Pages

Recommended Jobs

Search This Website

Wednesday, September 28, 2022

આટલા લોકોને ડિસેમ્બર 2022 સુધી મળતું રહેશે મફત રેશન , જાણો કોનો સમાવેશ થયો છે

આટલા લોકોને ડિસેમ્બર 2022 સુધી મળતું રહેશે મફત રેશન , જાણો કોનો સમાવેશ થયો છે.

મિત્રો આજે આપણે એ માહિતી મેળવી લઈશું જે ગરીબ લોકોને ખુબજ ફાયદો અને લાભ થશે કેબીનેટમાં એક મહત્વનો નિર્ણય લેવાયો છે કે 80 કરોડ ગરીબ પરિવારોને મફત અનાજ આપવાનો મોદી સરકારે ગરીબ કલ્યાણ યોજના લંબાવી છે.

આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં કેન્દ્રીય કેબીનેટની એક બેઠકનું આયોજન કરવમાં આવ્યું હતું અને તેમાં ખાસ કરીને ગરીબ પરિવારોને લાભ થાય તેવો એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ યોજનામાં આગામી હજી ૩ મહિના એટલે કે છેક ડીસેમ્બર મહિના સુધી રેશન મફતમાં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પી એમ મોદી સાહેબે ગરીબોનું પેટ ભરતી સૌથી મોટી યોજનાને વધુ ૩ મહિના સુધી લંબાવી છે તેમણે મોદી કેબીનેટ P M ગરીબ કલ્યાણ યોજનાની મુદત 30 સપ્ટેમ્બરના રોજ પૂરી થઇ હતી જે હવે ૩ મહિના લંબાવીને છેક ડીસેમ્બર મહિના સુધી રેશન સાવ મફતમાં મળશે. આ ૩ મહિના મુદત લંબાવવાના કારણે આપણી સરકારી તિજોરી ઉપર 44700 કરોડનો બોજ પડશે.

80 કરોડ ગરીબ પરિવારોને મળશે સાવ મફત અનાજ : કેન્દ્રીય કેબીનેટમાં લેવાયેલા નિર્ણયમાં આગામી ૩ મહિના સુધી 80 કરોડ ગરીબ લોકોને મફત અનાજ આપવાનો મોદી સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે જે આગામી ડીસેમ્બર 2022 સુધી મફતમાં અનાજ મળશે.

માર્ચમાં આ યોજનાને 6 મહિના સુધી લંબાવાઈ હતી : મિત્રો ગત માર્ચ 2022 માં આ મફતમાં અનાજના વિતરણની યોજનાને 6 મહિના સુધી લંબાવી હતી જેની મુદત 30 સપ્ટેમ્બરના રોજ પૂરી થઇ રહી હતી જે આગામી હવે ૩ મહિના એટલે કે છેક ડીસેમ્બર 2022 સુધી લંબાવી દેવામાં આવી છે, કેન્દ્ર સરકારના એક રીપોર્ટ મુજબ અત્યાર સુધીમાં ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસે અનાજના સ્ટોકની કોઈપણ પ્રકારની કમી નથી તેમના જણાવ્યા અનુસાર 1 ઓગસ્ટ સુધીમાં સરકાર પાસે સેન્ટ્રલ પુલમાં 28 મિલિયન ટન ચોખા  અને 26.7 મિલિયન ટન જેટલા ઘઉં હતા.

આ મફત અનાજની યોજના કોરોનાની મહામારીમાં શરુ કરવામાં આવી હતી : મિત્રો તમને ખબર હશે કે જયારે કોરોનાની મહામારી ચાલી રહી હતી તે સમયે મફતમાં ગરીબ લોકોને અનાજ વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, તથા યોજનાને ચલાવવા માટે સરકારને દર વર્ષે 18 અબજ ડોલર ખર્ચવા પડે છે તથા આ યોજના હેઠળ લગભગ 80 કરોડ લોકોને સાવ મફતમાં અનાજ આપવામાં આવે છે. સૌથી પહેલા ખાદ્ય મંત્રાલયે કેન્દ સરકારને એક લેખિતમાં પત્ર લખ્યો હતો જેમાં આ યોજનાને આગામી ૩ મહિના સુધી વધારવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

આમ, અમે તમને આ આર્ટીકલ દ્વારા આગામી ૩ મહિના સુધી મફતમાં અનાજનું વિતરણ કરશે જેનાથી 80 કરોડ ગરીબ પરિવારને ફાયદો થશે તેના વિશે જરૂરી એવી માહિતી આપી.

No comments:

Post a Comment

Recommended Jobs