Pages

Recommended Jobs

Search This Website

Thursday, September 29, 2022

આ 4 દુશ્મન આપણા શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે

આ 4 દુશ્મન આપણા શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે..

આપણા શરીર માટે ખોરાક તરીકે ઘણી બધી જ વસ્તુઓ ઉપયોગી હોય છે. પરંતુ તેમાંથી બધી જ વસ્તુઓ શરીરમાં ખુબ જ ફાયદો કરે છે. પરંતુ અમુક ચીજો એવી હોય છે જે અમુક સમયે શરીરમાં મોટા પાયે નુકશાન કરી શકે છે. જેમ આપણા માટે બહાર શત્રુઓ હોય તેવી રીતે અંદર પણ શત્રુઓ હોય છે. આ શત્રુઓ સ્વાસ્થ્ય માટે પણ નુકશાન કારક હોય છે. આ દુશ્મનો એટલે આપણા ભોજન સાથે જોડાયેલ એવા અમુક ખોરાક કે જે શરીરમાં ખુબ જ નુકશાન કરે છે. આ પ્રકારના ખોરાક દિવસે હાનીકારક થતા જાય છે. આ ખોરાકમાં તો આપણે ખુબ જ સારા લાગે છે અને આપણે તેને હોંશે હોંશે માણીએ છીએ. પરંતુ તેની આડઅસર ખુબ જ વધારે હોય છે. જે આવી વસ્તુઓના વિશે અમે આ લેખમાં જણાવી રહ્યા છીએ.

આ વસ્તુઓમાં પહેલી ચી જ છે મીઠું. મીઠું કે જેને રાસાયણિક ભાષામાં સોડીયમ ક્લોરાઈડ તરીકે ઓળખવામાં આવે છે. મીઠું ધીમું તથા ખતરનાક શત્રુ તરીકે થાય છે. જે શરીરના સાંધાને ખોખલા કરી નાખે છે.

વધારે મીઠું ખાવાથી શરીરની નસમાં વિવિધ પ્રકારના અવરોધ થાય છે તેને સ્ત્રોતસ અવરોધ કહેવામાં આવે છે. જેના લીધે ચામડીના રોગો થાય છે. મીઠું ખાવાથી બ્લડપ્રેસર વધી શકે છે. મીઠું તો રસોઈને સ્વાદિષ્ટ બનાવે છે. માટે આ રસોઈમાં આ સફેદ મીઠાનું પ્રમાણ ઘટાડી સિંધવ મીઠું વાપરવું જોઈએ. આ એક કુદરતી રીતે બનતું મીઠું છે કે ખાવાથી ખુબ ફાયદો કરે છે.

સિંધવ મીઠું ભારતના હિમાચલપ્રદેશના મંડીના પહાડોમાંથી નીકળે છે અને આ મીઠું ઔષધ સમાન છે. માટે મીઠાની જગ્યાએ આ સિંધવ મીઠું કે જેને આપણે સિંધાલુણ તરીકે પણ ઓળખતા હોઈએ તે વાપરવું જોઈએ. સિંધવ મીઠાનું સેવન સાદા મીઠાની જગ્યાએ કરીએ તો બીમારી ઓછી આવે છે. મીઠાના કુલ પાંચ પ્રકારો છે જેમાં સિંધાલૂણ સર્વશ્રેષ્ઠ છે.

તે પાચનશક્તિ માટે પણ શ્રેષ્ઠ છે ફળોની સાથે સિંધાલૂણ ખાવાથી ફળના ગુણ વધી આય છે કોઇપણ રોગના કારણોમાં મીઠું ખાવાની મનાઈ કરવામાં આવી હોય તો તે સમયે સિંધાલૂણ ખાઈ શકાય છે. સિંધાલૂણ રુચિ વધારનારું, આંખો માટે હિતકારી, અગ્નિ દીપક, શીતળ, હ્રદય માટે શાંતિદાયક, શીળસનાશક થા ઉલટીને મટાડનાર છે.

બીજા નંબરે શરીરમાં નુકશાન કરતા હોય તો મેંદો, ટોસ્ટ, બિસ્કીટ, બ્રેડ આપણે સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક ગણીએ છીએ પરંતુ તે શરીરમાં નુકશાન કરે છે. લોકો દરરોજ હળવા નાસ્તા સ્વરૂપે આ બધી જ વસ્તુઓને ખાતા હોઈએ છીએ. પરંતુ આ હળવો નાસ્તો આપણા શરીર માટે દુશ્મન સમાન છે. આ બધી જ વસ્તુઓમાં મેંદો હોય છે. મેંદાના ઉત્પાદનમાં હાઈડ્રોજન પેરોક્સાઈડનો ઉપયોગ કરવામાં આવે છે. આ વસ્તુ મેંદાને ચીકણો અને મુલાયમ બનાવે છે.

કબજીયાત, એસીડીટી અલ્સર, વજન વધવું, આ બધા રોગોનીમાં મેંદો મુખ્ય છે. કારણ કે મેંદો ખાવાથી કબજીયાત થઇ શકે છે. આ એસીડીટી વધે તો તેમાંથી અલ્સર થાય છે. જેના લીધે શરીરમાં વધારો થાય છે અને શરીરમાં જાડાપણું આવી જાય છે.

