Pages

Recommended Jobs

Search This Website

Monday, October 3, 2022

વજન ઓછું કરવાથી લઇ ને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે ઉપયોગી છે આ વસ્તુ.

વજન ઓછું કરવાથી લઇ ને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે ઉપયોગી છે આ વસ્તુ.

તમને કદાસ આ વાત સાંભળીને સવાલ થશે કે મમરા ખાવાથી તો કાઈ આટલા બધા ફાયદાઓ થોડા થતા હશે પણ આ વાત સાચી છે ખરેખર જોઈએ તો મમરા એ સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદો કરે છે. મમરા ખાવાથી તમારા શરીરની ઈમ્યુંનીટી શક્તિમાં પણ સારો એવો વધારો થાય છે. માટે અમે તમને આ આર્ટીકલના માધ્યમ દ્વારા મમરા ખાવાથી તથા ફાયદાઓ વિશે માહિતી આપવાના છીએ તથા . મમરા એ શરીરમાં બીજી કઈ કઈ બીમારીઓને સાવ જડમૂડમાંથી નાબુદ કરે છે તેના વિશે પણ જરી માહિતી આપીશું.

મમરા એ ચોખામાંથી બનેલો એક પ્રકારનો ખાદ્ય ખોરાક છે. અત્યારે કરોડો ભારતીય લોકો સવારના નાસ્તામાં અનેક પ્રકારનો નાસ્તો કરતા હોય છે પરતું તેમને એ ખબર નથી પડતી કે આ પ્રકારના નાસ્તાનું સેવન કરવાથી ક્યાં ક્યાં ફાયદાઓ થશે તેના વિશે જરા પણ વિચાર કરતા નથી. મમરા ને આપણા દેશમાં સર્વ શ્રેષ્ઠ નાસ્તા તરીકે ઓળખવામાં આવે છે. દરેક ઘરમાં મમરાનો નાસ્તો થતો જોવા મળે છે.

મમરા માંથી મળતા મુખ્ય વિટામિન્સ અને તત્વોની વાત કરીએ તો મમરા માંથી સરળતાથી કેલ્શિયમ અને લોહતત્વ મળી રહે છે આ ઉપરાંત મમરા ફાઈટોકેમિકલ્સથી ભરપુર હોય છે તેથી ઈમ્યુંનીટી સીસ્ટમને પણ વધારવા માટે મમરા ફાયદો કરે છે. મમરા ચોખામાંથી બનેલા હોવાથી તેમાં ભરપુર પ્રમાણમાં વિટામિન્સ હોય છે. મમરા ખાવામાં સાવ હળવા હોય છે પરંતુ તેના અસંખ્ય ફાયદાઓ જોવા મળે છે તેથી તેનું સેવન નાની વયના બાળકો થી માંડીને છેક વૃદ્ધ લોકો કરે છે મમરા એ કોઈને પણ ખાવામાં નડતા નથી.

આમ તો જોઈએ તો હલકા ફૂલકા મમરા ખાવાનું સૌને શા માટે પ્રિય છે તેનું મુખ્ય એ કારણ છે કે આ હલકા મમરા ખાવાથી તમારા શરીરનું વજન પણ વધતું નથી. માટે ડાયેટમાં લોકો મમરા ખાઈ રહ્યા છે. તેથી જ તો મમરા સૌને પ્રિય છે.

મમરામાંથી શું શું બનાવવામાં આવે છે ?

મમરા આમ જોઈએ તો મોટા ભાગના નાસ્તા બનાવવામાં ઉપયોગ થાય છે. દરેક પ્રકારનો શેવડો બનાવવા માટે, ભેળ બનાવવા માટે, સેવ સાથે ખાવા માટે, મમરાના લાડવા કરી શકાય છે.

વધુ પડતું વજન કંટ્રોલમાં કરે છે : જો તમારું વજન સતત વધી રહ્યું હોય તો તેને કંટ્રોલમાં કરવા માટે મમરાનું સેવન કરવાથી વધતા જતા વજનમાં ફાયદો થાય છે તેમજ ઝાડા પણું સાવ દુર થાય છે, વધુ પડતું વજન ઓછુ કરવા માટે મમરા સહાયક સાબિત થાય છે જો તમે મમરાનું સેવન કરશો તો વજન આપો આપ ઓછુ થઇ જશે. મમરામાં કેલરીનું પ્રમાણ સાવ ઓછુ હોય છે તેથી વજન ઉતારવા માટે મમરા ઉત્તમ કહેવાય છે.

મમરામાં ડાયેટરી ફાઈબર પણ ઘણીબધી માત્રામાં હોય છે જેના લીધે તમને પેટ ભરેલું લાગે છે અને ભૂખ પણ સાવ ઓછી લાગે છે.

