Pages

Recommended Jobs

Search This Website

Saturday, October 15, 2022

50 વધારે બીમારીનો ઈલાજ છે આ મસાલો, જાણો ઉપયોગ કરવાની રીત

50 વધારે બીમારીનો ઈલાજ છે આ મસાલો, જાણો ઉપયોગ કરવાની રીત..

મિત્રો ભારત એ મસાલાનો દેશ છે, ભારતમાં જેટલા મસાલા થાય છે એટલા વિશ્વના બીજા એકેય દેશોમાં નથી થતા અને આપડે આજે જેની વાત કરવાના છીએ તે ભારતના દરેક રસોઈ  ઘરમાં અવશ્ય જોવા મળે છે તેમજ આપડા પૂર્વજો પણ આનો ઔધાધી તરીકે ઉપયોગ કરતા આવ્યા છે, તો આજે આપણે વાત કરવાના છીએ જાયફળ વિષે.

જાયફળનું વાનસ્પતિક નામ મિરિસ્ટિકા ફ્રેગરેન્સ (Myristica fragrans) કહે છે. જેને અંગ્રેજીમાં Nutmeg કહેવામાં આવે છે. જયારે તેને સંસ્કૃતમાં જાતીફલ, માલતીફલ કહેવામાં આવે છે. અમે અહિયાં આ લેખમાં જાયફળના ફાયદાઓ વિશે જણાવીએ છીએ જેથી કરીને તમે જાયફળનો દવા તરીકે ઉપયોગ કરી શકો.


જાયફળનું વૃક્ષ ખુબ જ મોટું હોય છે. તેની 80 અલગ અલગ પ્રજાતિ માનવામાં આવે છે. ભારત અને માલદ્વીપમાં કુલ 30 જાતિઓ મળી આવે છે. જાયફળ મૂળ રૂપથી એશિયા મહાદ્વીપના પૂર્વમાં સ્થિત મલાકા દ્વીપનું વૃક્ષ છે. જાયફળના ફળ બે પ્રકારના હોય છે જેમાં નર અને માદા એમ પ્રકારે હ્પ્ય છે. જેમાં માદા જાતિના જાયફળના ફૂલ નાની નાની મંજરીઓ પર આવે પર આવે છે અને અને પાંદડા ભાલા જેવા પહોળા હોય છે. નર જાતિના જામફળના પાંદડા મોટા હોય છે અને તેને અંગ્રેજીમાં મીરીસ્ટિકા મેક્રોફીલા કહે છે. આ પાંદડાને મસળતા થોડી સુગંધ આવે છે. આ વૃક્ષ પર ફૂલ આવે છે પણ પુષ્પકોષ હોતા નથી.

ઝાડા: જાયફળને પાણીમાં ઘસીને દિવસમાં ખોરાકના રૂપમાં પીવાથી શરદી લાગવાથી બાળકોને થતા ઝાડા મટે છે. જાયફળમાં ગોળ ભેળવીને નાનીઓ નાની ગોળીઓ બનાવીને 1-1 ગોળી ને 2-2 કલાક પછી ખાવાથી કબજિયાત અને બદહજમીના કારણે થનારા ઝાડા મટી જાય છે. જાયફળને પાણીમાં ઘસીને પછી તેમાં વાટેલી વરીયાળી સારી રીતે ભેળવી દો.. તેને પાણી સાથે નાના બાળકોને 1 દિવસમાં 2 થી ૩ વખત ખોરાકના રૂપમાં દેવાથી ઝાડા થવાની તકલીફ મટે છે. 1 ગ્રામ જાયફળના ચૂર્ણને અડધા કપ પાણી સાથે દિવસમાં સવારે અને સાંજે પીવું. તેનાથી પેટ ફુલાવું, પેટમાં દર્દ થવું અને પાતળા ઝાડા બંધ થઈ જાય છે.

અનિંદ્રા: ગાયના ઘીમાં જાયફળ ઘસીને પગના તળીએ અને આંખોની પાંપણો પર લગાવવું, તેનાથી ઊંઘ સારી આવે છે. જાયફળને પાણી કે ઘીમાં ઘસીને પાંપણો પર લેપની જેમ લગાવવાથી ઊંઘ સારી આવે છે.

શરદી-કફ: જાયફળને પાણીમાં ઘસીને લેપ બનાવી લેવો. આ લેપને નાક પર, નખ પર અને છાતી પર ઘસવાથી જલ્દી આરામ મળે છે. સાથે જાયફળનું ચૂર્ણ સુંઠના ચૂર્ણ સાથે બરાબર માત્રામાં ભેળવીને તેના ચોથા ભાગનું ચમચી 2 વખત ખવરાવવું. તેનાથી શરદી અને કફની તકલીફ દુર થઈ જશે. જાયફળ વાટેલું એક ચપટીની માત્રામાં લઈને દૂધમાં ભેળવીને આપવાથી શરદીની અસર ઠીક થઈ જાય છે. તેને શરદીમાં સેવન કરવાથી શરદી લાગતી નથી.

