Pages

Recommended Jobs

Search This Website

Wednesday, September 28, 2022

તમારા ઘરે આવતા દૂધમાં કેટલી ભેળસેળ છે જાણો માત્ર 1 મિનીટમાં

તમારા ઘરે આવતા દૂધમાં કેટલી ભેળસેળ છે જાણો માત્ર 1 મિનીટમાં..

દુધને આરોગ્ય માટે શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. મોટા ભાગના રોગો દૂધના નિયમિત સેવનથી ઠીક થાય છે. માટે દુધનું સેવન શરીર માટે ઉત્તમ અને પૌષ્ટિક છે. પરંતુ આજે દુધમાં થતી રોજબરોજની આવી ભેળસેળને લીધે દુધથી શરીરને ફાયદો થવાની જગ્યાએ નુકશાન થાય છે. આપણે પેકિંગમાં મળતું દૂધ સુરક્ષિત હોવાનું માનીને લાવીએ છીએ પરંતુ આજે એમાં પણ મોટા પ્રમાણમાં ભેળસેળ થવા લાગી છે.

જો તમારે દુધમાં સ્ટાર્ચ ભેળવવામાં આવી છે તે જાણવું હોય તો દુધની અંદર 2 ચમચી મીઠું 5 મિલીલીટર દૂધમાં નાખવું. આ રીતે નાખવાથી દૂશમાં વધારે પ્રમાણમાં સ્ટાર્ચ અને હાર્બોહાઈડ્રેટ હશે તો દુધનો રંગ નીલો થઈ જશે.

ઘણી વખત દુધમાં ભેળસેળ કરવા માટે તેમાં ધોવાનો સોડા પણ નાખતા હોય છે. આ રીતે દુધમાં ધોવાનો સોડા નાખવામાં આવ્યો છે કે નહિ તે જાણવા  માટે દુધને એક કાચની શીશીમાં ભરવું. આ રીતે દુધને કાચની શીશીમાં ભર્યા બાદ જોર જોરથી હલાવવું. આમ કરવાથી વધારે પ્રમાણમાં દુધમાં ફીણ વળે તો સમજવું કે દુધમાં ધોવાનો સોડા ભેળવવામાં આવ્યો છે. આ ફીણ પણ ઘણા સમય સુધી રહે છે. ઘણી વખત આવું ધોવાના સોડા વાળું કે ડીટર્જ્ન્ટ વાળું દૂધ ખાવામાં પણ કડવું લાગતું હોય છે.

દુધને લાંબા સમય સુધી બગડે નહી તેમ રાખવા માટે ઘણા પેકીગ વાળા ફોર્મેલીન નાખે. આ એવું રસાયણ છે કે જે લાંબા સમય સુધી મૃત શરીરને જાણવી રાખવા માટે વાપરવામાં આવતું હોય છે. જે ખાવામાં નુકશાન કારક છે. આ રીતે ફોર્મેલીન વાળા દુધને ચેક કરવા માટે 10 મિલી દુધમાં સાવધાની પૂર્વક 2 થી 3 ટીપા સલ્ફ્યુરિક એસીડ નાખો. થોડા સમય સુધી જોવાથી તેનો રંગ નીલો બની જાય તોતેમાં ફોર્મેલીન ની મિલાવટ હોય છે.

ઘણી વખત દુધમાં સાબુના રસાયણો પણ ભેળવવામાં આવે છે. જે આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખતરનાક હોય શકે છે. આ રીતે સાબુ ભેળવવામાં આવ્યો હોય તો તે ચેક કરવા માટે દુધને હાથમાં લઈને રગડવું. જેનાથી તરત ખબર પડી જાશે દુધમાં સાબુ ની ભેળસેળ છે કે નહી. દુધને ઉકાળતા સમયે જો તેનો રંગ બદલીને પીળો થઇ જાય તો સમજી શકાય કે દુધમાં મિલાવટ છે કે નહિ.

ઘણી વખત સાબુ વાળા દુધને સુંઘવાથી પણ સાબુ જેવી વાસ આવતી હોય છે. જો કે અસલી દુધમાં આવી વધારાની કોઈ વાસ આવતી હોતી નથી. માટે દુધમાં સાબુનો પાવડર કે બીજી કોઈ વસ્તુ ભેળવવામાં આવી હોય તે જાણવા દુધને અવશ્ય સુંઘી લેવું.

ઘણી વખત દુધના વનસ્પતિનું દૂધ કે ડાલડા ઉમેરવામાં આવે છે. આ ચેક કરવા માટે દુધમાં 2 ચમચી હાઈડ્રોક્લોરિક એસીડ, 1 ચમચી ખાંડ અને 1 ચમચી દૂધ લઈને તેને સરખી રીતે ભેળવી દો જો તમે એવું કરશો ત્યારે દુધનો રંગ બદલીને લાલ થઈ જશે. આ રીતે જો દુધનો રંગ લાલ જોવા મળે તો તેમાં અચૂક કોઈ વનસ્પતિનો રસ કે કોઈ વસ્તુની ભેળસેળ કરવામાં આવીં હોય શકે.

