Pages

Recommended Jobs

Search This Website

Saturday, September 24, 2022

શું તમે પણ નસકોરાની સમસ્યાથી પરેશાન છો, તો અપનાવો આ ઘરેલું ઉપાય

શું તમે પણ નસકોરાની સમસ્યાથી પરેશાન છો, તો અપનાવો આ ઘરેલું ઉપાય.

રાત્રે સુતી વખતે ઘણા લોકોને નાકના નસકોરા માંથી આવજ આવતો હોય છે જેને આપણે નાકના ખરાટા કહેતા હોઈએ છીએ છે. આ સમસ્યા ઘણા લોકોમાં જોવા મળતી હોય છે. લોકો આ સમસ્યાથી પરેશાન થઈને દવા પણ લેતા હોય છે પણ કોઈ ફરક જોવા મળતો નથી. શરીનું વધારે પડતું વજન, સુવાની ખોટી આદત, વધારે પડતું દારૂનું સેવન, નાકમાં કોઈ કારણોસર નુકશાનના કારણે ખરાટા આવતા હોય છે. આજે અમે તમને જણાવવાના છીએ અમુક એવા ઘરેલું ઉપાયો વિષે જેનાથી તમે ખરાટાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

નાકના નસકોરા માંથી આવજ આવવાનું કારણ : નસકોરા માંથી અવાજ આવવાનું કારણની વાત કરીએ તો જયારે રાત્રે આપણે ઊંઘી જઈએ ત્યારે સ્નાયુઓ કુદરતી રીતે શીથીલ થઇ જાય છે, જેનાથી શરીરના બધા અવયવોને આરામ મળે છે. જેવી રીતે શરીરના બધા જ સ્નાયુઓ શીથીલ થઇ જાય છે તેવી રીતે ગળાના ભાગમાં આવેલા સ્નાયુઓ પણ શીથીલ થઇ જાય છે અને ગળાનો શ્વસન માર્ગ સાંકડો બને છે.

આ એક કુદરતી પ્રક્રિયા છે પરંતુ ગળાના સ્નાયુઓ વધારે શીથીલ થાય અથવા ગળાના ભાગમાં ચરબી ભરાવાને કારણે શ્વસન માર્ગ વધારે સાંકડો થાય છે ત્યારે બહારની હવા એટલે કે ઓક્સીનને સાંકડા શ્વસન માર્ગમાં પસાર થવામા તકલીફ પડે છે પરિણામે તે ભાગમાં ધ્રુજારી ઉત્પન્ન થઈને હવા શ્વસનતંત્રમાં જાય છે, જેના કારણે અવાજ આવે છે તેને આપણે નાકના ખરાટા અથવા નસકોરા કહીએ છીએ.

સરસવનું તેલ : નસકોરામાંથી આવાજ આવાની સમસ્યામાં સરસવનું તેલ ખુબ જ રાહત આપે છે. સરસવના તેલને હળવું ગરમ કરીને નાક તથા શરીર પર માલીશ કરવાથી નસકોરા માંથી આવાજ આવવાની સમસ્યાર દુર થાય છે. ઘણી વાર શરદીના કારણે નાક બંધ થવાથી મોઢેથી શ્વાસ લેવો પડે છે જેના કારણે નાકમાંથી આવાજ નીકળવાનું શરુ થાય છે. સરસવના ઉપયોગથી આ સમસ્યાને દુર કરી શકાય છે.

નીલગીરીનું તેલ : નીલગીરીના તેલમાં એન્ટી બેકટેરીયલ ગુણ હોય છે, જે નાકની નળી ઉપર આવી ગયેલા સોજાને દુર કરે છે જેનાથી નાકના ખરાટા બંધ થાય છે. નિયમિત નીલગીરીના તેલની સુગંધ લેવાથી પણ આ અમસ્યામાં ફાયો થાય છે.

ગાયનું ઘી : ગાયના ઘીના 2 ટીપા નાકમાં નાખવાથી નાકમાંથી આવતો આવાજ દુર થાય છે. રાત્રે સુતા પહેલા 2 ટીપા નાકમાં નાખવાથી નાક ઘસીટવાની સમસ્યા ધીમે ધીમે દુર થાય છે.

મરીનું તેલ : મરીના તેલનો ઉપયોગ કરીને નાક માંથી આવતો અવાજ દુર થાય છે. મરીનું તેલ નાકને ખોલવાનું કામ કરે છે જેનાથી નાકના ખરાટા બંધ થાય છે. મરીના તેલન 2 ટીપા હાથમાં અથવા રૂમાલમાં લઈને સુંઘવાથી નાક ઘસીટવાની સમસ્યા દુર થાય છે. તમે આ તેલની વરાળ પણ લઇ શકો છો.

