Pages

Recommended Jobs

Search This Website

Thursday, September 29, 2022

જૂનામાં જૂની કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય આ રહ્યો

જૂનામાં જૂની કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય આ રહ્યો.

મિત્રો અમે તમને આજના આ આર્ટીકલમાં જણાવી દેવાના છીએ કે જો તમે કબજિયાત જેવી બીમારીથી સતત પીડાઈ રહ્યા છો તો તેને કઈ રીતે ઘરે બેઠા જ દેશી ઈલાજ કરીને જડમૂળમાંથી મટાડી શકાય તેના વિશે જરૂરી એવી માહિતી આપી દઈએ તથા કબજિયાત થવાના મુખ્ય કારણો અને તેને તમારે કઈ રીતે દેશી ઓસડીયુ ઘરે જ બનાવીને તેનો ઈલાજ કરી શકાય તેના વિશે માહિતી આપવી છે.


કબજિયાત થવાના મુખ્ય કારણો : મિત્રો કબજિયાત થવા પાછળ મુખ્ય કારણ હોય તો તે છે શરીરમાં પાણીની કમી, ઓછુ પાણી પીવાથી પણ કબજિયાત થવાની શક્યતાઓ રહેલી હોય છે, સવારમાં ઠંડુ પાણી પીવાથી પણ કબજિયાત થઇ શકે છે, પચે નહિ તેવા ખોરાકનું સેવન કરવાથી કબજિયાત થવાની શક્યતાઓ રહે છે.

કબજિયાત માટેનો દેશી ઈલાજ : મિત્રો કબજિયાત નો ઈલાજ બતાવતા વૈધ રામેશ્વર દાસ જણાવે છે કે જો તમને કબજિયાત જેવી બીમારી થઇ છે તો તેને મટાડવા માટે તમારે એરંડિયાનું તેલ અને ગરમ કરેલા દૂધનો ઉપયોગ કરવાથી કબજિયાત માંથી તમને મુક્તિ મળે છે તેના માટે તમારે સૌ પ્રથમ એક ગ્લાસ ભરીને દૂધ લેવાનું છે અને તેને થોડું ગરમ કરી નાખવાનું છે ત્યારબાદ આ દૂધમાં એક ચમચી ભરીને એરંડિયાનું તેલ નાખીને બરાબર મિક્સ કરી દેવું.

આ બનાવેલા મિશ્રણ ક્યાં સમયે સેવન કરી શકાય? મિત્રો તમે જે એરંડિયું અને હુફાળા દૂધનું જે મિશ્રણ બનાવ્યું છે તેને તમારે દરરોજ રાત્રે તમે જમી લીધા બાદ દોઢ થી બે કલાક પછી તેનું સેવન કરવું જોઈએ. આ ઈલાજ તમે એકાદ અઠવાડિયા સુધી કરશો તો તમને જડમૂળમાંથી કબજિયાત થઇ જશે દુર. આ એરંડિયા વાળું દૂધ તમારા શરીરમાં જઈને એક કવચ બનાવે છે અને તે બનેલું કવચ એટલું બધું ચીકણું હોય છે કે તે શરીરના મળને રોકશે નહિ શરીરના મળને આગળ વધતો અટકાવશે નહિ એટલે પછી કબજિયાત થશે જ નહિ. કબજિયાત માટેનો આ કાયમી ઈલાજ છે.

આમ, જો તમને બહુ જૂની કબજિયાતની બીમારી હશે તો તેને કઈ રીતે દુર કરી શકાય તેના વિશે વૈદ્ય રામેશ્વર દાસે જણાવેલા દેશી ઓસડીયા વડે કઈ રીતે તમે કબજિયાતને દુર કરી શકો, તથા કબજિયાત થવાના કારણો શું હોય છે ? તેના વિશે માહિતી આપી.

No comments:

Post a Comment

Recommended Jobs