Pages

Recommended Jobs

Search This Website

Monday, September 26, 2022

હાથ પગ કે શરીરના કોઈપણ ભાગમાં ખાલી કેમ ચઢે છે, જાણો તેના કારણો અને 3 સચોટ ઉપાય

હાથ પગ કે શરીરના કોઈપણ ભાગમાં ખાલી કેમ ચઢે છે, જાણો તેના કારણો અને 3 સચોટ ઉપાય.

મિત્રો આજે અમે તમને આ આર્ટીકલમાં જો તમને હાથ – પગમાં ખાલી ચઢી જતી હોય માટે મારે તમને આ જે ખાલી ચઢે છે તેનું મુખ્ય કારણ શું છે તથા તે મટાડવા માટે કેવા કેવા ઉપાયો અજમાવવા જોઈએ કે જેથી કરીને ખાલી ચડવામાં રાહત થાય છે તેના વિશે માહિતગાર કરીશું. મિત્રો તમે બધા જાણો જ છો કે અત્યારે ખાલી મોટા ભાગના લોકોને નહીવત પ્રમાણમાં ચઢતી હોય છે એવો કોઈ માણસ નહિ હોય કે તેમને ખાલી ન ચઢી હોય અથવા તો ખાલી ચઢવાનો અનુભવ ન થયો હોય બધા જ લોકોને એક વખત તો ખાલી ચઢી જ હોય છે.

ખાલી ચઢવી એ કોઈ ચિંતાનુ કારણ નથી માટે તમારે ચિંતા કરવાની જરૂર નથી. ક્યારેક તમે સુતા હોવ ત્યારે તમારો હાથ નીચે રહી ગયો હોય ત્યારે પણ તમને ખાલી ચઢતી હોય છે અથવા તો શરીરનો કોઈ એક ભાગ નીચે દબાઈ જવાથી તે ભાગ ઉપર લોહીનું પરિભ્રમણ ઓછુ થઇ જતું હોય છે એટલા માટે આપણને ખાલી ચડે છે. જયારે તમને હાથ કે પગ ઉપર ખાલી ચઢી હોય ત્યારે તે ભાગ ઉપર તમતમાટી થતી હોય છે કીડીયું ચઢતી હોય તેવું થાય છે અથવા તો તમને એવું લાગતું હોય છે કે હાથ – પગ છે જ નહિ ત્યારબાદ જેવી ખાલી ઉતરી જાય એટલે  તમારા હાથ – પગ મૂળ સ્થિતિમાં આવે છે ત્યારે પાછુ હતું એમનેમ થઈ જાય છે એટલા માટે ચિંતા કરવાની જરૂર નથી.

મિત્રો ચિંતાનું કારણ ક્યારે છે કે તમને કોઇપણ કારણ વગર વારંવાર દિવસમાં એમનેમ જ હાથ – પગમાં ખાલી ચઢતી હોય ત્યારે તમારે ખાસ સાવચેતી રાખવાની જરૂર છે માટે તમારે તે સમયે થોડી તકેદારી પણ રાખવી પડતી હોય છે.

હવે જાણી લઈએ કે હાથ-પગમાં ખાલી ચઢવાના મુખ્ય કારણો વિશે: બીપી લો થઇ જવાથી- હાથ – પગમાં ખાલી ચઢવા પાછળ જો તમને બીપીનું પ્રમાણ ઓછુ થઈ જવાથી પણ ખાલી ચઢતી હોય છે. લો બીપી થવા પાછળના મુખ્ય કારણની વાત કરીએ તો તમને જયારે તમારા શરીરની બોડીમાં ઇન્ફેકશન લાગે છે ત્યારે લો બીપી થવાની સંભાવનાઓ રહે છે. આ ઉપરાંત તમારી બોડીમાં શુગર ઘટી ગયું હોય ત્યારે પણ લો બીપી થઇ જવાની શક્યતાઓ રહે છે.

