ રીતે ઘરે જ બનાવો દેશી દવા

વિટામીન-B12ની ઉણપને દવા કે ટેબ્લેટ લીધા વગર કરો દુર, આ રીતે ઘરે જ બનાવો દેશી દવા.

આજના આ આર્ટીકલમાં અમે વાત કરવાના છીએ વિટામીન-B12ની ઉણપને દુર કરવાના ઘરેલું ઉપાયો વિષે. વિટામીન-B12 આપણા શરીર માટે અતિ આવશ્યક ઘટક છે, કારણ કે તે DNA અને લાલ રક્ત કોશિકાઓ બનાવવા માટે મદદ કરે છે. વિટામીન-B12 વિના લાલ રક્ત કણો બનાવવા ખુબ જ મુશ્કેલ હોય છે જો આ ન થવાથી શરીરમાં મેગાલોબ્લાસ્ટીક એનીમિયાની સમસ્યા ઉત્પન્ન થાય છે. આટલું જ નહીં, શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર બરાબર રાખવામાં, શરીરને ઉર્જા આપવા તેમજ ત્વચા, વાળ અને નખ માટે ફાયદાકારક છે. વિટામીન-B12ની ઉણપ થવાની સાથે શરીરમાં ઘણી બધી સમસ્યાઓ પેદા થવા લાગે છે.

RELATED POST

શું તમે પણ નસકોરાની સમસ્યાથી પરેશાન છો, તો અપનાવો આ ઘરેલું ઉપાય

હવે શરદપુનમ સુધી આ શાકભાજી મફતમાં મળે તો પણ ખાવુ નહીં

વિટામીન-B12, આવશ્યક વિટામિન હોવા છતાં શરીર જાતે બનાવી શકતું નથી. તેને મેળવવા માટે કોઈએ આહાર પર નિર્ભર રહેવું પડે છે. તે લીવરમાં જમા રહે છે, જેથી તેની જો થોડી અછત હોય તો તે ભરી શકે છે. જો તેની માત્રા ખૂબ ઓછી હોય તો ગંભીર લક્ષણો સામે આવવા લાગે છે. વિટામીન-B12 ની ઉણપની સ્થિતિમાં શરીર સામાન્ય કદ કરતા મોટી લાલ રક્ત કોશિકાઓ બનાવે છે, જે પોતાનું કામ યોગ્ય રીતે કરી શકતું નથી. માટે આ વિટામીનની ઉણપને ઝડપથી દુર કરવી જરૂરી છે.

માયઅપચરની ડો.મેધવી અગ્રવાલ કહે છે કે વિટામીન-B12 માછલી, માંસ, ચિકન, ઇંડા, દૂધ અથવા દૂધના ઉત્પાદનો સહિતના પ્રાણી ઉત્પાદનોમાં જોવા મળે છે. તે મુખ્યત્વે પ્રાણી આધારિત ખોરાકમાં જોવા મળે છે, વનસ્પતિ આધારિત ખોરાકમાં નહીં. તેથી, શાકાહારીઓમાં તેની ઉણપ થવાની વધુ સંભાવના હોય છે.

વિટામીન-B12 મુખ્ય રીતે માંસાહારી ભોજનમાં મળી આવે છે. આવી સ્થિતિમાં લોકોને શાકાહારી ખારોક ત્યજી દેવો જોઈએ. ટૂના એક ચરબીવાળી માછલી છે તેમાં જરૂરી માત્રામાં ઓમેગા-3 ફેટી એસિડ, પ્રોટીન અને વિટામીન-B12 હોય છે જે શરીરમાં પોષક તત્વોની ઉણપને પૂરી કરે છે. જે લોકો ખોરાક દ્વારા વિટામીન-B12 લેવા માટે અસમર્થ હોય છે અને શાકાહારીઓ હોય છે તેણે નાસ્તામાં અનાજ અને વિટામીન-B12 થી સમૃદ્ધ ખોરાક લેવો જોઈએ.