માટે આ શરીરના દુશ્મન સમા બર્ગર, નુડલ્સ વગેરેમાં મેંદો હોય છે જેનાથી નુકશાન થાય છે. બાળકો પણ આ મેંદાનું સેવન કરે છે પરંતુ બાળકોના આંતરડા અને અંગો નાજુક હોવાથી પચવામાં ભારે પડે છે. મેંદો આમ તો ઘઉંમાંથી જ બને છે પરંતુ તેની બનવાની પ્રક્રિયા રાસાયણિક હોવાથી તેમાં રહેલા પોષકતત્વોનો નાશ કરી નાખે છે. પાચન શક્તિને પણ મંદ પાડે છે. મેંદો હોજરીના છિદ્રોમાં જવાથી આપણું પાચન બરાબર થતું નથી અને હોજરીના છિદ્રોને બંધ કરી દે છે. મેંદો કફ કરનાર પણ છે. મેંદો ફેફસાં માટે પણ નુકશાનકારક છે. મેંદો કફ કરતો હોવાથી કફ ફેફસામાં જમા થાય છે જેનાથી શ્વાસ સંબંધિત રોગો અને વાયરલ ઇન્ફેકશન લાગવાની શક્યતાઓ ખુબ જ વધારે રહેલી છે. મેંદો કબજિયાત કરતો હોવાથી બધા જ રોગોનું મૂળ પણ બને છે. માટે કબજિયાત અને આ બધા રોગોથી બચવું હોય તો, માટે કોઈપણ પ્રકારનો મેંદો ખાવાનો શોખ રાખ્યા વગર મેંદો ખાવાનું બંધ કરી દેવું જોઈએ.

ચા પણ શરીર માટે નુકશાન દાયક છે. ચામાં ખાંડ હોય છે જે આપણા શરીરમાં હાડકાઓને કમજોર કરે છે અને કબજિયાત, એસીડીટી, વજન વધવો, વા, સંધિવા, ગઠીયો વા વગેરે રોગોમાં ખાંડ પણ જવાબદાર છે. માટે ખાંડનું સેવન કરવું નહિ. ખાંડની શુદ્ધિકરણ પ્રક્રિયા પણ રાસાયણિક પ્રક્રિયા છે. એનાથી નુકશાન થાય છે. માટે ખાંડ નુકશાન કરતી હોવાથી ખાંડની જ્ગ્યારે મધ કે ગોળનું સેવન કરવું જોઈએ. આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ગ્લુકોઝ જરૂરી છે. ઘણા લોકો ગ્લુકોઝ માટે ખાંડનો આગ્રહ રાખતા હોય છે પરંતુ ખાંડમાં આયુર્વેદની દ્રષ્ટીએ ઉપયોગી હોય ગ્લુકોઝ હોતો નથી.

ખાંડ હાડકાઓને નબળા પાડે છે અને એસીડીટી કરે છે. આ એસીડીટી અલ્સર પણ કરી શકે છે. જો શરીરમાં નબળાઈ અનુભવાતી હોય અને ખાંડનું સેવન કરવામાં આવે તો અરુચિ, મંદાગ્નિ અનુભવાય છે. ભૂખ ઓછી થઇ જાય છે અને ડાયાબીટીસમાં પણ તકલીફ થાય છે.લ માટે વધારે પડતું ખાંડનું સેવન કરવું જોઈએ નહિ અને બની શકે તો ખાંડનું સેવન બંધ કરી દેવું જોઇએ, તેની જગ્યાએ ગોળનું સેવન કરવું જોઈએ.

આ સિવાય ચાના પાંદડા પણ શરીરમાં નુકશાન કરે છે. ચામાં કેફીન અને ટેનિન હોય છે.  મોટાભાગના લોકો તાજગી માટે ચા પીતા હોય છે. પરંતુ ચા તાજગીની જ્ગ્યાએ ચા રોગ પ્રતિકારક શક્તિને નબળી પાડે છે અને ભૂખને ઘટાડે છે. આ પીવાથી, કોફી પીવાથી એસીડીટી વધી જાય છે. માટે ચા કોફીની જગ્યાએ ફળનું જ્યુસ પીવું જોઈએ. લીંબુ પાણી પીવું જોઈએ અને નારીયેળ પાણી પીવું જોઈએ. જેના લીધે તાજગી અને એન્ટીઓક્સીડેન્ટ મળે છે. આમ કરવાથી આપણું શરીર હંમેશા સ્વસ્થ રહે છે.

આમ, આ ચાર વસ્તુઓ શરીરમાં ખુબ જ નુકશાન કરે છે. માટે આ ચારેય વસ્તુઓને ખોરાકમાં બંધ જ કરી દેવી જોઈએ જેનાથી આપણું આરોગ્ય જોખમાય છે. આ સિવાય આ ચાર ચીજોનું સેવન જો તમારા માટે મૂકી શકાય એમ ન હોય તો તેનું પ્રમાણ ધીરે ધીરે ઘટાડતા જવું જોઈએ. જેથી છૂટી શકે છે. અમે આશા રાખીએ કે તમારા સ્વાસ્થ્ય માટે આ માહિતી ખુબ જ ઉપયોગી થાય.

No comments:

Post a Comment

Recommended Jobs