શરીરમાં એનર્જી વધારે છે : જે લોકો મમરાનું સેવન કરે છે તેમને એનર્જી સારા એવા પ્રમાણમાં મળી રહે છે તેથી જ તેમના શરીરમાં એનર્જીની કમી રહેતી નથી, મમરાનું સેવન કરવાથી એનર્જીનું સ્તર વધે છે તથા તમને થાકની સમસ્યામાંથી છુટકારો થાય છે. આમ જોઈએ તો મમરામાં ઘણીબધી માત્રામાં કાર્બોહાઈડ્રેટ હોય છે તથા શરીરને કાબર્સને તે ગ્લુકોઝમાં બદલે છે જે શરીર માટે એનર્જીનો મુખ્ય સ્ત્રોત છે, માટે લોકોને નબળાઈ અને થાક જેવી તકલીફ રહેતી નથી.

રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે : મમરા શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે કારણ કે તે મુખ્ય વિટામીન, મિનરલ્સ, અને ફાઈટોકેમિકલ્સથી ભરપુર હોય છે તેથી આ તત્વ ઈમ્યુંનીટી સીસ્ટમને તાકાત આપે છે અને તેનું સેવન કરવાથી પણ ઈમ્યુંનીટી સીસ્ટમ એકદમ મજબુત બને છે.

પાચનશક્તિ ને ફાયદો કરે છે : જો તમે મમરાનું સેવન કરશો તો તેનાથી તમારૂ પાચનતંત્ર એક્દમ ઠીક રહે છે તેમજ તમને કબજિયાત જેવી સમસ્યામાંથી છુટકારો થાય છે. મમરામાંથી ડાયેટરી ફાઈબર ઉચ્ચ પ્રમાણમાં મળી રહેતી હોવાથી તમે જે ખોરાક ખાવ છો તે જલ્દીથી પચી જાય છે તથા કબજિયાત જેવી બીમારી પણ તેનાથી સારી થઇ જાય છે. મમરા વિશે એવું પણ કહેવામાં આવ્યું છે કે જે લોકો જમ્યા પછી થોડા મમરા ખાઈ લે એમને કબજીયાતની સમસ્યામાંથી આરામ મળે છે.

આંતરડા માટે ફાયદો કરે છે : મમરામાંથી ફાઈબર સારા એવા પ્રમાણમાં મળી રહેતું હોવાથી આંતરડા માટે ફાયદો કરે છે તમે જો 100 ગ્રામ જેટલા મમરાનું સેવન કરશો તો તેમાંથી તમને 17 ગ્રામ જેટલું ફાઈબર મળી રહે છે જે તમારા શરીરની પાચનશક્તિને સુધારે છે અને આંતરડાને ઘણીબધી સમસ્યાઓથી મુક્ત કરાવે છે.

હાડકાને માટે ફાયદો કરે છે : મમરા હાડકાને માટે ફાયદો કરે છે એવું કહેવામાં આવે છે કે મહિલાઓના હાડકાં હંમેશા પુરુષોની સરખામણી એ થોડા કમજોર હોય છે માટે તમે જો તેનાથી બચવા માંગો છો તો દરરોજ 100 ગ્રામ જેટલા મમરા ખાવાનું શરુ કરી દેવું જોઈએ કારણ કે મમરા એ વિટામિન્સનો ભંડાર ગણાય છે મમરામાંથી મળતા મુખ્ય વિટામિન્સ જેવા કે વિટામીન ડી, વિટામીન બી2, અને વિટામીન બી1 તેમાંથી ભરપુર માત્રામાં મળી રહે છે. આ ઉપરાંત મમરામાંથી તમને કેલ્શિયમ પણ ખુબજ વધુ પ્રમાણમાં મળી આવે છે. તમે જો દરરોજ મમરા ખાશો તો તમને દાંત અને હાડકાંને લગતી સમસ્યામાંથી સાવ છુટકારો થાય છે.

બ્લડપ્રેશરમાં ફાયદો કરે છે મમરા : જો તમને બ્લડપ્રેશરની સમસ્યા છે તો તમારા સ્વાસ્થ્યને માટે મમરા ખુબજ ફાયદો કરે છે મમરામાં સોડીયમનું સારું એવું પ્રમાણ હોય છે જે બ્લડપ્રેશરને લગતી સમસ્યામાંથી છુટકારો અપાવે છે. મમરા બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે ફાયદો કરે છે.

પેટની સમસ્યા મટાડે છે મમરા : મમરા માંસપેશીઓને મજબુત બનાવવા તેમજ પેટને લગતી બીમારીઓને દુર કરવા માટે મમરા ખુબજ ઉપયોગી થાય છે.

આમ, મમરા ખાવાથી કેવા કેવા ફાયદાઓ થાય છે તેના વિશે સંપૂર્ણ માહિતી આપી આ ઉપરાંત મમરાનું સેવન કરવાથી ક્યાં ક્યાં રોગો સામે ફાયદો થાય છે તેના વિશે પણ જરરી એવી માહિતી આપી.


No comments:

Post a Comment

Recommended Jobs