Pages

Recommended Jobs

Search This Website

Tuesday, October 4, 2022

રોજ સવારે ઉઠીને કરો આ કામ ચહેરો એકદમ ચમકી ઉઠશે, કરો માત્ર આ 3 ઉપાય

રોજ સવારે ઉઠીને કરો આ કામ ચહેરો એકદમ ચમકી ઉઠશે, કરો માત્ર આ 3 ઉપાય..

નમસ્કાર મિત્રો, આજના આ આર્ટિકલમાં અમે વાત કરવાના છીએ ચેહરાને કુદરતી રીતે ચમકાવવાના ઘરેલું ઉપાયો વિષે. મહિલા હોય કે પુરુષ દરેક જણ એમ ઇચ્છતું હોય છે કે તેમની સ્કિન ખીલ, ડાઘ ધબ્બા વગરની તેમજ ગ્લોઈંગ કરતી હોવી જોઈએ. પરંતુ, આ વ્યસ્ત ભાગદોડ વાળી લાઇફ સ્ટાઈલમાં આપણે મોટાભાગે ઇચ્છીને પણ પોતાના શરીરનું ખાસ ધ્યાન રાખી શકતા નથી. આજની મહિલા પોતાની સ્કિન ની જાળવણી માટે જાત જાત ની ક્રિમ, ફ્રેશ વોશ નો ઉપયોગ કરતી હોય છે.

ઘણીખરી મહિલાઓ તો સ્કિન સારી રહે એ માટે થઇને મોંઘા મોંઘા બ્યુટી પાર્લરનો પણ સહારો લેતા હોય છે. અને પરિણામ સ્વરૂપ પૈસાની બરબાદી અને કેમિકલ રૂપ કરેલા ફેસિયલથી સ્કિન દિવસે ને સિવસે વધારે બગડતી જાય છે. યંગ જનરેશન વાળી મહિલાઓ તો નાઈટ સ્કિન કેરનું રૂટિન તો એમને મનગમતી સિરિયલો મિસ કરીને પણ ફોલો કરે છે. અને સવારે તે પોતાના ચહેરાને માત્ર ને માત્ર ફેસવોશથી ધોઇ નાંખે છે, જે તદ્દન ખોટુ છે.

જો તમે ઇચ્છતા હોવ કે તમારી સ્કિન હંમેશા ક્લીન અને ક્લીયર, ડાઘ ધબ્બા વગરનો રહે તો, તમે રોજ સવારે એક ખૂબ જ સરળ અને નજીવા ખર્ચે સ્કિનની જાણવાનીનો ઉપાય કરી શકો છો. જેનાથી તમારો ચહેરો બેડાઘ રહેશે અને તેના પર નેચરલ શાઇન પણ જળવાઇ રહેશે. ચાલો જાણીએ સવારે ઉઠીને અપનાવવાના આ ઘરેલું ઉપાયો વિષે.

ઠંડાં પાણીથી ધોઇ નાંખો ચહેરો :- સવારે ઉઠતાની સાથે જ ચહેરાને તાજુ અને શુદ્ધ ઠંડાં પાણીથી ધોઇ લેવો. ઠંડાં પાણીથી ચહેરો ધોવાથી તમારી ચહેરાની ત્વચાના પોર્સ બંધ થઇ જાય છે. ઠંડું પાણી એક એન્ટી-રિન્કલ એજેન્ટ તરીકે પણ કામ કરતુ હોવાથી ત્વચાની વધતી ઉંમરની પ્રક્રિયા ધીમી પડી જાય છે. એ ઉપરાંત સૂર્યના હાનિકારક કિરણોથી ચહેરાની ત્વચાને બચાવવા માટે ઠંડું પાણી ખૂબ જ લાભદાયક હોય છે. રોજ સવારે ઠંડા પાણીથી ચહેરો ધોવાથી ચહેરા ઉપર જમા થતું વધારાનું તેલ સાફ કરવામાં પણ મદદ મળે છે. જેની તૈલીય ત્વચા હોય એના માટે ખુબજ લાભદાયક છે.

