Pages

Recommended Jobs

Search This Website

Friday, October 21, 2022

બાજરો ખાવાથી શરીરમાં જે થાય છે જે અત્યાર ના 90% લોકોને ખબર જ નથી


બાજરો ખાવાથી શરીરમાં જે થાય છે જે અત્યાર ના 90% લોકોને ખબર જ નથી






બાજરો એક એવું ધાન્ય છે જે ગુજરાતના ગામડાના લોકો વર્ષોથી ખાય છે. શિયાળો, ઉનાળો અને ચોમાચું એમ ત્રણેય ઋતુમાં તેનો પાક પાકે છે. પહેલાના વડીલો દરરોજ નિયમિત રીતે બાજરાના રોટલાનું જ સેવન કરતા હતા. જો કે આજના સમયમાં શહેરી વિસ્તારમાં તો બાજરાનું સેવન નહિવત પ્રમાણમાં થઈ ગયું છે. જ્યારે ગામડાના લોકો પણ ઘઉંની રોટલી તરફ વળ્યા છે. અમે આ લેખમાં બાજરો ખાવાથી થતા ફાયદાઓ વિશે જણાવીશું.

બાજરો અન્ય ધાન્યોની સરખામણીએ સૌથી પૌષ્ટિક અને શક્તિશાળી ધાન્ય છે. જે ભારતમાં હરિયાળા, રાજસ્થાન અને ગુજરાતના કેટલાક વિસ્તારો પાકે છે અને ગામડાના લોકો રોટલા કરીને પુષ્કળ પ્રમાણમાં ખાય છે. બાજરામાં શરીરમાં જરૂરી એવા પોષક તત્વો બહુ જ સહેલાઈથી મળી આવે છે.

બાજરો એ આપણા દેશનું પ્રાચીન ભોજન છે. જે શરીર માટે ખુબ જ ફાયદેમંદ છે. બાજરો સ્વાદમાં જેટલો સ્વાદિષ્ટ છે એટલો શરીર માટે બહુ જ ગુણકારી અને ફાયદો કરનારો છે. બાજરામાં ઘઉં કરતા વધારે પ્રમાણમાં ઉર્જા ધરાવે છે જેથી શરીરને વધારે શક્તિ મળે છે.

જે લોકો ખુબ જ પ્રમાણમાં શારીરિક પરિશ્રમ કરે છે અને ખેતરો ના કામ સાથે સંકળાયેલા છે તેવા લોકોને શક્તિ જાળવી રાખવા માટે બાજરાનું સેવન કરવું ખુબ જ હિતાવહ છે. બાજરાના રોટલા અને ગાયનું ઘી ખાવાથી શરીર માટે અનેક ગણું પોષણ પૂરું પાડે છે અને ખુબ ઉત્તમ ખોરાક છે. જેના લીધે શરીર મજબુત બને છે, અને શક્તિમાં પણ વધારો કરે છે.


બાજરો અગ્નિદીપક છે. જે લોકોને હોજરીનો અગ્નિ મંદ પડી ગયો છે એવા લોકો માટે બાજરો સહાયક છે. જે લોકોની પાચન શક્તિ નબળી પડી ગઈ છે એવા લોકો માટે બાજરો લાભદાયક છે. બાજરાથી ભૂખ પણ સારી લાગે છે અને પાચન પણ બરાબર થાય છે.

જે લોકો જાડાપણું ધરાવે છે, ખુબ જ વજન ધરાવે છે તેમના માટે બાજરો ખાવો હિતકર છે. બાજરો વજન ઘટાડવામાં ઉપયોગી છે. જે લોકો બાજરાનું સેવન કરે તો વજન ઘટે છે. બાજરાનું ધાન્ય, બાજરાના રોટલા અને તેની રાબ ખુબ ઉપયોગી થાય છે. બાજરો ખાવાથી પેટ ભરેલું લાગે છે જેના લીધે ભૂખ ઓછી લાગે છે. જેના લીધે વજન ઘટાડવામાં ઉપયોગી છે.

બાજરામાં પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ હોય છે જેના લીધે આપણા હાડકા મજબુત રહે છે. જે બાળકો અને વૃદ્ધોમાં હાડકાની નબળાઈ હોય તેને મજબૂતાઈ આપે છે. માટે કેલ્શિયમની ઉણપ વાળા લોકોએ બાજરો ખોરાકમાં લેવો જોઈએ.

બાજરામાં ફાઈબર રહેલું હોય છે એટલા માટે પાચન ક્રિયાને સરળ બનાવવા માટે પણ ઉપયોગી છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ બાજરો ઉપયોગી છે. જે લોકોને ડાયાબીટીસ હોય તેવા લોકોને ઘઉં અને ચોખાની વાનગીઓ ખાવી નુકશાન કારક છે. એવા લોકો માટે બાજરો જરૂરી છે. બાજરો ડાયાબીટીસમાં શુગરને કન્ટ્રોલમાં કરે છે.

બાજરો મગજને શાંત રાખનારો છે. બાજરો ડીપ્રેશન, માનસિક તણાવ, ઊંઘ ન આવતી હોય, એ તમામ સમસ્યાઓ દૂર કરે છે. ગામડામાં મોટે ભાગે બાજરાનો રોટલો અને ગાયનું દૂધ અથવા તો ભેંશનું દૂધ સાંજે ભોજનમાં સેવન કરે છે અને ડાબા પડખે સુવાથી સારી ઊંઘ આવે છે અને માણસનું મગજ પણ શાંત રહે છે.

