Pages

Recommended Jobs

Search This Website

Wednesday, September 21, 2022

શીખી લો વીંછીનું ઝેર ઉતારવાની રીત, કોઈક દિવસ ચોક્કસ કામ લાગશે

 શીખી લો વીંછીનું ઝેર ઉતારવાની રીત, કોઈક દિવસ ચોક્કસ કામ લાગશે

આ પૃથ્વી પર ઘણા બધા જીવજંતુઓ હોય છે. આ જીવજંતુઓમાંથી ઘણા બધા જંતુઓ ઝેરી પણ હોય છે. આ જીવજંતુ મોટા ભાગે તો વ્યક્તિના સપર્કમાં આવતા નથી અને માણસથી દૂર રહેતા હોય છે. પરંતુ કોઇપણ એવી જગ્યાએ આપણે પહોચી જઈએ કે આ જીવજંતુનો વસવાટ હોય. આ જીવના કોઈ અંગને અડી જવાથી કે તેને નુકશાન થવાથી તે માણસને ડંખ મારતા હોય છે.

ખાસ કરીને માનવીને વધારે પ્રમાણમાં જીવજંતુઓમાં સાપ, વિંછી, કીડી, મકોડા, મધમાખી, મચ્છર અને કાનખજૂરા કરડવાનો ભય રહે છે. જો આ જીવજંતુઓ કરડે તો જેમાંથી સાપ અને વિંછીનું ઝેર વધારે ઝેરી હોય છે. અમે આ લેખમાં આવા જ જીવજંતુ પૈકીનું એક ઝેરી જીવજંતુ વિંછીનું ઝેર ઉતારવાની રીત જણાવીશું કે જે તમને ખુબ જ ઉપયોગી થશે. વિંછી 6 પગ અને વાંકી પૂછડી ધરાવતું જીવજંતુ છે. વિશ્વમાં લગભગ 1700 જાતના વીંછી જોવા મળે છે. તમામ પ્રકારના વીંછી ઝેરી ડંખવાળા હોય છે. તે 9 મિલીમીટરથી માંડીને 23 સેન્ટીમીટર સુધીની લંબાઈના જોવા મળે છે. વિંછીનું શરીર સખત કવચથી રક્ષિત હોય તેના કવચમાં ફ્લ્યુરોસેન્ટ હોવાથી તે ચમકતા દેખાય છે.

વીંછીના પગ અને પૂછડી પર સુક્ષ્મ વાળ હોય છે. તે શક્તિશાળી સેન્સરનું કામ કરે છે. તેના વાળને કંઈક સ્પર્શ થાય તો તે તરત જ ડંખ મારે છે. તેની પૂછડી ચારે દિશામાં ફેરવી શકે છે અને એને છેડે અણીદાર ડંખ હોય છે. આ વીંછી કરડે ત્યારે ખુબ જ ભયંકર વેદના થતી હોય છે, જે કોઈને વિંછી કરડ્યો હોય તે લોકો જ આ વેદના જાણી શકે છે. આ વિંછીનું ઝેર ચડવાથી માણસ મરી જતો નથી, પરંતુ તેની અસહ્ય વેદના દર્દ સહન કરી શકતો નથી.

આયુર્વેદમાં આવા વિંછીના ઝેરને ઉતારવાનો ખુબ જ અસરકારક ઈલાજ બતાવવામાં આવ્યો છે. જેનો ઉપયોગ કરીને વીંછીના ઝેરને ચમત્કારિક રીતે ઉતારી શકાય છે. આ ઈલાજ માટે ખાટી આંબલીના આંબલીયા ખુબ જ ઉપયોગી છે. જો તમે આ ઈલાજ જાણતા હશો તો તમારા ઘરમાં, તમારા ગામમાં, તમારી સોસાયટીમાં કોઈને પણ વીંછી કરડ્યો હોય અને તમે જો હાજર હશો તો આ ઉપાય કરીને વિંછીનાં ઝેરને આસાનીથી ઉતારી શકો છો. આ ઈલાજ ખુબ જ ઝડપથી વીંછીના ઝેરને ઉતારી દે છે.


ઉપાય: આ ઈલાજ માટે આંબલીના ફળ લાવવા. જે સ્વાદમાં ખાટા આવે છે. જેમાંથી તેના બીજ કાઢી લેવા. આ બીજને ધોઈને સાફ કરીને સુકવીને રાખી શકાય છે. જો તાત્કાલિક જરૂર પડે તો આ બીજ વાપરવા. જો વિંછી કરડે તો તાત્કાલિક આંબલીના કાતરામાંથી બીજ કાઢીને લૂછીને વાપરી શકાય છે.