ગુલાબ જળ અને લીંબૂથી સાફ કરો ચહેરો :- ગૃૂલાબ જળ અને લીંબૂનો રસ મિક્સ કરીને એક કાચની બાટલીમાં રાખી લો. જેથી કરીને સવાર સવારમાં આ મીશ્રણ બનાવવાની માથાકૂટ કરવી ના પડે. પોતાનો ચહેરો ધોયા બાદ ગૃૂલાબ જળ અને લીંબૂના રસના મિશ્રણને દરરોજ સવારે ચહેરા પર લગાવો. અને આ મિશ્રણને આખા ચહેરા લગાવ્યાની સાથે સાથે ડોક પર પણ લગાઓ.

આ મીશ્રણમાં તમે ગ્લિસરીન પણ ઉમેરી શકો છો. ગ્લિસરીન ચહેરા માટે એક સારું ક્લીન્ઝર માનવામાં આવે છે. જે તમારા ચહેરાની ગંદકી અને ચહેરા પર રહેલા તેલને સાફ કરે છે. ગ્લિસરીન ત્વચાને મોઇશ્ચરાઇઝ કરતું હોય છે. અને ચહેરાને ડ્રાઇનેસથી બચાવે છે, અને સાથે સાથે ત્વચાને ટોન પણ કરે છે.

ગુલાબજળથી ચહેરો નિખારો :- ગુલાબજળથી ચહેરાને સારી રીતે સાફ કરી ને મોઇશ્ચરાઇઝ કરો. ગુલાબજળને ચહેરા માટે એક ઉત્તમ પ્રકારનું ટોનર માનવામાં આવે છે. જે ચહેરાના ઓપન પોર્સને બંધ કરે છે. અને, ચહેરાને ફેશ રાખવામાં મદદ કરે છે. ગુલાબજળનું ટોનર લગાવ્યાબાદ ચહેરાની સ્કિન પર પોતાની ત્વચા અનુકૂળ આવે એ રીતનું મોઈશ્ચરરાઇઝર લગાઓ.

પોતાના શરીર અને ત્વચાને હાઈડ્રેટ કરવા માટે સવારે ખાલી પેટ પૂરતા પ્રમાણમાં તરલ પદાર્થોનું સેવન કરવું જોઈએ. શરીરને હાઈડ્રેટ રાખવાથી ત્વચાને ડિટોક્સ કરવામાં મદદ મળે છે. શરીરને હાઈડ્રેટ રાખવામાં ગ્રીન ટી અને નારિયેળ પાણીને પણ ખૂબજ અસરકારક માનવામાં આવે છે.

જો તમે આ 3 ઉપાય કરશો તો થોડા જ દિવસોમાં તમારી ત્વચામાં બદલાવ આવતો જોઈ શકશો. અને સાથે સાથે તમારી ચહેરા પર પડેલા ડાઘ ધબ્બા અને ખાડા તેમજ તમને વારે વારે થતી ખીલની સમસ્યાથી પણ છૂટકારો મેળવી શકશો.

આ ઉપાય ની સાથે સાથે જયારે પણ ઘરથી બહાર નીકળો એ પહેલા સ્કિન પર એક સારું સનસ્ક્રીન લોશન લગાવવું પણ ખૂબ જરૂરી છે. જે દરરોજ સવારે બહાર નિકળતા પહેલાં ત્વચા અને હાથ પર લગાઓ. જેથી કરીને તડકામાં તમારી ત્વચા બ્લેક પડી ના જાય.

આમ, ઉપર જણાવેલા ઘરેલું ઉપાયો કરવાથી તમારો ચેહરો એકદમ ચમકી ઉઠશે, આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય, આ ઉપયોગી માહિતીને જનહિત જરૂર શેર કરવા વિંનતી.

No comments:

Post a Comment

Recommended Jobs