Pages

Recommended Jobs

Search This Website

Monday, October 3, 2022

પગના તળીયામાં થનારી બળતરા અને દુખાવાથી ચપટી જ વગાડતા મળશે છુટકારો, બસ કરવું પડશે આ કામ

પગના તળીયામાં થનારી બળતરા અને દુખાવાથી ચપટી જ વગાડતા મળશે છુટકારો, બસ કરવું પડશે આ કામ.

આજના સમયમાં ઘણાં બધા લોકો અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધીત બીમારીઓથી ઝઝૂમતા જોવા મળે છે. તેમાંથી એક છે પગ વધું ગરમ થવા અથવા જલન મહેસૂસ થવી. સામાન્ય રીતે આ સમસ્યા એક ઉંમર પછી જ લોકોમાં જોવા મળે છે. પરંતુ પગમાં આ પ્રકારની બળતરા કોઈ બીમારીના લક્ષણ પણ હોય શકે છે. મેડિકલ સાયન્સની દુનિયામાં તેને બર્નિંગ ફીટ સિંડ્રોમના નામથી ઓળખવામા આવે છે. પગમાં થનારી આ બળતરા રાતના સમય વધું પીડાદાયક થઈ જાય છે.

ઘણીવાર પગમાં થનારી આ પ્રકારની જલન ન ફક્ત તળીયાને પણ પગના પાછળનો ભાગ, એડી અને પગ પર જુદી જુદી જગ્યા પર થવા લાગે છે. આ સમસ્યાની મુખ્ય જડ ડાયાબિટીસને માનવામાં આવે છે. આ પીડા હળવી પણ હોય છે, અને ખૂબ વધું પણ હોય શકે છે. એવામાં જે લોકો આ સમસ્યાથી પીડિત છે તે હંમેશા તેને જલ્દીથી જલ્દી મટાડવાના ઉપાય શોધતા રહે છે. જો તમે પણ (બર્નિંગ ફીટ સિંડ્રોમ) પગની બળતરાને ઘરેલુ ઉપાય દ્વારા ઈલાજ કરવા ઈચ્છો છો તો અમારા આ લેખ છેલ્લે સુધી વાંચજો.

સરસીયાનું તેલ : પગના તળિયામાં થતી બળતરાને દુર કરવા સરસીયાનું તેલ ઘણું ફાયદાકારક બને છે. એક વાટકીમાં2 ચમચી સરસીયાનું તેલ લઈને તેમાં 2 ચમચી ઠંડુ પાણી કે બરફનો ટુકડો ઉમેરીને માલીશ કરો, આ કરવાથી બે અઠવાડિયામાં રાહત મળશે. રાત્રે સુતા પહેલા એલોવેરા જેલ પગના તળિયામાં લગાવવાથી બળતામાં રાહત થાય છે.

ઠંડ઼ુ પાણીનો ઉપયોગ : જો તમને પગમાં બળતરા અથવા બર્નિંગ સેન્સેશન હોય તો તમે તેના માટે ઠંડા પાણીનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે ફક્ત તમારા પગને ઠંડા પાણીમાં રાખવા પડશે. આમ કરવાથી અસ્થાયી રીતે જ તમને બળતરાથી આરામ મળશે

આ ઉપાયને રાતના સમય અઝમાવો વધું ફાયદાકારી હોય છે. આવું એટલા માટે કારણ કે રાતનો સમય જ આ બળતરા અને પીડા વધવા લાગે છે. આ સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ સુતા પહેલા ઠંડા પાણીમાં એપ્સમ સોલ્ટ નાંખીને પગને થોડીવાર સુધી રાખે તો પીડા અને જલન ઓછી થઈ શકે છે. આ ઉપરાંત તમારે ગરમ પાણી અને કોઈ પ્રકારની ક્રીમ લગાવવાથી બચવું જોઈએ ક્રીમ અથવા અન્ય પ્રોડક્ટનો ઉપયોગ ફક્ત તબીબની સલાહ પછી જ કરો.