વિટામીન-B12 ની ઉણપના લક્ષણો : વિટામીન-B12 ની ઉણપથી અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. વિટામીન-B12 ની ઉણપથી એક અલગ પ્રકારના એનિમિયાનું કારણ પણ બની શકે છે. તેની ઉણપ આહાર દ્વારા પૂરી કરી શકાય છે, વિટામીન-B12 ઉણપમાં, થાક, હાથપગમાં ઝણઝણાટની લાગણી, જીભમાં કડકતા, હોઠ ફાટવા, મોંમાં વારંવાર ફોલ્લાઓ, એનિમિયા, યાદશક્તિ ઓછી થવી, ભૂખ ઓછી થવી, ત્વચાની પીળી થવી વગેરે. આ સિવાય માથાનો દુખાવો, કાનમાં વાગવું, શ્વાસ લેવાની તકલીફ પણ સંકેતો છે. વિટામીન-B12ની ઉણપથી આ પ્રકારના લક્ષણો જોવા મળી શકે છે.

વિટામીન-B12 ની ઉણપથી થતા રોગો : વિટામીન-B12ની ઉણપથી લોકો અનેક પ્રકારની બીમારીઓથી પીડાય શકે છે. કાળજી પૂર્વક ધ્યાન ન આપવામાં આવે તો આ સમસ્યા ગંભીર પણ થઈ શકે છે. આ વિટામીનની ઉણપથી લોકોના શરીરમાં લોહી ઓછું બનવા લાગે છે. જેથી એનિમિયાની પરેશાની થાય છે. આ ઉપરાંત તેની ઉણપથી હાડકાં પણ નબળા પડી શકે છે જે કમરનો દુખાવો અને પીઠમાં દર્દનું કારણ બની શકે છે. શરીરમાં વિટામીન-B12 ઓછું બનવાથી મગજ પર પણ નેગેટિવ અસર પડે છે. આથી ભૂલવાની બીમારી પણ થઈ શકે જેને ડિમેંશિયા કહેવામાં આવે છે. શરીરમાં વિટામીન-B12ની ઉણપથી આ પ્રકારની બીમારીઓ જોવા મળી શકે છે.

ગર્ભવસ્થા દરમિયાન વિટામીન-B12 ની ઉણપ જીવલેણ : નેશનલ ઈસ્ટીટ્યૂટ ઓફ ન્યૂટ્રિશન અનુસાર, ગર્ભવતી પહેલા અથવા સ્તનપાન કરાવતી માતાઓ, જે શાકાહારી હોય છે, જેમાં આ વિટામીનની ઉણપ જોવા મળે છે. આ ઉણપને જો સમયસર પૂરી કરવામાં ન આવે તો માતા-બાળક બંનેને નુકસાન પહોચાડે છે.

આ રીતે વિટામીન-B12ની ઉણપને કરો દુર : વિટામીન B-12ની ઉણપમાંથી છુટકારો મેળવવા માટે આયુર્વેદિક રીતે ઘરે જ ઉત્તમ દવા બનાવીને આ ઉણપ પૂરી કરી  શકાય છે અને ઘણા રોગોમાંથી બચી શકાય છે. ચાલો જાણીએ આયુર્વેદિક રીતે વિટામીન B-12ની ઉણપમાંથી છુટકારો મેળવવાના ઘરેલું ઉપાયો વિષે.