હિમોગ્લોબીનની માત્રા ઓછી થવાથી : વાત કરીએ હિમોગ્લોબીન તો કોઈને HB નું પ્રમાણ ઓછુ થઈ ગયું હોય એટલે કે 12 ટકા કે તેથી ઓછુ થઇ જાય ત્યારે પણ હાથ – પગમાં ખાલી ચઢવાની શરુ થઇ જતી હોય છે.

B-12 ની ઉણપ : મિત્રો આ સમસ્યા અત્યારે તો ઘણા બધા લોકોને થતી હોય છે. B-12 ની ખામી હોવાને કારણે પણ તમને હાથ – પગમાં ખાલી ચઢવાની સમસ્યા થતી હોય છે. આ દર્રીઓ સૌથી વધુ ફોરેનમાં જોવા મળતા હોય છે અને તેમાં પણ અમેરિકા, કેનેડા જેવા દેશોમાં આ રીતે B-12 ની કમી વાળા દર્રીઓ વધુ જોવા મળતા હોય છે.

જો તમને લો બીપી ને કારણે ખાલી ચડતી હોય અને તમારું બીપી લો થઇ ગયું એ સમયે તમારે લીંબુ, મીઠું અને ખાંડ નાખીને તેનું શરબત કરીને પીય જવાથી ફાયદો થાય છે તેમજ મીઠું થોડું વધુ નાખવું કારણ કે મીઠામાં આયોડીનનું પ્રમાણ વધુ હોય છે બીપીનું હાઈ કરવાનું કામ કરે છે. આ એક જ ઉપાય કરવાથી ફાયદો બીપીની સમસ્યામાંથી છુટકારો મળે છે.

જો તમને હિમોગ્લોબીનની ઉણપને કારણે જો વારંવાર ખાલી ચડતી હોય તો તમારે પાલખની ભાજી અને બીટનું બને એટલું વધુ સેવન કરવાથી હિમોગ્લોબીનના પ્રમાણમાં ખાસ સુધારો થાય છે એમાં પણ પાલખની ભાજીમાં તો ખુબજ વધુ પ્રમાણમાં HB નું પ્રમાણ વધુ હોય છે. પુરુષોમાં HB નું પ્રમાણ મિનિમમ 13.5 ટકા જોવું જોઈએ અને સ્ત્રીઓમાં HBનું પ્રમાણ 12.5 ટકા હોવું જોઈએ. બીટનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી પણ HB સારા એવા પ્રમાણમાં મળી રહે છે.

B-12 ની ઉણપને કારણે : જો તમને B- 12ની ઉણપને કારણે તમને ખાલી ચડી જતી હોય તો તેને ઠીક કરવા માટે તમારે આથા વાળા ખોરાકનું સેવન કરવાથી રાહત થાય છે આથા વાળા ખોરાકો જેવા કે ઈડલી, ઢોકળા, ઇદડાં, ખમણ વગેરે જેવા ખોરાકો આથા વાળા ખોરાકો કહેવામાં આવે છે. આ ખોરાકમાં ભરપુર B – 12 મળી રહે છે માટે આવા ખોરાકો ખાવા જોઈએ. તથા ફણગાવેલા કઠોળ ખાવાથી પણ ફાયદો થાય છે.

આમ, અમે તમને આ આર્ટીકલ દ્વારા હાથ- પગમાં જો તમને ખાલી ચઢતી હોય તો તેને કઈ રીતે ઠીક કરી શકાય તેમજ ખાલી ચડવાનું મુખ્ય કારણ શું છે અને તેને મટાડવા માટેના દેશી ઉપાયો ક્યાં ક્યાં કરવાથી રાહત થાય તેના વિશે માહિતી આપી.

ખાસ નોંધ:- અમારો ઉદેશ્ય તમારા સુધી સારી માહિતી પહોંચાડવા નો છે. તમારી તાસીર અને ડોક્ટરની સલાહ મુજબ ઉપયોગ કરવો

No comments:

Post a Comment

Recommended Jobs