Pages

Recommended Jobs

Search This Website

Tuesday, September 20, 2022

રાત્રે ભૂલથી પણ ન કરતાં આ 6 વસ્તુઓનું સેવન, બની જશો ગંભીર બીમારીઓનાં શિકાર

 રાત્રે ભૂલથી પણ ન કરતાં આ 6 વસ્તુઓનું સેવન, બની જશો ગંભીર બીમારીઓનાં શિકાર

અત્યારની જનરેશનને સાંજે ઘરે જમવું પસંદ જ નથી પડતું કારણકે સમય બદલાઈ ગયો છે મિત્રો સાથે કે સગા સબંધી સાથે બહાર જમવાનો એક ક્રેજ બની ગયો છે, હોટલ માં જઈ ને ફાસ્ટફૂડ, મેંદામાંથી બનેલા લોંદા ખાશે અને પછી થશે ગેસ, કબજિયાત અને ચરબીના થર.



એક સારી અને સ્વાસ્થ્ય જીવનશૈલી માં જીવવા માટે સાદું અને પૌષ્ટિક ભોજન લેવું જોઈએ જે ઘરે જ બની શકે. સાદું શાક, રોટલા, ખીચડી, કઢી જ આપડો સૌથી શ્રેષ્ઠ ખોરાક છે અને એક કહેવત પણ છે ને કે “જે માટી માં જે ઉગતું હોય, એજ વસ્તુ માણસ પચાવી શકે”

મિત્રો ઘણા લોકોની એવી માન્યતા હોય છે કે તે સાંજના સમયે 7 વાગ્યા પછી કંઈપણ વસ્તુ ખાવાથી વજનમાં વધારો થવાની શક્યતાઓ રહે છે તેથી તે લોકો રાતનું ભોજન લેતા નથી પરંતુ તેમને એ નથી ખબર કે રાતનું ભોજન એ આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદો કરે છે અને મહત્વ ધરાવે છે. તમે એવું માનતા હોવ તો રાત્રે ઓછુ ખાવું જોઈએ પરંતુ એવું નથી રાત્રે વધુ ખાવું કે ઓછુ ખાવું એ બંને નિયમ જ સાવ ખોટા છે.

દહીં: મોટા ભાગે એવું જોવામાં આવ્યું છે કે લોકો રાત્રે દહીં ખાતા હોય છે આયુર્વેદના જણાવ્યા અનુસાર દહીં કફ અને પિત્તને વધારે છે જેનો અર્થ એ થાય છે કે તેનું સેવન કરશો તો તમને ઉધરસ, ગાળામાં ખારાશ, દુખાવો જેવી અનેક સમસ્યા થતી હોય છે તથા તમે છાશનું સેવન કરી શકો છો.

ઘઉંની વસ્તુ: આયુર્વેદમાં ઘઉંને ગુરુ એટલે કે ભારે માનવામાં આવે છે. જણાવવામાં આવે છે કે આ પચાવવામાં વધારે સમય લે છે. આ જ કારણ છે કે રાત્રે ઘઉં અને તેનાંથી બનેલા ખાધ્ય પદાર્થોનાં સેવનથી તમને પાચનમાં તકલીફ પડે છે. ઘઉંની જગ્યાએ તમારે બાજરાનો રોટલો તેમજ જુવારનો રોટલો ખાવો જોઈએ, જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.

ગળી વસ્તુઓનું સેવન ન કરવું: ઘણા લોકો ભોજન કર્યા પછી મીઠું ખાવાનું પસંદ કરે છે અત્યારે લોકો ચોકલેટનું સૌથી વધારે સેવન કરતા હોય છે આ વસ્તુઓ એવી હોય છે કે જે ખુબજ પચવામાં સમય લેતી હોય છે. અત્યારે સમય એવો છે કે “ખાને કે બાદ કુસ મીઠા હો જાયે”, આવું કરે છે બોલે, એલા ભાઈ લેવા દેવા વગરનો હેરાન થઇ જશો. ઘણા લોકો જમીને એક કેકનો બાઈટ લેતા હોય છે, જે શરીરમાં પચવા માટે ઘણું અઘરું બનતું હોય છે.

મેંદાવાળી વસ્તુઓ:  મેંદો અત્યારે દરેક ઘર અને હોટેલમાં ઘર કરી ગયો છે.  મેંદાને મીઠું ઝેર કહેવામાં આવે છે કેમ કે તેમાં ફાઈબર નથી હોતું અને તેના વધુ સેવનથી કબજિયાત સહીતની બીમારીઓ થવાની શરુ થઇ જતી હોય છે તથા તમને પેટની બીમારી થવાની શક્યતાઓ રહેલી હોય છે. રાત્રે મેંદાની બનેલી વસ્તુઓ પચાવવી ખુબજ અઘરી પડતી હોય છે. લોકોને અત્યારે પીઝા, બર્ગર, નાન બ્રેડ ના લોંદા ખાવાની ટેવ પડી ગઈ છે, સાદું ભોજન લેવાની તો કોઈને ઈચ્છા જ નથી, બધાને દેખાડો કરીને બહાર ખાવા પીવા જવું છે અને સોશિયલ મીડિયામાં સ્ટેટસ મુકવાની ચિંતા છે.

કાચું સલાડ: કાચું સલાડ ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદો કરે છે પરંતુ જો તમે આ સલાડનું રાત્રે સેવન કરશો તો તે તમને નુકશાન પણ પહોચાડે છે એટલા માટે તમારે રાત્રે ભૂલેચૂકે પણ કાચું સલાડ ખાવું નહિ.

ફળો: ફળ ખાવા માટે સવારનો સમય યોગ્ય માનવામાં આવે છે. ફળોમાં કુદરતી ખાંડ હોય છે. તેને ખાવાથી પાચનમાં સમસ્યા થઈ શકે છે. તેથી, રાત્રે ફળ ખાવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે.

આમ, અમે તમને રાત્રે આટલી વસ્તુઓનું સેવન કરશો તો તે તમારા સ્વાસ્થ્ય માટે નુકશાન પહોચાડે છે.

No comments:

Post a Comment

Recommended Jobs