ઉપાય -1 : આયુર્વેદિક રીતે વિટામીન B-12ની ઉણપમાંથી છુટકારો મેળવવા માટેના ઈલાજ માટે સૌપ્રથમ 100 ગ્રામ દેશી ગોળ લેવો. વાપરવા માટે શુદ્ધ અને દેશી ગોળ હોવો જોઈએ. આ પછી 20 ગ્રામ ધાણા લેવા. આ ધાણાને તડકે સુકાવી લેવા. બરાબર સુકાઈ જાય એટલે તેને ખાંડીને કે દળીને પાવડર કરી લેવો. આ પાવડર બની જાય ત્યારે તેને છાલણી વડે છાળી લેવો. ત્યારબાદ તેમાં 2 ચમચી ગાયનું શુદ્ધ ઘી ઉમેરવું. આ મિશ્રણને એક વાસણમાં લઈને ગરમ કરી બરાબર મિક્સ કરી લેવું. આ પછી તેને ઠંડુ પાડવા દેવું ત્યારબાદ તેની આંબલીયા જેવડી નાની નાની ગોળીઓ બનાવી લેવી. આ ગોળીઓને ભેજ વિહીન એક કાચના વાસણમાં ભરી લેવી.

આ ગોળીની મદદથી વિટામીન-B12ની ઉનાપ્ય દુર કરી શકાય છે. જયારે પણ વિટામીન-B12 ની ઉણપ જણાય ત્યારે આ ગોળીને ભૂખ્યા પેટ સવાર સાંજ સેવન કરવું. આ ગોળી સુચાઈ ગયા બાદ તરત જ જમી લેવું, જયારે સાંજે જમ્યા પહેલા આ ગોળી લેવી અને ગોળી સુચાઈ ગયા બાદ તરત જ જમી લેવું. આ ગોળીને ધીમે ધીમે મોઢામાં નાખી સગળવી, આમ કરવાથી મોઢામાં લાળ બનવાનું શરુ થશે અને આ લાળ સાથે ગોળી ભળ્યા બાદ ગળામાં ઉતારી જવાથી આપણું શરીર કુદરતી રીતે વિટામીન-B12 બનાવશે. તેના લીધે વિટામીન-B12ની ઉણપ દુર થશે અને રોગપ્રતિકાર ક્ષમતામાં પણ ઘણો સુધારો થશે.

સાર્ડિન માછલી : વિટામીન-B12 ની ઉણપને દૂર કરવા માટે સાર્ડિન માછલીનું સેવન કરી શકાય છે. સાર્ડિંન એ નાની દરિયાઈ માછલી છે. ડાયટિશિયન્સના જણાવ્યા મુજબ, સાર્ડિન સુપર પૌષ્ટિક હોય છે કારણ કે તેમાં લગભગ દરેક પોષક તત્ત્વો સારી માત્રામાં હોય છે. વિટામીન-B12 સિવાય, તે ઓમેગા -3 ફેટી એસિડ્સનો ઉત્તમ સ્રોત પણ છે.

ઈંડા : સંશોધનથી જાણવા મળ્યું છે કે ઈંડાની સફેદીની સરખામણીમાં ઈંડાની જરદીમાં વિટામીન-B12 નું ઉચ્ચ સ્તર હોય છે. ઈંડા વિટામીન-B12 નો સારો સ્ત્રોત હોય છે. આ ઉપરાંત ચિકનમાં પણ ઉચ્ચ પ્રમાણમાં વિટામીન-B12 હોય છે. તેમજ શાકાહારી લેતા લોકો પોતાની ડાયટમાં પનીર અને દૂધને સામેલ કરી શકે છે. દરરોજ એક કપ દૂધ તમારા શરીરને લગભગ 20 ટકા વિટામીન-B12 પહોચાડવામાં મદદ કરી કરે છે. આ રીતે વિટામીન-B12 ની ઉણપને દુર કરી શકાય છે.

આમ, આ ઉપાયો કરવાથી વિટામીન-B12 ની ઉણપને દુર કરી શકાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે. જનહિત માટે આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનતી.

આવી સ્વાસ્થ્ય લગત ઉપયોગી માહિતી ડેઇલી મેળવવા માટે નીચે આપેલ જિલ્લા વાઇઝ હેલ્થ કેર ગ્રુપમાં જોઈન થવું

જિલ્લા વાઇઝ હેલ્થ કેર ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો.

No comments:

Post a Comment

Recommended Jobs