કશું ગળ્યું ખાતા નથી તો ડાયાબિટીસ કેમ કાબુમા નથી રહેતું ? જાણો શુગર કેમ વારંવાર વધી જાય છે

કશું ગળ્યું ખાતા નથી તો ડાયાબિટીસ કેમ કાબુમા નથી રહેતું ? જાણો શુગર કેમ વારંવાર વધી જાય છે.

નમસ્કાર મિત્રો, આજના આર્ટીકલમાં વાત કરવાના છીએ ડાયાબિટીસને કાબુમાં રાખવા કેવો આહાર લેવો જોઈએ. આપણે ઘણી વાર સાંભળ્યું હશે કે ફક્ત ગળ્યું ખાવાથી શુગર લેવલ વધે છે પણ માત્ર ગળ્યું જ નહી અન્ય ખોરાક ખાવાથી પણ શુગર લેવલ વધી શકે છે. ચાલો જાણીએ કઈ કઈ વસ્તુ ખાવાથી શરીરમાં શુગલ લેવલ વધી શકે છે.

RELATED POSTS

રસોડામાં રહેલા ત્રણ ખોરાકમાં ઢગલા મોઢે રહેલું છે વિટામિન બી12

સવારે દૂધમાં એક વસ્તુ નાખીને પીઓ, 70 વર્ષ સુધી નહીં આવે આંખોના નંબર

ડાયેટ વિશેષજ્ઞના જણાવ્યા અનુસાર ખોરાકમાં પોષક તત્વોના મુખ્યત્વે ત્રણ ઘટકો હોય છે. પ્રોટીન, ચરબી અને કાર્બોહાઈડ્રેટ. આ ત્રણેય ઘટકોનું પ્રમાણ સરખું હોય તેને સંતુલિત આહાર કહેવામાં આવે છે. પ્રોટીન સામાન્ય રીતે શાકાહારી આહારમાં કઠોળ, દૂધ,પનીર તેનો મુખ્ય સ્ત્રોત ગણાય છે જયારે માંસાહારમાં તો હોય જ. કાર્બોહાઈડ્રેટ બધા જ અનાજ કઠોળ અને ખાંડ, ગોળમાં હોય છે. અન્ય ગળપણ માંથી ખાંડ અને ગોળ જેવા ગળપણ સીધા જ આંતરડા માંથી લોહીમાં ભળે છે એટલે તેની લોહીમાં શુગર વધારવાની ઝડપ અને શક્તિ બંને વધારે હોય છે.

અનાજ અને કઠોળમાં જે કાર્બોહાઈડ્રેટ હોય તે કોમ્પ્લેક્ષ કાર્બોહાઈડ્રેટ કહેવાય જેને પાચન દરમિયાન વિઘટનની પ્રક્રિયા માંથી પસાર થયા પછી એ લોહીમાં પહોચે એટલે તેને લોહીમાં શુગરનું પ્રમાણ વધારતા સમય લાગે છે અને ધીમે ધીમે પણ લાંબા સમય સુધી શુગર વધારે અને શુગર વધારવાની ઝડપ અને શક્તિ બંને ઓછા હોય છે.

આમ ફક્ત ખાંડ અને ગોળ જ નહિ પણ લગભગ ખોરાક માના બધા જ લોહીમાં શુગર વધારવા સક્ષમ હોય છે. આ તમે શું ખાવ છો, કેટલી માત્રામાં ખાવ છો, અને કેવી રીતે ખાવ છો એ પણ અગત્યનું છે. બાધા જ ફળોમાં ફ્રૂકટોઝ નામની શર્કરા આવેલી હોય છે પરંતુ ફળોમાં ફાયબરનું પ્રમાણ હોવાથી લોહીમાં ભળવાની પ્રકિયા નબળી અને ધીમી બનાવે છે. જયારે ફ્રુટજ્યુસ પીવો છો ત્યારે તેમાં ફાયબર ઓછા અથવા નહીવત પ્રમાણમાં હોય છે માટે તેમાં ખાંડ ઉમેરી ના હોય તો પણ ઝડપથી શુગર વધારી શકે છે.

આવી જ રીતે મેંદો અને આથાવાળા ખોરાક, બ્રેડ, બિસ્કીટ પણ ઝડપથી શુગરનું પ્રમાણ વધારી શકે છે. કોઇપણ સોફ્ટડ્રીંકમાં સામાન્ય રીતે 200mlની બોટલમાં આશરે 10-15 ચમચી જેટલી ખાંડનું પ્રમાણ હોય છે જે ખતરનાક રીતે લોહીમાં શુગર વધારી શકે છે.

આ બધા ખોરાક કે પીણા લીધા પછી લોહીમાં જે શુગરનું પ્રમાણ વધે તે ક્ષણિક નહી પરંતુ તેની અસર લાંબા સમય સુધી રહે છે. લોહીમાં જયારે શુગરનું પ્રમાણ વધે એટલે તે પેદા થયેલા અને થનારા ઇન્સ્યુલીનને ઓછુ કે બિન કાર્યક્ષમ બનાવે છે જેને ગ્લુકો ટોકસીસીટી કહેવાય છે.

એકવાર લોહીમાં શુગર વધે તેની આ ટોક્સિક અસર લાંબો સમય રહે અને આથી જ એકવાર ખાવા પીવામાં કાબુ ગુમાવ્યો એટલે તરત જ ડાયાબિટીસનું નિયમન વિખાઈ છે જેને ફરી કાબુમાં લાવવા દવાઓ કે ઇન્સ્યુલીનના ઇન્જેક્શન ડોઝમાં પણ વધારો કરવો પડે છે.

સતત વધતા રહેતા બ્લડ શુગર ઇન્સ્યુલીન પેદા કરતા સ્વાદુપીંડના બીટા સેલને પણ ઝેરી નુકશાન પહોચાડે છે. સતત વધી રહેલું શુગર ધીમે ધીમે આ બીટા સેલની સંખ્યા નહીવત કરી નાખે છે. મોઢેથી લેવાયેલ કોઇપણ ડાયાબીટીક દવાઓ તોજ કામ કરે છે જો સ્વાદુપિંડમાં બીટા સેલ કાર્યશીલ રીતે હાજર હોય. જયારે આ શુગરથી બીટા સેલ ઓછા અને બિનકાર્યક્ષમ બને ત્યારે ઇન્સ્યુલીનના ઇન્જેક્શન લીધા વગર ડાયાબીટીસનું નિયમન અશક્ય બને છે.

ડાયેટ વિશેષજ્ઞના જણાવ્યા અનુસાર ખોરાક, કસરત, તણાવમાં ઘટાડો, ખુશ રહેવું અને યોગ્ય દવાઓના સંયોજનથી જ ડાયાબીટીસનું નિયંત્રણ શક્ય બને છે. તમે જયારે પણ કોઈ ખોરાકનું સેવન કરો છો ત્યારે પેટની સાથે મગજને પણ પૂછીને ખાવાનું રાખો.

આમ, શુગર વધારનારા ખોરાકનું સેવન કરતા પહેલા ખુબ જ ધ્યાન રાખવું જરૂરી બને છે. આશા રાખીએ કે આ માહિતી તમને સંપૂર્ણ સમજમાં આવી અને તમે પણ દયાબીતીની સમસ્યાથી દુર રહી શકો. આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનંતી.

ખાસ નોંધ:- અમારો ઉદેશ્ય તમારા સુધી સારી માહિતી પહોંચાડવા નો છે. તમારી તાસીર અને ડોક્ટરની સલાહ મુજબ ઉપયોગ કરવો


Post a Comment

0 Comments