ઘણા લોકોને માથામાં દુખાવાની સમસ્યા થતી હોય છે. આમાં તણાવ અને થાકના કારણે માથામાં દુખાવો થતો હોય તેને બાજરાની પોટલી બનાવીને શેકઆપવાથી માથામાં થનારા દુખાવામાં આરામ મળે છે.

ખાવા પીવામાં અસંતુલનના કારણે જો પેટમાં ગરબડની સમસ્યા થતી હોય તો આ બાજરાનો ઉપયોગ કરવાથી જલ્દી આરામ મળે છે. બાજરો શેકીને તેની પોટલી બનાવીને પેટ પર શેક કરવાથી પેટના દર્દમાં જલ્દી આરામ મળે છે. જે લોકોને પેટ સંબંધી સમસ્યાઓ રહેતી હોય તો બાજરાનું સેવન કરવાથી તે ધીરે ધીરે ઠીક થાય છે.

જો ઘણા લોકોને ઝાડા રોકાઈ નહી રહ્યા હોય તો બાજરાનું સેવન કરવાથી ઝાડા અને અજીર્ણ કે અપચાથી જલ્દી રાહત મળે છે. લગભગ 200 ગ્રામ દહીંમાં 35 ગ્રામ સાકર ભેળવીને બાજરામાં ઘી ચોપડી રોટલી સાથે ખાવાથી દરરોજ સવારે એક મહિના સુધી સેવન કરવાથી વાઈના ઇલાજમાં લાભ મળે છે.

5 ગ્રામ બાજરાના ચૂર્ણમાં 18 ગ્રામ જુનો ગોળ તથા 2 ગ્રામ આકાશવલ્લીનો પેસ્ટ ભેળવીને 3 ગોળી બનાવીને દરરોજ 1 ગોળીનું સેવન કરવાથી તથા બીલીના પાંદડાથી કે કોઈ વસ્તુ સાથે લપેટીને બાંધવાથી સ્નાયુક રોગમાં લાભ થાય છે.

બાજરામાં એન્ટી ઓક્સીડેન્ટ, સેલેનીયમ, વિટામીન સી, વિટામીન ઈ મળી આવે છે જે ચામડીને સ્વાસ્થ્યપ્રદ બનાવવામાં મદદ કરે છે. એન્ટીઓક્સીડેંટ ચામડીને ફ્રી રેડિકલ્સથું બચાવે છે. ફ્રી રેડીકલ ચામડીને ખરાબ કરી શકે છે. વિટામીન સી ચામડીને સૂર્યના હાનીકારક કિરણોથી બચાવી રાખવામાં મદદ કરે છે.

બાજરાના દાણામાં બરાબર હિંગ, ગોળ કે કેળામાં ભેળવીને ખાવાથી ઓડકાર આવવાનું બંધ થઈ જાય છે. બાજરાના લોટમાં વાટેલી સુંઠ તથા પીસેલો સિંધવ ભેળવીને માલીશ કરવાથી પરસેવો આવવાનો બંધ થઈ જાય છે.


બાજરો પાચન તંત્ર ઠીક રાખવામાં મદદ કરે છે, એવામાં ગેસ, કબજિયાત, ઉલ્ટી, ઝાડાની સમસ્યાથી પરેશાન રહેતા હોય તેઓએ નિયમિત રીતે બાજરાની રોટલીનું સેવન કરવું જરૂરી છે. બાજરો પેટ દર્દનું રામબાણ ઔષધ છે, આ માટે પેટ દર્દ થવા પર બાજરાની પોટલી બનાવીને તેને ગરમ કરીને શેક કરવો. એનાથી પેટ દર્દ થોડા જ સમસ્યામાં નાશ પામે છે.

ગઠીયો વા હોય તેના માટે પણ બાજરો ઉપયોગી છે. બાજરાની તાસીર ગરમ હોય છે. એવામાં તમે સાંધાના દર્દ, ઘૂંટણના દર્દ, પીઠમાં દર્દ વેગેરે ગઠીયો વાની સમસ્યા હોય છે, આ માટે નિયમિત રીતે બાજરાથી બનેલા પૌષ્ટિક આહારનું સેવન કરવું જોઈએ.

બાજરો કેન્સરથી ગુણોથી ભરપુર હોય છે. તે કેંસર કોશિકાઓને શરીરમાં ફેલાવાથી રોકી શકે છે. તેના સેવનથી ભયાવહ બીમારીઓથી બચી શકાય છે. કેન્સરના દર્દીઓને બાજરાનું સેવન લાભદાયક છે. બાજરામાં આયર્ન હોય છે, જેના લીધે શરીરમાં આયર્ન કે લોહ તત્વની ઉણપ સર્જાતી નથી. બાજરો શરીરમાં હિમોગ્લોબીનનું નિર્માણ ઝડપથી કરે છે અને શરીરમાં પ્લેટલેટ્સને સામાન્ય રાખે છે. માટે બાજરાનું સેવન કરવાથી લોહીની ઉણપ સર્જાતી નથી અને લોહી બને છે.

આમ, બાજરો આપણા શરીર માટે ખુબ જ ઉપયોગી છે માટે નિયમિત સેવન કરવું જોઈએ. આ બાજરાનું સેવન કરવાથી ઉપરોક્ત તમામ સમસ્યાઓમાં ખુબ જ ઉપયોગી છે. તે શરીરમાં શક્તિ અને ઉર્જા આપવા સાથે અનેક સમસ્યાઓને ઠીક કરવામાં મદદરૂપ થાય છે. અમે આશા રાખીએ કે આ બાજરા વિશેની માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમે બાજરાનું સેવન અને ઉપયોગ કરીને સ્વસ્થ રહી શકો.

No comments:

Post a Comment

Recommended Jobs