સફરજન સરકો (વેનેગર) : સફરજન સરકો એક એવો ઉપાય છે, જેને તમે સહેલાયથી અપનાવી બર્નિંગ ફીટ સિંડ્રોમ અને પગમા થનારા ફંગલ ઈન્ફેશનને મટાડી શકો છો. જોકે તેના પર એવી કોઈ રિસર્ચ નથી થઈ જે આ વાતની પુષ્ટિ કરતું હોય, કે સફરજન સરકો બર્નિંગ ફીટ સિંડ્રોમથી આરામ અપાવતું હોય. પરંતુ દાયકાઓથી પગથી જોડાયેલી સમસ્યાઓને દૂર કરવા માટે સફરજન સરકો ઉપયોગ થતો આવ્યો છે.

પગથી જોડાયેલુ સંક્રમણ દૂર કરવા માટે લોકો હંમેશા સફરજન સરકોથી પગને ધુએ અથવા સ્નાન કરે છે. તેની ખાસ વાત એ છે કે સફરજન સરકો તમને સહેલાયથી ક્યાય પણ મળી જાય છે. તેની અંદર હાજર ગુણ ન ફક્ત પગમાં થનારી બળતરા અને પીડાનો ઈલાજ કરે છે પણ આ તમારા પીએચ સ્તને પણ સુધારે છે. એવામાં પગની બળતરમાં તમે સફરજન સરકોનો ઉપયોગ કરી શકો છો.

સુકા ધાણા : સુકા ધાણા અને ખાંડ સરખા પ્રમાણમાં લઈને બરાબર પીસીને મિશ્રણ બનાવી લો, નિયમિત 2 ચમચી દિવસમાં ચાર વાર ઠંડા પાણી સાથે સેવન કરવાથી હાથ અને પગમાં થતી બળતરાની સમસ્યા કાયમ માટે દુર થાય છે.

હળદરનો ઉપયોગ : હળદર એક એવો મસાલો અથવા ઔષધી છે જે લગભગ દરેકના ઘરમાં મળી જ રહે છે. તેનો સદીઓથી રસોઈ બનાવવામાં અને ઈજાને જલ્દી મટાડવામાં પ્રયોગ કરવામાં આવે છે. તેમજ આ બર્નિંગ ફીટ સિંડ્રોમથી પણ તમને આરામ અપાવે છે. તેના માટે તમારે ફક્ત નાનું કામ કરવું પડશે, તમારે નાયિયેળ તેલની અંદર હળદર મિક્સ કરીને તેની પેસ્ટને પગ પર લગાવવી પડશે.

તેના દ્વારા તમારા પગમાં દુખાવો છે અને પગમાં થનારી બળતરાથી છુટકારો મળશે. તેમજ જો તમે ઈચ્છો તો તમે દૂધની અંદર પણ હળદર નાંખીને પી શકો છો. તેના આરોગ્ય પર અનેક ફાયદા જોવા મળે છે. જેથી સ્કિનને પણ ફાયદા થાય છે અને ફંગલ ઈન્ફેક્શન પણ નથી થતું.

ફિશ ઓઈલ : ફિશ ઓઈલનો ઉપયોગ ઘણી બધી વસ્તુ માટે કરવામાં આવે છે. તેના ઉપયોગથી આરોગ્યને અનેક પ્રકારની લાભ થાય છે. તેમજ જો તમને બર્નિંગ ફીટ સિંડ્રોમની સમસ્યા છે અને તેનું કારણ ડાયાબિટીસ છે તો ફિશ ઓયલ દ્વારા તેને મટાડવું સરળ થઈ શકે છે. હાલમાં જ થયેલી રિસર્ચ પણ જણાવે છે કે જો ફિશ ઓયલ નો ઉપયોગ કરવામાં આવે તો આથી પીડાને ઘટાડી શકાય છે.

સાથે જ ડાયાબિટીસના કારણ થનારી ન્યૂરોપેથી પણ રિવર્સ કરી શકાય છે. ફિશ ઓયલની ખાસ વાત એ છે કે આ સરળતાથી બજારમાં મળી શકે છે. તેમજ તેનું 2400થી 2500 એમજી સુધી સેવન કરી શકાય છે. તેની અંદર હાજર ઓમેગા અનેક પ્રકારીના દુખાવા અને સમસ્યાઓથી તમારી રાહત અપાવવામાં મદદ કરે છે.

આમ, આ ઘરેલું ઉપાયો દ્વારા તમે પગના તળીયામાં થનારી બળતરા અને દુખાવાથી રાહત મેળવી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમારી સમસ્યાને દુર કરે. આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનંતી.

1 comment:

Recommended Jobs