દમ: લગભગ 1 ગ્રામની માત્રામાં જાયફળના ચૂર્ણને એક ગ્રામ પાણી સાથે સવારે અને સાંજે લેવાથી દમનો રોગ ઠીક થઈ જાય છે. એક ગ્રામ જાયફળ અને એક ગ્રામ લવિંગના ચૂર્ણમાં ૩ ગ્રામ મધ અને 182 મીલીગ્રામ બંગ ભસ્મ ભેળવીને ખાવાથી શ્વાસના રોગમાં લાભ મળે છે

કફ: જાયફળ અને સુંઠ અને જાવિત્રીને એક સાથે વાટીને કોઈ કપડામાં બાંધીને સુંઘવાથી કફમાં આરામ મળે છે. જાયફળને પાણી સાથે વાટીને મધમાં ભેળવીને સવારે અને સાંજે બાળકોને ચટાડવાથી બાળકોને વારંવાર થનારો કફ ઠીક થઈ જાય છે. જાયફળ અને સુંઠને ગાયના ઘીમાં ઘસીને ચટાડવાથી બાળકોનો કફના કારણે થનારા ઝાડા બંધ થઇ જાય છે.

હરસમસા: 10 જાયફળને દેશી ઘીમાં એટલું શેકો કે જેથી તે સુકાઈ જાય. તેને વાટી કે ગાળીને તેમાં બે કફ ઘઉંનો લોટ ઘીમાં શેકો અને સાકર ભેળવીને રાખી લો. તેને 1 ચમચી દરરોજ સવારે ખાલી પેટ ખાઓ. તેનાથી હરસમસા મટે છે. જાયફળના બીજોનો ગર્ભ 25 ગ્રામ તથા વરીયાળી 25 ગ્રામ ખાંડીને તેમાં 50 ગ્રામ ખાંડ ભેળવી દો. આ મિશ્રણને ૩-૩ ગ્રામની માત્રામાં દરરોજ સવારે અને સાંજે પાણી સાથે લેવાથી બાદી અને લોહીવાળા હરસમસા મટે છે.

મોઢાની દુર્ગંધ: જાયફળના નાના નાના ટુકડાને દિવસમાં 2 થી ૩ વખત ચૂસતા રહેવાથી મોઢાની દુર્ગંધ અને ફીકાપણું દુર થઈ જાય છે. જાયફળના ટુકડા 240 થી 360 મીલીગ્રામની માત્રામાં ચાવવાથી મોઢાની દુર્ગંધ દુર થઈ જાય છે. તેના સેવનથી ચક્કર આવવા અને મૂર્છા લાગવી વગેરે મટે છે.

કમર દર્દ: પાનમાં જાયફળનો ટુકડો નાખીને ખાવાથી અને જાયફળને પાણીમાં ઘસીને બનેલા લેપને ગરમ ગરમ કમરમાં લગાવીને માલીશ કરવી. તેનાથી કમરનું દર્દ મટે છે. જાયફળને ઘસીને રાત્રે કમર પર તેનો લેપ કરવાથી કમર દર્દ મટી જાય છે. જાયફળને પાણી સાથે તોડીને ઘસી લો. આ પછી તેને 200 મિલીલીટર તલના તેલમાં સારી રીતે ગરમ કરી લેવું. ઠંડા થયા બાદ કમર પર માલીશ કરવાથી. જેનાથી કમરના દર્દથી છુટકારો મળે છે.

બાળકોને દૂધ ના પચવું: માનું દૂધ છોડીને બાળકને બીજું દૂધ પીવરાવવાથી તે બાળકને બરાબર પચતું નથી. આ સમસ્યાના ઈલાજ માટે દુધમાં એક જાયફળ નાખીને ખુબ ઉકાળવું. આ પછી ઠંડું પડ્યા બાદ બાળકને પીવા આપવું. જેનાથી દૂધ આસાનીથી હજમ થશે અને ml પણ દુર્ગંધ રહિત જાડું આવશે.

નપુસંકતા: જાયફળનું ચૂર્ણ ચમચીના ચોથા ભાગનું સવારે અને સાંજે મધ સાથે ખાવો અને તેનું તેલ સરસવના તેલમાં ભેળવીને શિશ્ન લિંગ પર ઘસવું. તેનાથી નપુસંકતા અને શીઘ્રપતનનો રોગ મટે છે. જાયફળનું ચૂર્ણ અડધા ગ્રામ સાંજે પાણી સાથે ખાવાથી 45 દિવસમાં વીર્યની ઉણપ અને મૈથુન કમજોરી દુર થાય છે.