અસલી દૂધ લાંબા સમય સુધી રાખવાથી બગડી જાય છે પરંતુ રંગ બદલતું નથી. જયારે ભેળસેળ વાળું દૂધ જલ્દી બગડતું નથી. જયારે ભેળસેળ વાળું દૂધ લાંબા રાખવાથી તેનો રંગ પીળો થઇ જાય છે. જે ભેળસેળ હોવાની નિશાની છે. નકલી દૂધ ઉકાળતા સમયે પીળો રંગ ધારણ કરે છે.

થોડા દૂધમાંથી વધારે પૈસા કમાઈ લેવાના ભોગે ઘણા ધંધાદારીઓ દુધમાં પાણી નાખતા હોય છે. પાણીનું પ્રમાણ દુધમાં વધે તો દુધની ગુણવત્તા ઘટે છે તેમજ દુધ પાતળું પણ પડીં જાય છે. આ પાણીની ભેળસેળ ચેક કરવા માટે લાકડા પર કે પથ્થરની સપાટી પર કે કાળી જગ્યા પર દુધના એક થી બે ટીપા ટપકાવીને ચેક કરો, જો દૂધ વહેતું અને નીચેની તરફ પડી જાય અને સફેદ ધાર જેવું નિશાન બની જાય તો જાણી લેવું કે દૂધ શુદ્ધ છે.

ઘણી વખત અસલી દુધની જગ્યાએ ઘણા લોકો યુરીયાથી પણ દૂધ બનાવતા હોય છે, અથવા તો દુધમાં યુરીયા ભેળવીને ફેટ વધારતા હોય છે. દુધમાં યુરીયા નાખવાથી તેમાં રહેલા નાઈટ્રોજનના પરિણામે દૂધ ઠંડું પડે છે અને જાડું થાય છે. જેના લીધે તેના ફેટ વધે છે. આવી રીતે લોકો આ યુરીયા નાખીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે. જો દુધનો રંગ પીળો હશે તો તે દુધમાં યુરિયા ભેળવેલું હોય છે.

દુધમાં યુરીયાની ભેળસેળ જાણવા માટે એક વાસણમાં થોડું દૂધ લો. તેમાં એક ચમચી તુવેરનો પાવડર અને સોયાબીન ભેળવો. આ મિશ્રણને સારી રીતે ભેળવો અને પાંચ મિનીટ સુધી આવી જ રીતે રહેવા દો. આ પછી તેમાં લાલ લીટમસ પેપર ડુબાડો. જો કાગળનો રંગ લીલો હોય તો તેમાં યુરિયાની ભેળસેળ કરવામાં આવી હોય છે.

દુધને હળદર દ્વારા પણ ચેક કરી શકાય છે. આ માટે થોડા ટીપા કટોરીમાં લઈને હળદર ભેળવી દો. જો અસલી દૂધ હોય તો હળદર તરત ઘટ્ટ થઇ જાય છે જયારે મિલાવટ વાળા દૂધમાં આ હળદર જલ્દી ઘટ્ટ થતી નથી. આ રીતે જો હળદર ઘટ્ટ ન થાય તો તે દુધમાં કોઈ વસ્તુની ભેળસેળ કરવામાં આવેલ હોય છે.

મીણબત્તીની મદદથી દુધની ભેળસેળ કે નકલી દુધને જાણી શકાય છે. આ રીતે ચેક કરવા માટે એક કાચના ગ્લાસમાં દૂધ ભરી લેવું અને પછી મીણબત્તી સળગાવવી. આ સળગાવેલી મીણબત્તીની જ્યોતની ઉપર એક ફૂટની ઊંચાઈ પર આ ગ્લાસને રાખવો. જો આ સમયે મીણબતીની જ્યોત લાંબી દેખાય તો તે દૂધ શુદ્ધ હોય છે. આ સમયે જ્યોત ફેલાયેલી દેખાય તો દૂધ નકલી હોય છે.

દુધને સામાન્ય થ વધારે સમય સુધી ગરમ કરવાથી તેની ભેળસેળ જોવા મળે છે. જો દુધને વધારે સમય સુધી ગરમ કરવામાં આવે તો તેના ઉપર મલાઈ જામે છે. આ મલાઈનો રંગ જો પીળો હોય તો તેમાં યુરિયા કે બીજું અન્ય કોઈ કેમિકલ ભેળવવામાં આવ્યું હોય છે.

આમ, આ ઉપરોક્ત બધા જ પ્રયોગો તમારે ત્યાં આવતું દૂધ અસલી છે કે નકલી તે જાણવા માટે ઉપયોગી થાય છે. જો કેમિકલ કે ભેળસેળ વાળું દૂધ ખાવામાં કે વાપરવામાં આવે તો દુધથી મળતા સ્વાસ્થ્ય લાભોની જગ્યાએ ગંભીર બીમારીઓ આવી શકે છે. માટે આપણે વાપરીએ તે દૂધ અસલી હોવું જરૂરી છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમે નકલી દુધથી બચી શકો.

No comments:

Post a Comment

Recommended Jobs