Pages

Recommended Jobs

Search This Website

Friday, September 30, 2022

કોલેસ્ટ્રોલ, નસ બ્લોકેજ, સાંધાનો દુખાવો, ડાયાબીટીસ, હાડકા, હાર્ટએટેક નો ઉપાય છે આ પાવડર

કોલેસ્ટ્રોલ, નસ બ્લોકેજ, સાંધાનો દુખાવો, ડાયાબીટીસ, હાડકા, હાર્ટએટેક નો ઉપાય છે આ પાવડર..

મિત્રો આજે તમને મારે એક એવો સરસ ઉપાય બતાવવો છે કે જેનો તમે એક વખત ઉપયોગ કરશો એટલે તમને તેની અનેક બીમારીઓમાંથી મળશે સાવ છુટકારો તથા અમે તમને એક ઔષધીય ડ્રીંકનું સેવન કરવાથી કઈ કઈ બીમારીને દુર કરવી તેના વિશે જરૂરી એવી માહિતી આપી દઈશું. જો તમે કોલેસ્ટ્રોલ, ડાયાબીટીશ, સાંધાઓનો દુખાવો વગેરે જેવી સમસ્યાનું સમાધાન આ એક ડ્રીંક્સ છે.

તમારે એક ગ્લાસ ગરમ દૂધમાં સાંજે સુતા પહેલા 1 ચમસી પાઉડર નાખીને પીઈ જવાનું છે. જે લોકો વધુ પડતો વજન ધરાવે છે તે લોકોએ ગાયનું મલાઈ કાઢેલુ દૂધનું સેવન કરવાનું છે. જે લોકોની સિંગલ બોડી છે તથા તેમને વજન વધારવાની કે ઘટાડવાની જરૂર નથી તે લોકો ગાયનું કે ભેશનું બંને માંથી કોઇપણ પ્રકારના દૂધનો ઉપયોગ કરી શકે છે. જો કોઈ દૂધ ના ભાવતું હોય તો હુફાળા કે પાણીની અંદર છેલ્લે 1 ચમસી પાઉડર નાખીને તેને બરાબર મિક્સ કરી દેવાથી ફાયદો થાય છે. આ ગ્લાસનું સેવન તમારે સુવાના અડધો કલાક અગાઉ લેવાનું છે.

આ પાઉડર બનાવવાની રીત : આ પાઉડર બનાવવા માટે તમારે 100 ગ્રામ જેટલી શેકેલી અળસી લેવાની છે જો તમને બજાર માંથી શેકેલી અળસી ન મળે તો ઘરે આવીને ગેસ કે ચુલા ઉપર ધીમા તાપે ત્રણ-ચાર મિનીટ તાપમાં રાખશો એટલે અળસી શેકાઈ જશે ત્યારબાદ તેને મિક્સરની મદદથી તેનો બરાબર ભૂકો કરી નાખવાનો છે, પાઉડર બની ગયા પછી તેની અંદર તમારે 1 ગ્રામ જેટલો સુંઠનો પાઉડર નાખો. સુંઠનો પાઉડર નાખ્યા પછી તેને મિક્સ કરી દ્યો. ત્યારબાદ તેમાં અડધી ચમસી જેટલો મેથીનો પાઉડર નાખો ત્યારબાદ અડધી ચમસી તજનો પાઉડર નાખો, તથા અડધી ચમસી હળદર પાઉડર તેમાં ઉમેરી દ્યો આ બધી જ ઔષધીને બરાબર મિક્સ કરીને તેને એક કાચની બરણીમાં ભરીને મૂકી દ્યો. તમને આ માપ 100 ગ્રામ અળસી માટેનું કહ્યું છે.

તમારે એક વાત યાદ રાખવાની છે કે જેને વધુ પડતી એસીડીટી છે જેમ કે છાતીમાં બળતરા થાય છે, પિત્તને લગતી સમસ્યા થાય છે, એવા લોકોએ ખાસ ધ્યાન રાખવાનું છે કે મેથીનો પાઉડર ઉમેરવાનો નથી કારણ કે મેથી પાઉડર એસીડીટી વધારવાનું કામ કરે છે.

આ બનાવેલા પાઉડરનું તમારે સુતા પહેલા 1 કલાક અગાઉ ગાયના દૂધમાં આ પાઉડર મિક્સ કરીને પીઈ જવાનું છે. ઘરના જેટલા સભ્યો હોય એટલા બધા જ સભ્યો આ પાઉડરનું સેવન કરી શકે છે. આ પાઉડરની કોઇપણ પ્રકારની સાઈડ ઈફેક્ટ જોવા મળતી નથી.

તમે જાણો જ છો કે દૂધમાં કેલ્શિયમ વધુ હોય છે તથા અળસીમાં કેલ્શિયમ અને ફાઈબર બંનેનું પ્રમાણ સારા એવા પ્રમાણમાં હોવાથી આપણી બોડીમાં કેલ્શિયમની ઉણપ વર્તાતી નથી માટે કેલ્શિયમ હાડકાને મજબુત કરવાનું કામ કરે છે. સુંઠ એ આપણી બોડીમાં કાચો આમ જે હોય છે તેને પચાવવાનું કામ કરે છે અને તે કાચો આમ જ આપણા શરીરમાં વધુ પડતા કોલેસ્ટ્રોલનું કારણ બને છે. શરીરમાં જેટલી ગંદકી હોય છે તેને પકવવાનું અને તેને એકઠી કરવાનું  કામ એ સુંઠ કરે છે માટે આયુર્વેદમાં ખુબજ તેના વખણ કરવામાં આવ્યા છે કે સુંઠ એ પરમ આમનાશક છે.

તજ એ તમારા શરીરમાં રહેલું ખરાબ LDL એટલે ખરાબ કોલેસ્ટ્રોલને નીચું લાવવાનું કામ કરે છે HDL જે સારું કોલેસ્ટ્રોલના નામે ઓળખવામાં આવે છે જે લો હોય તો તેને ઉપર લાવવાનું કામ કરે છે એટલા માટે જેને કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તથા જેને શરીરમાં નસો બ્લોક હોય તો તેને ઠીક કરવા માટે તજનું સેવન કરવું ફાયદાકારક ગણવામાં આવે છે.

હળદર પાઉડર એ એન્ટી સેપ્ટિક ગુણ ધરાવે છે તથા હળદર વાળું દૂધ મોટા ભાગના લોકો પિતા હોય છે તમે જયારે દૂધમાં હળદર નાખીને પીવો છો ત્યારે તે હળદર લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે. માટે જ આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે રક્ત એવં પ્રાણ જેનું લોહી શુદ્ધ હોય છે તેમની રોગપ્રતિકારક શક્તિ સારી હોય છે. જો નાનું બાળક હોય તો અડધી ચમસી અને મોટું બાળક હોય તો તેને એક ચમસી આપીને પીવડાવી દ્યો.

આ ડ્રીન્કસ તમે એક જ મહિનો કાયમ માટે પીશો તો તમને તેનાથી અદભુત ફાયદો થાય છે તથા જો તમારી બોડીમાં કેટલો બદલાવ અને સ્ફૂર્તિ આવે છે.

આમ, અમે તમને આ માહિતી દ્વારા દૂધમાં કઈ રીતે બનાવેલું ચૂર્ણ મિક્સ કરીને તેનું સેવન કરવાથી શું શું ફાયદો થાય છે તેના વિશે જરૂરી એવી માહિતી આપી.


No comments:

Post a Comment

Recommended Jobs