હળદર અને મધ : ખરાટાની સમસ્યાથી છુટકારો મેળવવવા હળદર અને મધનું સેવન કરી શકો છો. એક ચમચી મધ અને એક ચમચી હળદર મિક્સ કરો, ત્યારબાદ તેને રાત્રે સુતા પહેલા સેવન કરવાથી નસકોરામાંથી આવતો અવાજ બંધ થઇ શકે છે. નિયમિત એક ચમચી મધનું પાણી સાથે સેવન કરવાથી પ આ સમસ્યામાં રાહત મળે છે.

વિટામીન-C ટેબલેટ્સ : વિટામીન-C યુક્ત ટેબ્લેટ્સ લેવાથી પણ નાક માંથી આવતો અવાજ બંધ થાય છે. વિટામીન-C શરીરની રોગપ્રતિકારક શક્તિ મુજ્બુત બનાવે છે જેનાથી નાકનું પોલન પણ સાફ રહે છે. આ ટેબ્લેટ્સ થોડા સમય સુધી લેવાથી ધીરે ધીરે નાકના ખરાટા આવવાનું બંધ થઇ જાય છે. તમે વિટામીન-C યુક્ત શાકભાજીનું પણ સેવન કરી શકો છો. ગર્ભવતી મહિલાઓએ આ ટેબ્લેટ્સનો ઉપયોગ કરવો જોઈએ નહી.

મેથી પાવડર : મેથીમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીવાયરલ ગુણ હોવાની સાથે ફાયટો ન્યુટ્રીએન્ટ હોય છે, તેનાથી નાક ઘસીટવાની સમસ્યા દુર થાય છે. મેથીનું સેવન કરવાથી પાચન સારું રહે છે, પાચન અને નાકના ખરાટાને સીધો સબંધ છે. મેથીનો પાવડર બનાવીને નિયમિત એક ચમચી પાણી સાથે સેવન કરવાથી ખુબ જ ફાયદો થાય છે. આ ઘરેલું ઉપાય દ્વારા તમે ઝડપથી નાકના ખરાટાને દુર કરી શકો છો.

ઈલાયચી : નસકોરા ઘસીટવાની સમસ્યાને મટાડવા ઈલાયચી પણ ફાયદાકારક બને છે. ગરમ પાણીમાં ઈલાયચી નાખીને અથવા ઈલાયચી પાવડર નાખીને સેવન કરવાથી થોડા દિવસોમાં જ નસકોરાની સમસ્યાથી રાહત મળી જશે.

આ ઘરેલું ઉપાયો કરવાની સાથે અમુક બાબતોનું પણ ખાસ ધ્યાન રાખવું :

નાકને બરાબર સાફ રાખો : ઘણી વાર તમારું નાક બરાબર સાફ ન હોવાના કારણે પણ નસકોરા માંથી આવાજ આવી શકે છે. માટે નાકને બરાબર સાફ રાખવું. જો તમે ધૂમ્રપાન કરતા હોવ તો તેને બંધ કરી દેવું જોઈએ. દારૂનું વધારે માત્રામાં સેવન કરવાથી પણ નસકોરા ઘસીટવાની સમસ્યા ઉત્પન્ન થાય છે, માટે તેનું સેવન બંધ કરી દેવું જોઈએ.

શરીરનું વજન ઘટાડવું : શરીરનું વધારે પડતું વજન હોવાના કારણે પણ આ સમસ્યા થતી હોય છે. જે વ્યક્તિનું વજન વધારે હોય છે તેના નાકમાંથી અવાજ આવાની ટેવ હોય છે. તેઓએ શરીરનું વજન ઘટાડવું જોઈએ જેથી નસકોરા ઘસીટવાની સમસ્યા દુર થઇ જશે.

ડાબા પડખે સુવાનું રાખવું : તમારી સુવાની આદત બદલીને પણ આ સમસ્યા પર કાબુ મેળવી શકાય છે. ડાબા પડખે સુવાની સાથે ગરદનને ઉપર કરીને સુવાથી નાક ઘસીટવાની સમસ્યા થોડા દિવસોમાં દુર થઇ જશે.

વધારે પ્રમાણમાં પાણી પીવું : જે વ્યક્તિને નસકોરા ઘસીટવાની સમસ્યા હોય તેને પાણી વધારે માત્રામાં પીવું જોઈએ. જયારે આપણા શરીરમાં પાણીની માત્ર ઓછી હોય ત્યારે નાકની અંદરનો ભાગ સુકાય છે જેના પરિણામે શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે માટે દિવસ દરમિયાન પાણી વધારે માત્રામાં પીવું જોઈએ જેથી આ બધી સમસ્યા ન થાય.

આમ, આ ઘરેલું ઉપાયો દ્વારા તમે નાકના નસકોરામાંથી આવતો આવાજ બંધ કરી શકો છો. આશા રાખીએ આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમારી સમસ્યાને દુર કરી શકે. આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરજો.


No comments:

Post a Comment

Recommended Jobs