કાચા દુધમાં જાયફળ ઘસીને દરરોજ સવારે અને રાત્રે આખા ચહેરા પર લગાવવાથી ખીલમાં પડેલા ડાઘ દુર થઈ જાય છે અને ચહેરાની સુંદરતા ઉઘડે છે. લીંબુના રસમાં જાયફળ ઘસીને 2 ચમચીની માત્રામાં સવારે અને સાંજે ભોજન પછી સેવન કરવાથી ગેસ, કબજિયાતની તકલીફ દુર થાય છે. રૂના પૂમડાથી જાયફળનું તેલ દાંતના મૂળમાં લગાવવાથી અને ખાલી ભાગમાં ફોહો ભરાવીને દબાવી રાખવાથી દર્દમાં આરામ મળે છે.મધ સાથે એક ગ્રામ જાયફળનું ચૂર્ણ સવારે અને સાંજે ખવરાવો. તેનાથી ભૂખ લાગવી બંધ થઈ જશે.

એક ભાગ જાયફળને તેલ અને ચાર ભાગ સરસવના તેલમાં ભેળવીને સાંધાનો દુઃખાવો, સોજો, ઈજા પર 2 થી ૩ વખત માલીશ કરવાથી તેનાથી આરામ મળશે. જાયફળ અને જાવિત્રી 10-10 ગ્રામ અને અશ્વગંધા 50 ગ્રામ ભેળવીને વાટી લો. એક-એક ચમચી દૂધ સાથે નિયમિત લેવાથી દુર્બળતા મટે છે.જાયફળના તેલનું મરહમ બનાવીને ઘાવ પર લગાવું. તેનાથી ઘાવમાં લાભ થાય છે. જાયફળના તેલને દાંતો નીચે રાખવાથી દાંતના કૃમિ મરી જાય છે અને દર્દ પણ મટી જાય છે. જાયફળને વાટીને દુધમાં ભેળવી આંખોમાં સવારે અને સાંજે લગાવવાથી આંખ આવી હોય તો મટે છે.

આ સિવાય પણ જાયફળના ઉપયોગથી આફરો, ગેસ બનવો, ગર્ભધારણ, ઉલ્ટી-વમન, મરડો, કાનનો સોજો, સંગ્રહણી, ઈજા, લકવો, અપચ, પ્રસવ દર્દ, વધારે તરસ, શીળસ, વાનો રોગ, વીર્ય રોગ, પેટ દર્દ, યોની ભ્રંશ, ગાંઠો નો ગઠીયો વા, વધારે પેશાબ, ચહેરા પર કરચલીઓ, કોલેરા, હાથ પગનો સોજો, સંકોચન, ચહેરો કાળો પડવો, વાઈ, બાળકોનો તાવ, એડી ફાટવી, બળવું, નાડી દર્દ, શારીરિક સુંદરતા, નાડીમાં બળતરા, ગળાનો સોજો, ગરદન દર્દ, શારીરિક શક્તિ વગેરેમાં જાયફળનો ઉપયોગ થાય છે.

તુલસીના રસમાં જાયફળને ઘસીને એક ચમચીની માત્રામાં ૩ વખત ખાઓ. તેનાથી હેડકી બંધ થઈ જાય છે. ચોખાના ધોવરાવણ પાણીમાં જાયફળ ઘસીને પીવાથી હેડકી અને ઉલ્ટી બંધ થઈ જાય છે. જાયફળના ઉકાળાથી ૩ થી 4 વખત કોગળા કરો. જેનાથી મોઢામાં પડેલી ચાંદી મટે છે. જાયફળના રસમાં પાણી ભેળવીને કોગળા કરવાથી મોઢાની ચાંદી ઠીક થાય છે. જાયફળને પાણીમાં ઘસીને અડધી અડધી ચમચી 2 થી ૩ વખત પિવરાવો. તેનાથી બાળકોના ઝાડા  મટે છે.

આમ, જાયફળ એક ઉપયોગી ઔષધ છે. તેના વિવિધ રોગોનો ઈલાજ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ઉપરોક્ત રોગોમાં તેના ઉપયોગથી છુટકારો મેળવી શકાય છે. માટે આ રોગથી પીડિત દર્દીઓને જાયફળ સેવન કરાવવું. અમે આશા રાખીએ કે આ જાયફળ વિશેની માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

No comments:

Post a Comment

Recommended Jobs