Pages

Recommended Jobs

Search This Website

Thursday, October 13, 2022

માત્ર એક જ વાર ખાઓ નાકની એલર્જી, વહેતું નાક, શરદી, ખાંસી ઠીક થઈ જશે

માત્ર એક જ વાર ખાઓ નાકની એલર્જી, વહેતું નાક, શરદી, ખાંસી ઠીક થઈ જશે

આજે આપણે વાત કરવાના છીએ કે જો તમને નાકને લગતી એલર્જી હોય, શરદીને કારણે નાક સાવ બંધ થઇ જતું હોય, સતત ઉધરસ આવતી હોય વગેરે જેવી તકલીફથી તમે પીડાઈ રહ્યા છો તો તેને ઠીક કરવા માટે અમે તમને એક ઘરે જ દેશી આયુર્વેદિક ગોળીઓ કઈ રીતે બનાવવી તેના વિશે માહિતી આપી દઈએ.

આ ઉપરાંત તમે જયારે સવારે ઉઠો છો ત્યારે તમને છીંક આવવાની શરુ થઇ જવી, નાકમાં ખંજવાળ આવવી, નાકમાં સળવળાટ આવવી, અચાનક શરદી ઉધરસ થઇ જવી, ગાળામાં બળતરા થવી, તથા તમને નાકને લગતી કોઇપણ પ્રકારની એલર્જી વગેરે નાકને લગતી સમસ્યા માટે આ ઉપાય અજમાવવો ખુબજ જરૂરી છે. આ છે જરૂર પડતી મુખ્ય વસ્તુઓ :

કાળા મરી : કાળા મરી અનેક રોગો સામે ફાયદો કરે છે તથા કાળા મરીમાં જે ગરમ તત્વો હોય છે તે આપણા શરીરમાં ઉત્પન્ન થયેલા રોગોને દુર કરે છે અને રોગો સામે લડવાની શક્તિ આપે છે. તે આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિને મજબુત કરવાનું કામ કરે છે.

સુંઠનો પાઉડર : આપણે દવાની ગોળી બનાવવા માટે સુંઠના પાઉડરનો ઉપયોગ કરીશું. તમને બજારમાંથી સુંઠ પાઉડર બહુ સહેલાઈથી મળી જશે અથવા તો તમે આ પાઉડર ઘરે પણ બનાવી શકો છો.

સાકર : આપણે આયુર્વેદિક દવા બનાવવા માટે સાકરનો પણ ઉપયોગ કરીશું, સાકરને લોકો અલગ અલગ ઘણા નામોથી ઓળખતા હોય છે, સાકરના આયુર્વેદિક ઘણા બધા ફાયદાઓ હોય છે આ લીધેલી સાકરને ખાંડીને તેનો પાઉડર બનાવી લેવાનો છે.

સુકી દ્રાક્ષ : તમારે થોડી સુકી દ્રાક્ષ લેવાની છે તથા તમે જાણો જ છો કે સુકી દ્રાક્ષનું સેવન કરવાથી ઘણા બધા ફાયદાઓ થતા હોય છે, સુકી દ્રાક્ષની તાસીર ગરમ હોય છે માટે તે અનેક રોગોને દુર કરવા માટે ફાયદો કરે છે તમે સુકી દ્રાક્ષ ખાવ તો શરીરમાં ગરમી આપે છે તેમજ ઈમ્યુંનીટી શક્તિ વધારવાનું કામ કરે છે.

અજમા : અજમા દરેક રસોડામાં મળી રહે છે અજમા સૌથી વધુ ગરમ હોય છે માટે તેનો ઉપયોગ કરશો એટલે શરીરમાં ગમે તેવી શરદી-ઉધરસ આવતી હશે તો તેને પણ સાવ મટાડી દેશે. જ્યારે તમારું નાક શરદીને લીધે સાવ બંધ થઇ ગયું હોય ત્યારે આપણા ઘરે વૃદ્ધ લોકો કહેતા હોય છે કે તમે અજમાની પોટલી બનાવીને સુંઘતા રહેવાથી નાક ખુલી જાય છે.

ગોળી બનાવવાની રીત : હવે તમે એક ખાલી બાઉલ લ્યો તથા તેમાં આ તૈયાર કરેલી પાંચેય વસ્તુઓમાંથી સૌથી પહેલા 2 ચમસી ભરીને અજમા લ્યો તથા 2 ચમસી ભરીને તેમાં સુંઠનો પાઉડર નાખો, હવે તેમાં 1 ચમસી ભરીને કાળા મરી નાખો તથા 4 ચમસી જેટલો સાકરનો પાઉડર નાખો હવે બાકી વધેલી સુકી દ્રાક્ષ પણ 4 ચમસી ભરીને તેમાં ઉમેરો.

હવે તમારે એકઠી કરેલી આ પાંચેય વસ્તુને મિક્સર અથવા તો તેને ખાંડીને બરાબર ભૂકો કરી નાખવાનો છે પછી તૈયાર થયેલા આ ભૂકાને એક બાઉલમાં નાખો અને તેમાં દેશી ગાયનું ઘી 5 થી 6 ચમસી ભરીને નાખો અને તેને બરાબર મિક્સ કરી નાખો.

હવે તમારે તૈયાર થયેલા આ માવાની નાની ગોળીઓ બનાવી લેવાની છે તથા આ બનાવેલી ગોળીઓને તમે સ્ટોર પણ કરી શકો છો.

સેવન કરવાની રીત : તમારે ગોળીનું સેવન કરતા પહેલા એક ગ્લાસ જેટલું ગરમ પાણી કરી નાખવાનું છે તથા સવારે ભૂખ્યા પેટે 2 ગોળી લેવાની છે જો તમને એલર્જીની સમસ્યા વધુ છે તો તમે 2 ગોળી લઇ શકો છો તથા જો તમે આ ગોળી તમારા ઘરે નાના બાળકોને આપો છો તો તેને 1 ગોળી આપી શકો છો. તથા સાંજે પણ ભૂખ્યા પેટે ગરમ પાણી સાથે આ ગોળીનું સેવન કરવાનું છે.

આમ, અમે તમને આ લેખ દ્વારા શરદી, ઉધરસ કે એલર્જી સામે કઈ રીતે રક્ષણ મેળવવા માટે ઘરે કઈ રીતે આયુર્વેદિક ગોળીઓ બનાવવી અને તેનું કઈ રીતે સેવન કરવું વગેરે જેવી માહિતી આપી.

No comments:

Post a Comment

Recommended Jobs