આ આંબલીયાને પથ્થર ઉપર પાણી રેડીને ઘસતા રહેવા. આ બીજ ઘસતા રહેવાથી જે લેપ જેવો પેસ્ટ તૈયાર થાય છે. આ જે મલમ જેવો પેસ્ટ થાય છે તેને વિંછીએ જે જગ્યાએ ડંખ માર્યો હોય તે જગ્યા પર ચારેય બાજુ લેપ કરી દેવો.

આ લેપ કરવાથી ધીમે ધીમે વિંછીનું ઝેર સુચાવા લાગશે. આ પેસ્ટ સુકાઈને જયારે નીચે ખરી પડે, આ પેસ્ટ નીચે પડી જાય, ત્યારે વીંછીનું ઝેર ઉતરી જાય છે. ધીરે ધીરે દર્દીની વેદના પણ ઓછી થઈ જાય છે. આ ઈલાજ કરવાથી દર્દીને દવાખાને લઈ જવાની જરૂર નહિ પડે.

આ સિવાય પણ અન્ય એક ખુબ જ ઉપયોગી ઉપાય છે, જે વિંછીના ઝેરને ઉતારવાનું કામ કરે છે અને વેદનાને શાંત કરે છે. આ ઈલાજમાં વિંછીના ડંખ પર મંદ પોટેશિયમની ભૂકી નાખવી અને તેમાં ખાવાનો સોડા નાખીને પાણીના બે ટીપાં નાખવા. આ પછી પાણીથી આ ડંખને ધોઈ નાખવા અને પછી તેના પર નિર્મણીનું બીજ પથ્થર પર ઘસીને પેસ્ટ કે મલમ બનાવી લેવો. વિંછીએ મારેલા ડંખ પર આ ઘસેલુ નિર્મણીનું બીજ ચોટાડી દેવું. આ રીતે કરવાથી તરત જ વીંછીનું ઝેર શાંત થાય છે અને તરત જ ઉતરી જાય છે.

ચોમાંચાની ઋતુમાં વીંછીનો ત્રાસ વધારે હોય છે. ખાસ કરીને પથરાળી જમીન હોય તેમાં વિંછી વધારે રહેતા હોય છે. કારણ કે પથ્થરની નીચે રહેવામાં તેમને સરળતા રહે છે. માટે આવી જગ્યા પર કામ કરવાનું થાય તો કાળજી રાખવી જોઈએ.

વિછીનું ઝેર વિછીના પ્રકાર પર આધાર રાખે છે લાંબો અને લીલાશ પડતો ભૂરો રંગના વીંછીની ઝેર તીવ્ર હોય છે અને દસ વર્ષ ની ઉંમર સુધીના બાળકોને તાત્કાલિક તબીબી સારવાર આપવી અનિવાર્ય છે. બીજુ કે પિત્ત પ્રધાન વ્યક્તિને વીંછીનું ઝેર વધુ ચડે છે.

દરેક પ્રકારની વીંછીના દંશ માં જો હાથે કે પગે દંશ હોય તો તે ભાગ ગરમ પાણીમાં બોળી રાખવાથી પીડા ઓછી થઈ જશે અને તે સિવાયના ભાગ પર દંશ હોય તો ગરમ પાણીની ધાર કરવી. આમલીના કચૂકા ની જેમ તુલસીના પાંદડા, કપાસનું મૂળ, ગાયનું છાણ, અધેડાનું મૂળ, નીરમલીનું બીજ, ખરસાણી ધતુરો આ સર્વ રાહત આપે છે. દંશ વાળા ભાગ ને સહેજ ખોતરી તેની પર આકડાનું દૂધ લગાડવાથી તરજ રાહત થઈ જશે.

દરેક ની પ્રકૃતિ મુજબ દરેક ઔષધ ધીમું કે શીઘ્ર અસર કરે છે. પણ એકદમ જ રાહત થઈ જાય તેવી શક્યતા ઓછી હોય છે. જે સ્ત્રી ગર્ભવતી હોય અને તેને વીંછી કરડ્યો હોય તો જન્મનાર બાળકને વીંછીના ઝેર ની અસર બિલકુલ થતી નથી.

આમ, વિંછીનું ઝેર ઉતારવા માટે આ પ્રયોગ ખુબ જ ઉપયોગી છે. આ પ્રયોગ કરવાથી દર્દીને તરત જ રાહત અનુભવાવા લાગશે અને અને વેદના ઓછી થવા લાગશે. આ એક એકદમ ઘરેલું અને ઘરે જ બની શકતો ઈલાજ છે. આ ઈલાજ ખુબ જ ચમત્કારિક રીતે કાર્ય કરે છે. અમે આશા રાખી કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.


No comments:

Post a Comment

Recommended Jobs