Pages

Recommended Jobs

Search This Website

Wednesday, October 12, 2022

આ પદાર્થમાં હોય છે 86 થી વધુ ખનીજ તત્વો જે તમારા શરીરમાં જોમ ભરી દેશે

આ પદાર્થમાં હોય છે 86 થી વધુ ખનીજ તત્વો જે તમારા શરીરમાં જોમ ભરી દેશે.

આજે અમે તમને શિલાજીત વિશે માહિતી આપી દઈશું કે હકીકતમાં શિલાજીત છે શું ? આ શિલાજીત ક્યાંથી મળી આવે છે ? તેના મુખ્ય ફાયદાઓ ક્યાં ક્યાં છે ? શું શિલાજીતનું સેવન બહેનો કરી શકે કે નહિ ? વગેરે જેવી શિલાજીત વિશે તમને માહિતી આપી દઈશું.

શીલાજીત ક્યાંથી મળી આવ્યો ?  વાત કરીએ શીલાજીત વિશે તો શિલાજીત ખાસ કરીને હિમાલયના પહાડોમાંથી મળી આવ્યો હતો અને હવે પણ ત્યાં જ મળે છે આયુર્વેદના કહ્યા અનુસાર શિલાજીતમાંથી અંદાજે ૮૫ કે તેથી પણ વધુ પ્રકારના મિનરલ્સ તત્વો તેમાંથી મળી આવે છે એટલા માટે તેને સર્વ રોગોને નાશ કરતી ઔષધી તરીકે ઓળખવામાં આવી છે. આ શિલાજીત હિમાલય ઉપરાંત તિબ્બેટ, ગીલગીટ ક્ષેત્રમાં આ શીલાઓ મળી આવે છે અત્યારે આ ઔષધી મળવી ખુબજ મુશ્કેલ સાબિત થાય છે તથા આ શિલાજીત એ ચીકાશવાળા કાળા ભૂખરા રંગની હોય છે.

શિલાજીત એ એક જડીબુટ્ટી સમાન છે જે શરીરને સ્ફૂર્તિલુ અને જોશથી ભરપુર રાખે છે, શિલાજીતમાં ફૂલવિક એસીડ હોય છે જે શરીરના મુખ્ય ખનીજ તત્વોને ઓબ્જર્વ કરવાની શક્તિ ધરાવે છે. શિલાજીતનું સેવન કરતા પહેલા તેની ચકાસણી કરી લેવી જરૂરી છે કારણ કે જો ભેળસેળ વાળું શિલાજીત આવી ગયું હોય તો ફાયદો કરવા કરતા તે નુકશાન કરે છે.

શિલાજીતનું સેવન કરવાની રીત : જો તમે શિલાજીતનું સેવન કરવા માંગતા હોવ તો તમારે શરૂઆતના દિવસોમાં 100 મીલીગ્રામ જેટલું શિલાજીત દિવસમાં 2 વખત લેવું જોઈએ ત્યારબાદ સમય જતા ધીમે ધીમે તેમાં વધારો કરતો જવો તથા સમય જતા દિવસમાં ૩ શિલાજીતનું સેવન કરી શકો છો.

શિલાજીત ના ફાયદાઓ : શિલાજીત એ જો તમે વધુ પડતું બ્લડપ્રેશર ધરાવતા હોય તો તેને નિયંત્રિત કરવાનું કામ કરે છે શિલાજીત હાડકાને મજબુત કરવાનું કામ કરે છે એમાં મુખ્યત્વે કેલ્શિયમ, મેગ્નેશિયમ, નિકલ, અને સ્ત્રોટીયમ જેવા તત્વો જોવા મળતા હોય છે જે હાડકાની નબળાઈને દુર કરી હાડકાને ખુબજ મજબુત બનાવે છે.

એક નાની ચમચી શિલાજીતનું સેવન કરવાથી તમારા પુરુષત્વમાં વધારો થશે. ખરેખર શિલાજીતમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન વધારવાની ક્ષમતા હોય છે. તેનું સેવન કરવાથી તમારી પરફોર્મન્સ ટાઈમિંગ પણ વધે છે.. શિલાજીત પૌરુષત્વ વધારે છે અને વાંઝિયાપણામાં લાભકારી નીવડે છે. આ ઉપરાંત વીર્યની કમી હશે તો પણ ઝડપતી રીકવર થશે.

શિલાજીતનો ઉપયોગ આપણા મગજ માટે પણ ફાયદાકારક છે. તે આપણી યાદશક્તિને પણ મજબૂત બનાવી શકે છે. તેમાં હાજર ફુલવિક એસિડ મગજમાં ટાઉ પ્રોટીનના અસાધારણ અને અસંતુલિત ઉત્પાદનને અટકાવી શકે છે. જેના કારણે અલ્ઝાઈમર જેવી મગજની સમસ્યાથી પણ રાહત મળી શકે છે. જો કે આ અંગે હજુ વધુ સંશોધનની જરૂર છે.

ડાયાબીટીશ માંથી રાહત છે અપાવે છે અને વધુ પડતા કોલેસ્ટ્રોલના પ્રમાણને નિયંત્રણમાં રાખે છે. તે અલ્ઝાઈમરમાં ફાયદાકારક છે તથા હદયને સ્વસ્થ રાખે છે, એનીમિયાની સમસ્યા માંથી છુટકારો અપાવે છે, યાદશક્તિમાં વધારો કરે છે, શીલાજીતમાં જોવા મળતું મેગ્નેશિયમ લોહીમાં ગ્લુકોઝના લેવલને કંટ્રોલ કરવાનું કામ કરે છે.

મહિલાઓમાં પીરીયડસ જેવી સમસ્યા જેવી કે બ્લડીંગ ઓછુ આવવું કે વધારે આવવું તથા અનિયમિત માસિકધર્મ જેવી સમસ્યા શિલાજીતનો ઉપયોગ કરવાથી મટી જાય છે.

કેવી રીતે શિલાજીત લઇ શકાય ? તમે નવશેકા પાણીની સાથે શિલાજીત લઇ શકો છો તથા ઇલાયસીના દાણા અને મધ સાથે શિલાજીતના પાઉડરનું સેવન કરી શકો છો. શિલાજીતનો ઉપયોગ ઘી કે માખણ સાથે પણ કરી શકો છો. દુધ સાથે, નાળીયેર પાણી સાથે, શિલાજીતને ફ્રીઝમાં રાખવું નહિ. શિલાજીતને તમે રાત્રે સુતા પહેલા અને સવારે વ્યાયામ કરતા પહેલા તેનો ઉપયોગ કરી શકો છો.

શિલાજીતનું સેવન કોણે ન કરવું જોઈએ ? જે મહિલાઓ પ્રેગનેન્ટ હોય છે તેણે શિલાજીતનું સેવન કરવું જોઈએ નહિ, 12 વર્ષથી જે બાળકો નાના હોય છે તેમણે શિલાજીતનું સેવન કરવું નહિ, જે લોકોના શરીરમાં આયર્નની માત્રા વધારે હોય છે તેમણે પણ શિલાજીત લેવું નહિ. ગંભીર હદય રોગના દર્દીઓ અને હાઈ બ્લડપ્રેશરના રોગીઓને તેનું સેવન ન કરવું જોઈએ.

આમ, અમે તમને આ લેખ દ્વારા શિલાજીતનો કઈ રીતે ઉપયોગ કરવો તથા શિલાજીતનું કઈ રીતે તેનું સેવન કરવાથી થતા ફાયદાઓ વિશે તમને જરૂરી એવી માહિતી આપી.

No comments:

Post a Comment

Recommended Jobs