Pages

Recommended Jobs

Search This Website

Thursday, September 29, 2022

50 વર્ષની ઉંમર પછી કરો આ પાંચ કામ, એકેય બીમારી તમારું કઈ નહી બગાડી શકે

50 વર્ષની ઉંમર પછી કરો આ પાંચ કામ, એકેય બીમારી તમારું કઈ નહી બગાડી શકે.

આપણા જીવનમાં કુલ ચાર અવસ્થા હોય છે તેમાં સૌપ્રથમ બાલ્યાવસ્થા ત્યારબાદ કિશોરાવસ્થા, યુવાવસ્થા અને અંતમાં વૃદ્ધાવસ્થા દરેક વ્યક્તિ આ પ્રમાણે જીવન જીવતો હોય છે. તેમાં બાલ્યાવસ્થામાં નાનું બાળક ધીમે ધીમે મોટું થઈને કિશોર બને છે અને તે યુવાન બને છે. આમ તેઓ આ અવસ્થાઓમાં પોતાની જવાબદારી નિભાવતા નિભાવતા 50 વર્ષ સુધીના પહોંચી જતા હોય છે, અને તેઓ આ જવાબદારી નિભાવતા નિભાવતા પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું પણ ભૂલી જતા હોય છે.

દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાત પૂરી કરવામાં પોતાના શરીરનું બિલકુલ ધ્યાન રાખતા નથી અને તેઓ સમય કરતા પહેલા જ ખૂબ જ વૃદ્ધ દેખાવા લાગે છે, અને તેમને અનેક પ્રકારની બીમારીઓ પણ તેમના શરીરમાં પ્રવેશી જાય છે. હાવર્ડ મેડિકલ સ્કૂલ અને હાવર્ડ ટી એચ ચૈન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ દ્વારા સંશોધન કરવામાં આવ્યું હતું અને તેઓને જાણવા મળ્યું હતું કે વ્યક્તિ 50 વર્ષની ઉંમરે પહોંચે ત્યારે તેઓ અમુક સ્વસ્થ આદતોને અપનાવે છે અને ત્યારબાદ તેમને ઘણી બધી બીમારીઓ ઓછી થઈ જાય છે.

Download healthy fine weight loss couch

નિષ્ણાતોએ અમુક સંશોધન કર્યા બાદ પાંચ એવી આદતો વિશે જણાવ્યું છે કે તેને અપનાવવાથી આપણે આપણું આયુષ્ય પાંચ થી દસ વર્ષ સુધી વધારી શકીએ છીએ અને તે આપણા શરીરને સ્વસ્થ રાખવાનું કાર્ય કરે છે. તો ચાલો આપણે જાણીશું કે તે સ્વસ્થ આદતો કઈ કઈ છે.

તમારા વજનને કંટ્રોલમાં રાખો : આ વાત ખૂબ જ સાચી છે કે જો તમારું વજન વધુ પડતું હશે તો તમને ઘણી બધી બીમારીઓ ઘેરી લેશે. જેમ કે ડાયાબિટીસ, શ્વાસ લેવામાં તકલીફ, ચાલવામાં તકલીફ, હૃદય રોગ, હાઈ બ્લડ પ્રેશર તથા કેન્સર જેવી બીમારી પણ તમને ઘેરી શકે છે. તેથી તમારે પોતાનું વજન ખૂબ જ નિયંત્રણમાં રાખવું જોઈએ, જેથી આ બધી સમસ્યાનો સામનો ન કરવો પડે.

દરરોજ કસરતને પોતાનો હિસ્સો બનાવો : આપણે દરેક વ્યક્તિ જાણતા જ હોઈએ છીએ કે કસરત કરવાથી આપણું શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે અને તેનાથી આપણું વજન પણ ઓછું થાય છે, પરંતુ કામની વ્યસ્તતાને કારણે આપણે તે કરી શકતા નથી. પરંતુ જો તમારે 50 વર્ષની ઉંમર પછી પણ સ્વસ્થ રહેવું છે તો તમારે દરરોજ ચાલવા જવું જોઈએ તથા યોગ અને સાયકલ પણ તમે ચલાવી શકો છો.

દારૂ તથા ધુમ્રપાનનું સેવન કરવું નહીં : આ વસ્તુ શરીરને ખુબ જ નુકશાન કરી શકે છે. દારૂ તથા ધુમ્રપાનનું સેવન કરવાથી શરીરને ખૂબ જ નુકસાન થાય છે અને ફેફસામાં ઇન્ફેક્શનની બીમારી પણ લાગી જાય છે. દરેક વ્યક્તિ જાણતા હોય છે કે દારૂ કે ધૂમ્રપાનનું સેવન કરવાથી શરીર ખરાબ થાય છે, પરંતુ તેઓને લત લાગેલી હોવાના કારણે દૂર થઈ શકતા નથી, અને તેના જ કારણે તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી થઈ જાય છે. તથા સ્વાસ્થ્યને પણ ખૂબ જ નુકસાન પહોંચે છે. તેથી જ તમારે 50 વર્ષની ઉંમર પછી દારૂ કે ધુમ્રપાનનું સેવન છોડી દેવું જોઈએ.

પોતાના ખોરાક ઉપર ખાસ ધ્યાન રાખવું : આપણે દરેક વ્યક્તિ જાણીએ છીએ કે આપણે જે કોઈપણ ખોરાક ખાઈએ છીએ તેની અસર આપણા સ્વાસ્થ્ય ઉપર તથા શરીર ઉપર પડતી જોવા મળે છે આમ 50 વર્ષની ઉંમર પછી આપણા શરીરને યોગ્ય ન આવે તેવા ખોરાકનું સેવન કરવું જોઈએ નહીં. આ ઉંમરે તીખા તળેલા તથા વધુ પડતા મીઠાવાળા ખોરાકનું સેવન કરવું જોઈએ નહીં, તથા ધુમ્રપાન પણ છોડી દેવું જોઈએ. આમ 50 વર્ષની ઉંમર પછી શરીરમાં પોષક તત્વોની ઉણપ આવી જાય છે તેથી તમારે તમારા ભોજન ઉપર ખાસ ધ્યાન રાખવું જોઈએ જેથી તમને બીમારી ઘેરી ન શકે.

નિયમિત શરીરનું ચેકઅપ કરાવવું જોઈએ : અહીં અમે તમને ઘણી બધી આદતો વિશે જણાવ્યું તેને તમારે તમારી દિનચર્યામાં જરૂરથી સામેલ કરવી જોઈએ તદઉપરાંત તમારે અમુક અમુક સમયે તમારા શરીરનું ચેકઅપ પણ કરાવવું જોઈએ. આમ શરીરનું ચેકઅપ કરાવવાથી તમને માહિતી મળશે કે તમારા શરીરમાં કોઈ બીમારી પ્રવેશી છે કે નથી અથવા તો તમને કોઈ તકલીફ ઊભી થઈ છે કે નહીં. આમ તમે આ દરેક આદતોને અપનાવીને તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રાખી શકો છો.

આમ, 50 વર્ષની ઉમર પછી આ 5 કામ કરવાથી શરીરને ઘણી બધી બીમારીઓથી દુર રાખી શકાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમને બીમારીથી દુર રાખે. આ ઉપયોગી અને સાચવવા જેવી માહિતીને જરૂર શેર કરજો.

No comments:

Post a Comment

Recommended Jobs